Category Archives: DivyaBhaskar

દોસ્તો, સફરના સાથીઓ એ દેશની ખાજો દયા; જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા

નૂપુર શર્માના એક વિવાદિત સ્ટેટમેન્ટને કારણે એમને ભાજપના પ્રવક્તા પદેથી હટાવવામાં આવ્યા છે.કોઈની ધાર્મિક લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટ ન થવા જોઈએ, એવો પક્ષનો નિર્ણય નૂપુર શર્માની કારકિર્દીમાંઅત્યારે તો અલ્પવિરામ બની ગયું છે. ધર્મ વિશેના નિવેદનો હવે રાજનીતિનું એવું હથિયાર બની ચૂક્યા છે કે,એના વગર જાણે કે એ ચૂંટણી જીતવી અશક્ય લાગે છે. સત્ય તો એ […]

ચુનાવ અને તનાવ

થોડા વખત પહેલાં એક વ્હોટ્સએપ વીડિયો મળ્યો, “અચાનક આજ યૂં હી ખયાલ આયા કી,અખબાર પઢા તો પ્રાણાયામ છૂટ ગયા-પ્રાણાયામ કિયા તો અખબાર છૂટ ગયા, અગર દોનોં કિયા તોનાશ્તા છૂટ ગયા. અચ્છા, સબ જલદી જલદી કિયા તો આનંદ છૂટા! કુછ ન કુછ છૂટના તો લાઝમી હૈ.હેલ્ધી ખાયા તો સ્વાદ છૂટા, સ્વાદ કા ખાયા તો સ્વાસ્થ્ય છૂટા. […]

લોગોં સે ઉમ્મીદ નહીં સચ બોલેંગે, સચ સુનને કો અબ કોઈ તૈયાર નહીં

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. લગભગ દરેક થાંભલા ઉપર ભાજપના કમળચીતરાવા લાગ્યા છે. કોને ટિકિટ મળશે, કોણ ફેંકાઈ જશેના અટકળો વચ્ચે જેમ આખીવિધાનસભાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું એમ કદાચ ‘નો રીપીટ થિયરી’ અમલમાં આવે તો કેટલાલોકોના પત્તા કપાશે એની ગણતરી પણ ઉદ્યોગપતિઓ અને ફંડીંગ કરનારાઓના મનમાં શરૂ થઈ ગઈછે. એવામાં હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવું […]

પર્યાવરણઃ ભીતરનું અને બહારનું

મહાભારતમાં ઉત્તંક મુનિની કથા આવે છે. આચાર્ય વેદ એની પરીક્ષા કરે છે. રાણીના ખોવાઈગયેલા કુંડળ લેવા એને મોકલે છે. ત્યાં ઉત્તંક એક વિચિત્ર દૃશ્ય જુએ છે. तंत्रमेके युवती विरुपे अभ्याक्रामं वयतः षण्मयूखम् ।प्रान्या तंतूस्तिरते धत्ते अन्या नापवृंजाते न गमाते अंतम् ।।तयोरहं परिनृन्त्योरिव न विजानामि यतरा परस्तात् ।पुमानेनद्वयत्युद्रृणात्ति पुमानेनद्विजभाराधि नाके ।। (અથર્વવેદ, 10-7-42, 43) વિરુદ્ધ રૂપવાળી […]

રંગભેદઃ ડાળીઓ કાપવાથી મૂળ નહીં મરે

વિશ્વની મહાસત્તા મનાતા અને આધુનિક ગણાતા અમેરિકામાં ડલાસની કોપેલ હાઈસ્કૂલમાંએક અમેરિકન છોકરાએ શાન નામના એક ભારતીય છોકરાને માર્યો, એનું ગળું દબાવવાની કોશિશકરી અને જમીન ઉપર નાખીને ઘસડ્યો. એ ઘટનાએ અમેરિકામાં ચકચાર જગાવી છે. રેસિઝમનોઆ પહેલો કિસ્સો નથી. આજથી થોડા દિવસ પહેલાં બફેલો સ્ટેટમાં એક આફ્રિકન વ્યક્તિએ સ્ટોરમાંઘૂસીને આડેધડ ગોળી ચલાવી, દસ અમેરિકનોને મારી નાખ્યા હતા. […]

