Category Archives: DivyaBhaskar

શાંત રહેવું એ બુદ્ધિશાળી માણસનો ગુણ છે.

શમપ્રધાનેષુ તપોધનેષુ ગૂઢ હિ દાહાત્મકમસ્તિ તેજઃસ્પર્શાનુકૂલા ઈવ સૂર્યકાંતાઃ તદૃન્યતેજોભિમવાદૂવમન્તિ. જ્ઞાની અથવા તપસ્વી સાંસારિક પ્રપંચથી મુક્ત અને અનાસક્ત રહે છે. સામાન્યતઃ એમનું ચિત્તશાંત રહે છે, પરંતુ એમનામાં એક ગુપ્ત તેજ રહેલું હોય છે, જ્યારે કોઈ એમને તિરસ્કૃત કે અપમાનિત કરેત્યારે એ ગુપ્ત તેજને પ્રગટ કરે છે. જેમ સૂર્યકાંત મણિ પાસે પોતાનું તેજ તો છે જ, પરંતુ […]

ટ્રસ્ટીમાં ટ્રસ્ટ અને નેતા પરત્વે નિષ્ઠાઃ ક્યાં છે?

‘એક વસ્તુ નક્કી છે, ત્રણ હજાર કિલોમીટર ફરવાથી દાઢી વધે, બુધ્ધિ ન વધે…’ ગુજરાતનાગૃહપ્રધાન હર્ષ સંઘવીના આ ટ્વિટ પછી રાહુલ ગાંધીએ દાઢી કરાવી નાખીને એમની વાતને સાચીસાબિત કરી છે? ભારત એક એવો દેશ છે જેમાં 6 લાખ 40 હજારથી વધુ ગામડાં છે, પૃથ્વીના 2.4 ટકાજેટલા ભાગમાં ભારત વસે છે. આ દેશમાં ઘણા લોકોએ પોતપોતાની રીતે […]

વુમન્સ ડે એટલે બિયોન્ડ બ્યૂટી એન્ડ બોડી

આવતીકાલે ‘વુમન્સ ડે’. આખું વિશ્વ આવતીકાલના દિવસને સ્ત્રીઓનાં દિવસ તરીકે ઉજવશે.સન્માન થશે, એવોર્ડ અપાશે, પાર્ટી થશે, ભાષણો થશે, સ્ત્રીને કેવી રીતે જીવવું એ વિશેના ઘણામોટિવેશનલ વિચારો આપવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે, સ્ત્રીનાં જીવનમાં ખરેખર કોઈ બદલાવઆવશે ખરો? સ્ત્રીની સાથેના અત્યાચારો કે સ્ત્રી ઉપર લગાવવામાં આવતી અંકુશની લગામોમાં કોઈ ફેરપડશે ખરો? કોઈ એક જ […]

અયિ રણદુર્મદ શત્રુવધોદિત દુર્ધરનિર્જર શક્તિભૃતે, જય જય હે મહિષાસુરમર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે

ગયા મંગળવારે અખબારમાં એક સમાચારે આપણા સૌની સવાર હચમચાવી નાખી, એક માઅને દીકરીએ પિતાને-પતિને ગળું દબાવીને મારી નાખ્યા એટલું જ નહીં, એ પછી બે કલાક સુધીપત્ની પોતાના પતિના શબ ઉપર બેસીને એનું ગળું દબાવતી રહી… એ પછી પિતાની હત્યા કરી હતીએ પુત્રીએ પોલીસ પાસે આઈસ્ક્રીમ માગ્યો એટલું જ નહીં, એ દસ કપ આઈસ્ક્રીમ ખાઈ ગઈ!પોલીસના […]

સોલો ટ્રિપઃ એકાંત, એકલતા અને એકલવાયા હોવાની પીડા

કેટલાક સમયથી વારંવાર એક જ ચર્ચા સાંભળવા મળે છે, ‘આપણા સમયમાં આવું નહોતું’અથવા ‘આજના છોકરાંઓ બહુ ફાસ્ટ છે, આપણે તો આવડા હતા ત્યારે કપડાં પહેરવાનું ય ભાનનહોતું…’ આ ચર્ચા મોટેભાગે એવા માતા-પિતા કરે છે જેમના સંતાનો 14થી 25ની વચ્ચેના છે. એવિશે કોઈ શંકા નથી કે, આજની પેઢી જુદી છે… એમને ‘નિર્દોષ’ કે ‘ભોળા’ દેખાવામાં ડિપેન્ડેન્ટ […]

