Category Archives: My Space

ઔરત બેચે, ઔરત ખરીદેં… કૈસા એ બાઝાર હૈ?

11 માર્ચ, 2022એ ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ રજૂ થઈ… અચાનક જ એના વિશેની ચર્ચાએજોર પકડ્યું. 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે હવે લગભગ બધા જ સંવેદનશીલથવા લાગ્યા છે… એવી જ રીતે, 1947થી 64ની વચ્ચે સેક્સ વર્કર્સના પ્રશ્નોની ચર્ચા કરવા માટે છેકજવાહરલાલ નેહરુ સુધી પહોંચેલી ગંગુબાઈ કાઠિયાવાડીની કથા પણ આપણને સ્પર્શી ગઈ. ‘મેંઅપને લિયે નહીં, કમાઠીપુરા […]

નારી શક્તિના નારા… કેટલા અધૂરા, કેટલા બિચારા!

આઠમી માર્ચે, વિશ્વભરમાં મહિલા દિવસ ઊજવાય છે. જાતભાતના કાર્યક્રમો યોજાય છે અનેમહિલા સશક્તિકરણ-સ્ત્રી સ્વતંત્રતાના નામે અનેક મોટી મોટી વાતો કરવામાં આવે છે. બહુ આશ્ચર્યથાય એવું નથી, પરંતુ એક તરફ જગતભરમાં આવા કાર્યક્રમો યોજાતા હતા ત્યારે બીજી તરફ,મહિલાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ધારાસભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે,સેવાદળની મહિલાઓ સાથે પોલીસોએ ખરાબ વર્તન કર્યું […]

બલવાનોં કો તુ દે, દે જ્ઞાન…

છેલ્લું અઠવાડિયું શેરબજારની ઊથલપાથલ અને રશિયા-યુક્રેનના વિગ્રહના સમાચાર સાથેવીત્યું છે. સવારના પહોરમાં અખબાર ઉપાડીએ અને બોમ્બમારાની, સેંકડો ઘાયલ થયાની-મૃત્યુપામ્યાની ખબરો, પોતાનું શહેર છોડતા, રડતા લોકો-અનાથ થયેલા બાળકો અને એ બધાની સાથે ત્યાંફસાયેલા ગુજરાતીઓ-ભારતીયો વિશે જાણીને મન વિચલિત થતું રહ્યું. કોણ છે આ પુતિન? શુંજોઈએ છે એને? સામાન્ય વાચક માત્ર સમાચારો વાંચે છે… ખાસ કરીને જ્યારે […]

ન રામ, ન રહીમ, ઔર ઈન્સાન ભી નહીં !

23 ઓગસ્ટ, 2017 હરિયાણા-પંજાબ અને ચંદીગઢમાં કરફ્યૂ લાદવામાં આવ્યો. બે લાખકરતાં વધારે લોકો પંચકુલામાં જમા થયા. સીઆરપીને તૈનાત કરવામાં આવી અને 16 રેપિડ એક્શનફોર્સ, 37 શસ્ત્ર સીમા બળ, 12 ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને 21 બોર્ડર સિક્યોરિટી ફોર્સનીસાથે લોકલ પોલીસે ‘ગુરુગ્રામ’માં પ્રવેશ કર્યો… પંજાબના ચીફ મિનિસ્ટર અમરિન્દર સિંઘના કહેવામુજબ સાત લોકો અને નજરે જોનારા લોકોના […]

એક કદમ ઉઠા થા ગલત રાહે શૌક મેં…

ગ્રીષ્મા વેકરિયા, જિંદગીના 20 વર્ષ માંડ વીતાવ્યા હોય એવી છોકરીના નામની આગળ ‘સ્વ.’લખી દેવું પડે ત્યારે એના મા-બાપનું શું થાય ! આ તો એક કિસ્સો છે, જે આપણા સુધી પહોંચ્યો-કારણ કે, એના વીડિયો વાયરલ થયા, પરંતુ આપણે નથી જાણતા એવા અનેક કિસ્સા ભારતના નાનાનાના ગામડાંના ચોરે ને ચૌટે બનતા રહે છે. વધુ ભણવા માટે, સરપંચ […]