તકદીર હૈ ક્યા, મૈં ક્યા જાનૂં, મૈં આશિક હૂં તદબીરોં કા…

1960નો સમય, એક રેસ્ટોરાંમાં બેઠેલો માણસ હાથમાં ચાનો કપ પકડીને ચોધાર આંસુએ રડવાલાગે છે… રેસ્ટોરામાં લાઉડ સ્પીકર ઉપર રેડિયો સિલોન ઉપર ગીત વાગી રહ્યું છે, ‘ચુન્નુ કહેતા હે પતંગકો કાઈટ… બોલો બેટા ટિન્ગુ, યે રોંગ હૈ યા રાઈટ…’ રડતાં રડતાં એ આજુબાજુ જુએ છે. રેસ્ટોરામાંબેઠેલા કોઈનું ધ્યાન આ ગીત તરફ નથી, પરંતુ એ નવયુવાન સૌને […]

અમેરિકન ડ્રીમઃ ઝળહળતું અને જીવલેણ

જે લોકો અમેરિકા ગયા હશે એ બધાને ખબર હશે કે, સૌથી ભયાનક અને ડરાવનારી ક્ષણબોર્ડર સિક્યોરિટીના ઓફિસરના સામે ઊભા રહેવાની હોય છે. લિગલ વિઝા સાથે અમેરિકાનાએરપોર્ટ પર ઉતરેલા કોઈપણ વિદેશી નાગરિકને કાચની કેબીનની અંદર બેઠેલા બ્લ્યૂ યુનિફોર્મ પહેરેલાઓફિસર જે નજરે જુએ છે, એ નજર એક્સ-રે જેવી હોય છે. એવી જ રીતે, વિઝા લેવા માટેએમ્બેસીની ઓફિસમાં […]

મમ્મી, તમે થોડા થોડા થાઓ વરણાગી!

‘અમે તો અમારી વહુને પેન્ટ, ટી-શર્ટ પહેરવાની છૂટ આપી છે’ અથવા ‘અમે એને દીકરીની જેમજ રાખીએ છીએ-અમારા ઘરમાં વહુ-દીકરી વચ્ચે કોઈ ફેર નથી’ આપણે ઘણી ‘સાસુમા’ને જુદી જુદીભાષામાં આવું કહેતી સાંભળી છે. તો બીજી તરફ, ‘અમારે નોકરીની કઈ જરૂર નથી. કારણ વગરદોડાદોડી કરવાની… અમે તો ના જ પાડી છે. ઘર સંભાળે, બસ.’ આ પણ અનેક […]

સેલ્ફ વિશે વિચારવું, એ “સેલ્ફિશ” છે?

‘મધર્સ ડે’ના દિવસે માનો મહિમા કરવામાં આવે છે. આપણને બધાને એવું શીખવવામાંઆવ્યું છે કે, ‘મા ત્યાગની મૂર્તિ છે, બલિદાનની દેવી છે, એણે તો છોડતાં જ શીખવાનું, સંતાનકુસંતાન બની શકે, પણ માતાએ ક્યારેય કુમાતા નહીં બનવાનું…’ આ બધું એક મર્યાદા સુધી સાચું છે,પરંતુ એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જાય એ પછી પણ જો ‘મમ્મી’ ત્યાગ, બલિદાન, ક્ષમાની […]

દામ્પત્ય, દંભ અને દયામણા સંબંધો

ફિલ્મસ્ટાર્સના લફરાંના સમાચાર યુટ્યુબની ચેનલથી શરૂ કરીને આપણી કિટિ પાર્ટીઓ અનેસામાજિક સમારંભોમાં ભેગાં થયેલા લોકો માટે મનોરંજક ચર્ચાનો વિષય રહ્યા છે. આજે નહીં, આજથી50-60 વર્ષ પહેલાં પણ ફિલ્મસ્ટાર્સના અંગત સંબંધો સતત સામાન્ય માણસમાં કુતૂહલ અને આશ્ચર્યનોવિષય હતા જ. શોભના સમર્થ અને મોતીલાલ હોય કે દેવિકા રાણી અને હિમાંશુ રોય… સ્ત્રી-પુરુષનાસામાન્ય સંબંધો કરતાં આ ફિલ્મસ્ટાર્સના સંબંધો […]