એ…એ…એ… ફસા…

‘ઈસે ખેલમેં આદત લગના યા આર્થિક જોખીમ સંભવ હૈ, સાવધાની સે ખેલે’ લગભગ દરેકઓનલાઈન ગેમમાં આવી સૂચના હોય છે, પરંતુ ઓનલાઈન રમવાનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાયછે. કેટલાય લોકો લાખો રૂપિયા ગૂમાવે છે તેમ છતાં આ રમી કે લૂડો જેવી રમતોને કોઈ કાયદેસર રોકીશકતું નથી. આપણે કંઈ પણ કહીએ, એ એક જાતનો જુગાર જ છે. […]

જિન્હેં નાઝ હૈ, હિન્દ પર… વો કહાં હૈ?

સ્થળઃ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટસમયઃ રાતના સાડા અગિયાર 12ને 55ની ‘થાઈ સ્માઈલ’ની ફ્લાઈટનું બોર્ડિંગ શરૂ થવાની તૈયારી છે. સુરત, સૌરાષ્ટ્ર અનેગુજરાતના બીજા વિસ્તારોમાંથી આવેલા અનેક પુરુષો-યુવાનોના ગ્રૂપ્સ થાઈલેન્ડ જવા થનગની રહ્યા છે.એકમેકની મજાક થઈ રહી છે. સૌ હસી રહ્યા છે. આનંદ કરી રહ્યા છે. એમાંના ઘણા મને ઓળખે છે,નવાઈની વાત એ છે કે, બધા જ જાણે […]

વ્યાજ-વ્યાજનું વ્યાજ-વ્યાજના વ્યાજનું વ્યાજ…

‘મધર ઈન્ડિયા’ નામની ફિલ્મમાં ‘લાલા’નું પાત્ર ગામના લોકોને લૂંટે છે… વ્યાજના બદલામાંરાધાનું શરીર માગનાર લાલાના વ્યાજમાં રાધા પોતાના એક સંતાનને ગૂમાવે છે, પરંતુ રાધાનાં દીકરાઅભણ બિરજુને જમીનદારની દીકરી સાચો હિસાબ સમજાવે છે. પત્થર હાથમાં લઈને મૂળ અનેવ્યાજનો હિસાબ જ્યારે બિરજુના મગજમાં ઉતરે છે ત્યારે એને સમજાય છે કે, ચાર પત્થરની મૂળરકમ ઉપર એણે આઠથી વધુ […]

વલેન્ટાઈન ડેઃ પ્રેમની કલુષિત થઈ રહેલી વ્યાખ્યાઓ

કેટલાય વર્ષોથી એવું કહેવામાં આવે છે કે, સિનેમાની અસર સમાજ ઉપર સીધી થાય છે. ફેશન,ફિતુર અને ફંડા સિનેમામાંથી સમાજમાં આવે છે, પરંતુ છેલ્લા થોડા સમયમાં આપણે જે પ્રકારનાસિનેમા જોઈ રહ્યા છીએ એને આપણા સમાજ સાથે લેવાદેવા છે? સિનેમા સાથે હવે આપણે ઓટીટીનેપણ સાંકળવું પડે અને ઓટીટી ઉપર ‘પ્રેમ’ના નામે દેખાડવામાં આવતા દ્રશ્યો સમાજને શું આપે […]

આવ્યા દિ’ના ઓરતાં, ગ્યા દિ’ ના ગુણગાન; ઈ જીવન પળ જાણે નહિ, ભાળે નહિ ભવાન.

”જૂનાગઢ મુકામે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં, લોકસાહિત્યને સ્વીકૃત ગણવાનોઠરાવ થયો. (ત્યારે અમારી જૂનાગઢમાં હાજરી હતી) આ વાત ઉર્મિનવરચના પ્રકાશનમાં જયમલ્લપરમારે હરખથી છાપી, ત્યારે મેં અચંબો ઉપજાવીને કહ્યું હતું… કે, “દીકરીયે ડાડીમાં (ગ્રાન્ડ મધર)નેખોળે લીધા ગણાય!” ક્યાં ગુજરાતી સાહિત્ય પરિષદની ‘છોકરવેજા’ અને કયા યુગોથી જન સાથે જીવંતલોકસંસ્કાર (સંગીત-સાહિત્ય)! આ સંસ્થાએ જ (ગુજ.સા.પરિષદે જ), આ જીવંત ગાણા […]