લતાઃ માત્ર સફળતા નહીં, ભયાનક સંઘર્ષ પણ…

સ્વર સામ્રાજ્ઞી, સ્વયં વસંત જેને લેવા આવી એવી કોકિલા લતા મંગેશકરની આગળ ‘સ્વ.’લખતાં હૃદય અને કલમ બંને કંપી જાય છે. ભલે એમણે ‘વીર ઝારા’ પછી સિનેમા માટે ગીતો ન ગાયાં,પરંતુ એમની હયાતિ અને એમનાં અસ્તિત્વની મહેક, એ હતાં ત્યાં સુધી ધૂપસળીની જેમ મહેકતીરહી. લોકોએ એમના પર જાતભાતના આક્ષેપો કર્યાં. અન્ય ગાયિકાઓની કારકિર્દી એમણે ન બનવાદીધી […]

બેડરૂમનો બળાત્કારઃ ગુનો કે ગેરસમજ ?

‘ભારતમાં લગ્ન સંબંધિત બળાત્કારની કોઈ વ્યાખ્યા કાયદાકીય રીતે મળતી નથી.’ એડવોકેટકરુણા નાન્દીએ કરેલી પબ્લિટ લિટિગેશનના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ‘સરકાર હજી આવિશે વિચારી રહી છે. અત્યારે આ કાયદા વિશે જે માહિતી અને સ્પષ્ટતામાં પહેલાં કહ્યું હતું કે,‘કોઈપણ પુરૂષની પત્ની 15 વર્ષથી ઉપરની હોય તો એની સાથે પતિના શારીરિક સંબંધને રેપ અથવાબળાત્કાર ગણી શકાય નહીં…’ […]

ઉત્તરપ્રદેશ: રાજનીતિ કે નીતિ વગરનું રાજ

યુપીની ચૂંટણીઓ માથા પર તોળાઈ રહી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે એક મજબૂતનિર્ણયશક્તિ અને કડક વલણ ધરાવતા ગુજરાતી મહિલા આનંદીબેન પટેલ ઊભાં છે. ઉત્તર પ્રદેશનીચૂંટણીઓમાં કોઈ ગેરરીતિ ન થાય એ જોવાની એમની જવાબદારી એ પૂરી નિષ્ઠાથી નિભાવશે એવુંલાગે છે. એક તરફ, અખિલેશ યાદવ બુમરાણ મચાવી રહ્યા છે તો બીજી તરફ, એમના જ ઘરમાંથીએમના સાવકા ભાઈની […]

વુમનઃ વિક્ટિમ, વોટર એન્ડ વિનર

હમારે વોટ ખરીદેંગે, હમકો અન્ન દે કર,યે નાગે જિસ્મ છુપા દેતે હૈ કફન દે કર,યે જાદુગર હૈ યે ચુટકી મેં કામ કરતે હૈ,યે ભૂખ પ્યાસ કો બાતો સે રામ કરતે હૈ.1975માં બનેલી ફિલ્મ ‘આંધી’ માટે ગુલઝાર સાહેબે લખેલું આ ગીત છે. ‘ગાંધી’માંથી ‘જી’કાઢી નાખીએ તો ‘આંધી’ રહે… દુર્ભાગ્યે આ દેશમાં લગભગ બધા જ નિર્ણયો રાજકીય […]

ત્રીજી લહેરનું સ્ટ્રેસઃ હજી સમય છે !

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગે છે, એની સાથે 15થી 18 વર્ષના કિશોરોનેઝડપી રસીકરણ પણ ચાલી રહ્યું છે. બાળકોને સ્કૂલ મોકલવા કે નહીં એ વિશે માતા-પિતા સ્ટ્રેસમાં છે.ઘરમાં રાખે તો અલગ પ્રકારનું સ્ટ્રેસ છે અને સ્કૂલમાં મોકલે તો જુદા પ્રકારનું… માણસ કમાય તો એકસ્ટ્રેસ, ને ન કમાય તો બીજું… લગ્ન કરે તો એક, ન કરે […]