કોરોના શરૂ થયો ત્યારે, સહુ માનતા હતા કે આ થોડા વખતની રમત છે. ત્રણ મહિનાના લોકડાઉન પછી સહુને સમજાયું કે આસહેલાઈથી પીછો છોડે એવી બીમારી નથી. લગભગ 11 મહિના સુધી ડરીને, સહેમીને, સાવધાની રાખીને જીવ્યા પછી, ઉત્સવોઊજવવાનું ટાળ્યા પછી અચાનક જ ચૂંટણી જાહેર થઈ. ટોળેટોળા જાહેર સભાઓમાં ભેગાં થયા અને કોરોનાનો એક નવો સ્ટ્રેઈનશરૂ થયો. […]
Category Archives: My Space
મહાભારતના 115મા અધ્યાય (આદિપર્વ)માં કુંતિએ પુત્રને જન્મ આપ્યો એ જાણીને દુઃખમાં મુઢ બનેલી ગાંધારીએપોતાના પતિ ધ્રૃતરાષ્ટ્ર જાણે નહીં તેમ બે વર્ષ સુધી પોતાના ગર્ભમાં સેવેલી માંસપેશીને ક્રોધમાં પ્રહાર કરીને બહાર કાઢી… એજ્યારે માંસપેશીને ફેંકી દેવા નીકળી ત્યારે દ્વૈપાયન મુનિએ એને ઘી અને વનસ્પતિથી ભરેલા સો કુંડા તૈયાર કરાવવાનું કહ્યું.માંસપેશીના 101 ટુકડા કરીને પ્રત્યેક ટુકડાને એ […]
તા. 24.3.2021, બુધવાર સવારના છાપાંમાં જાહેરાત કરવામાં આવી કે, હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસીઅથવા વેક્સિન આપવામાં આવશે. એક રીતે જોવા જઈએ તો આ પગલું ડહાપણ ભરેલું ગણાવી શકાય. સરકારી નિયમ અનુસારપહેલાં ફક્ત સિનિયર સિટિઝનને વેક્સિનનું પ્રાધાન્ય આપવાનું નક્કી થયું હતું. વધતા જતા કોરોનાના આંકડા જોઈને કદાચસરકારને આ નિર્ણય કરવાની ફરજ પડી હોય એમ […]
‘બીજું કઈ થઈ શકે એમ જ નહોતું. અમારી પાસે કોઈ રસ્તો જ નહોતો…’ એક રેકોર્ડિંગમાં સુરતના એક ભાઈ પોતાના મિત્રોને કહે છે, ‘આ વસ્તુ કરવાની જ હતી ને કરવી જ પડે એમ હતી… અમારું શું થશે એ કંઈ નક્કી નથી’. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરતમાં બનેલી એક ઘટનાએ ચકચાર જગાવી હતી. કેટલાક લોકોએ એને સમાજ […]
1930ની 12મી માર્ચે ભારતના ઈતિહાસનું એક મહત્વનું પાનું લખાયું. મોહનદાસ કરમચંદ ગાંધીએ સાબરમતી આશ્રમથી એ દિવસે નવસારી નજીક આવેલા દાંડીના દરિયાકિનારા તરફ જવા માટે 79 લોકોને લઈને કૂચ કરી. દાંડીના દરિયાકિનારે એમણે મીઠું પકવ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લાગ્યો! તે દિવસે ગાંધીજીએ કહ્યું હતું, “યાદ રાખજો, આ જિંદગીભરની ફકીરી છે…. જે મનુષ્ય સત્યપરાયણ રહે […]
“ડિયર ડેડ, અપનો સેં કબ તક લડેંગે? કેસ વિડ્રોઅલ કર લો. અબ નહીં કરના… આયેશા લડાઈ કે લિએ નહીં બની હૈ…પ્યાર કરતે હૈં આરિફ સે. ઉસે પરેશાન થોડી ના કરેંગે ? અગર ઉસે આઝાદી ચાહિએ તો ઠીક હૈ, વો આઝાદ રહે. અપની જિંદગી તો યહીં તક હૈ… મૈં ખુશ હું કી મૈં અલ્લાહ સેં મિલુંગી […]
મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આપણી નજર સામે છે. ભારતીય જનતા પક્ષ છએમહાનગરપાલિકામાં સરસાઈથી પોતાની બેઠકો મેળવી ચૂક્યો છે. આપણેને આશ્ચર્ય ન થવું જોઈએ કે કોંગ્રેસને કેટલીક પાલિકામાં ઝીરો બેઠક મળી છે, એની સામે ‘આપ’ને વિરધ પક્ષ સુધી પહોંચવાની એક સીડી મળી છે. લોકોના ચૂકાદા અથવા મતદારનો અભિપ્રાય આપણી સામે ઉઘડીને આવ્યો છે. નવાઈની વાત એ છે […]
છેલ્લા થોડા સમયથી અખબારોમાં ત્યજાયેલા બાળકના મૃત્યુના સમાચાર આપણે સહુ વાંચી રહ્યા છીએ. નવજાત બાળક રડી-રડીને મૃત્યુ પામ્યું, પ્લાસ્ટિકની થેલીમાં લટકાવેલું નવજાત બાળક મળ્યું, કચરાના ઢગલા પાસેથી મૃત્યુ પામેલું બાળક મળ્યું, તો મંદિરના પગથિયાં પાસે ત્યજાયેલું બાળક મળી આવ્યું, આવા સમાચાર અવાર-નવાર મળતા રહે છે. આપણે બધા આપણી વાતચીતમાં ક્યારેક એનો ઉલ્લેખ પણ કરીએ છીએ, […]
“અન્યાય અને અત્યાચાર સહન કરવો એ પણ ગુનો છે.” ગાંધીજીએ જ્યારે આ કહ્યું, ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે એમના પોતાના જ દેશમાં આવનારા વર્ષોમાં મુંગે મોઢે અન્યાય અને અત્યાચાર સહન કરનારા માણસોની સંખ્યા વધતી જશે. ક્યારેક આપણને નવાઈ લાગે એટલી હદે આપણે બધા જ અન્યાય અને અત્યાચાર સહન કરતાં શીખી ગયાં છીએ ! […]
ગયા અઠવાડિયાના અખબારોમાં વિધર્મી યુવક દ્વારા એક યુવતીને ભોળવીને એની સાથે સંબંધો બાંધવાના સમાચાર પ્રકાશિત થયા. સવાલ કોઈ એક ધર્મના વ્યક્તિ કે વિધર્મીનો નથી, સવાલ છે આપણાં સૌની માનસિકતાનો. ખાસ કરીને સ્ત્રીનો… એ સ્ત્રીએ બળાત્કારની ફરિયાદ કરી છે ! નવાઈની વાત એ છે કે એ સ્ત્રી પેલા યુવક સાથે અનેક હોટેલમાં અને બહારગામ પણ ગઈ […]