Category Archives: Madhuban

નર અને નારાયણઃ અસ્તિત્વ અને અધ્યાત્મ

ગુજરાતમાં ગોધરા અનેક વાતો માટે પ્રસિધ્ધ છે. જેમાં સારી અને ખરાબ બંને સ્મૃતિ સંકળાયેલી છે.ગોધરા સાથે જોડાયેલી એક ખૂબ મહત્વની અને વંદનીય બાબત એ છે કે, ગોધરામાં મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંતવાલામે અને કાશીબહેનને ત્યાં એક પાંડુરંગ નામના સંતાનનો જન્મ 21 નવેમ્બર, 1898ના રોજ થયો હતો. આસંતાન પછીથી ‘રંગ અવધૂત’ના નામે ઓળખાયા. એમના અનુયાયીઓ એમની પૂજા ભગવાન […]

ટેક્સ અને ફેક્ટ્સઃ દેશમાં અને વિદેશમાં

ફાઈનાન્સિયલ વર્ષ આજે પૂરું થાય છે. 2023-24ના લેખાં-જોખાં, હિસાબો, ઉઘરાણી, ચૂકવણીઓ,લેવડ-દેવડ અને ટેક્સ ભરવાનો સમય આજે પૂરો થાય છે. કેટલા બધા લોકોએ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હશે, કેટલાબધા લોકો ઓક્ટોબરમાં કેટલો ટેક્સ ભરવો પડશે એની ગણતરીમાં અત્યારથી ગૂંચવાતા હશે! ટેક્સ ચૂકવવાની વાત આવે ત્યારે ભારતના નાગરિકો જરાક નાના મનના થઈ જાય છે. ભારત સરકારનાજેટલા ટેક્સ નાગરિક […]

જય વિઠલાણીઃ રંગભૂમિ માટે જન્મેલો ને રંગભૂમિને લીધે જીવેલો માણસ

બે દિવસ પછી વર્લ્ડ થિયેટર ડે છે… આખી દુનિયા રંગભૂમિ દિવસ ઉજવશે ત્યારે રંગભૂમિ માટે જન્મેલોઅને જીવી ગયેલો એક માણસ, જે હજી હમણા જ આપણી વચ્ચેથી વિદાય થયો છે. એની વાત કરવાનું મનથાય. 42 વર્ષની નાનકડી ઉંમરે એણે જામનગર જેવા નાનકડા શહેરમાં રહીને રંગભૂમિને પોતાની રીતે પૂરેપૂરીજાણી-માણી અને પામી લીધી. છેલ્લે જ્યારે તબિયત ખરાબ હતી […]

કુછ તો નિશાની છોડ જા, અપની કહાની છોડ જા…

લગભગ દોઢ સદી પહેલાં ફ્રાન્સમાં બળવો થયો. સિવિલ વૉર્નમાં એક છોકરો ફસાઈ ગયો હતો. એકતરફથી સૈનિકો ગોળીઓ છોડતા હતા બીજી તરફ, લોકો આગળ વધી રહ્યા હતા. એક નાનકડી છોકરી પોતાનાહાથમાં મશાલ લઈને વિદ્રોહી નાગરિકોમાં હિંમત અને પ્રેરણાનો સંચાર કરી રહી હતી. એક સૈનિકે આ જોઈનેછોકરીને એક જ બુલેટમાં ખતમ કરી નાખી. છોકરી તો મરી ગઈ, […]

સ્ત્રી મુક્તિઃ કેટલું સત્ય, કેટલું માર્કેટિંગ…

ભારત એક એવો દેશ છે જ્યાં એક સાથે અનેક માન્યતાઓ, ધર્મ, જ્ઞાતિ-જાતિ અને ભાષાઓતો વસે જ છે, પરંતુ અહીં એક સાથે અનેક કાલખંડ-અનેક સમય પણ વસે છે. મુંબઈ, બેંગ્લોર,ચેન્નાઈ જેવા શહેરોમાં ભારત પશ્ચિમની બરાબરી કરે છે. કમાતી સ્ત્રીઓ, આધુનિક વેશભૂષા, લિવઈન રિલેશનશિપ અને પબ, કલ્ચર સહિત અહીં એ બધું છે જે આપણને ભારતની બહાર જોવા […]

કન્યા શિક્ષણનો પાયોઃ કેટલાંક અવિસ્મરણિય નામો

આજે 2024ના સમયમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નું સૂત્ર એસ.ટી બસથી શરૂ કરીને રીક્ષાઓઅને ક્યારેક તો ટુવ્હીલરની પાછળ પણ જોવા મળે છે. દસમા કે બારમા ધોરણના બોર્ડની પરીક્ષાનારીઝલ્ટમાં પહેલા દસમાં છ કે સાત દીકરીઓ જોવા મળે છે. આર્મી, નેવી અને એરફોર્સ સહિતડૉક્ટર, એન્જિનિયર, શિક્ષણ, કોર્પોરેટ અને બીજી અનેક જ્વલંત કારકિર્દીમાં આજે દીકરીઓ આગળછે અને આગળ વધી […]

એબી અને એબીઃ પિતા અને પુત્રના અલગ વ્યક્તિત્વ, અલગ ઈતિહાસ

આવતીકાલે, પાંચમી ફેબ્રુઆરીએ અભિષેક બચ્ચનનો જન્મદિવસ છે. એમને 47 વર્ષ પૂરાં થશે. છેલ્લાથોડા સમયથી એમના અને ઐશ્વર્યારાયના છૂટાછેડાની અફવા ચાલી રહી છે, પરંતુ બચ્ચન પરિવારમાંથી કોઈએએ વિશે ‘હા’ કે ‘ના’ જેવી કોમેન્ટ કરી નથી. બચ્ચન સાહેબે ઐશ્વર્યાને ઈન્સ્ટાગ્રામ ઉપર ‘અનફોલો’કરી એવા એક સમાચાર વહેતા થયા, પછી તરત જ ન્યૂ યરના દિવસે બચ્ચન સાહેબે ‘ફેમિલી’ એવાટાઈટલ […]

જૈન ધર્મની 16 સતીઓ

વિશ્વના દરેક ધર્મમાં પૂજનીય સ્ત્રીઓ હોય છે. એ સ્ત્રીઓનાં ચારિત્ર્ય અને ચરિત્રથી ધર્મવધુ નિખરે છે, શોભે છે અને આ સ્ત્રીઓ આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ સ્વરૂપ પૂરવાર થાયછે. વિશ્વનો દરેક ધર્મ એવું શીખવે છે કે, સ્ત્રી ઈતિહાસની વાહક છે. એક પછી એક પેઢી સ્ત્રીનાંશરીરમાં જન્મ લે છે. અર્થ એ થાય કે, જે મા પોતાના સંતાનને […]

બારબાર રોના ઔર ગાના યહાં પડતા હૈ; હીરો સે હીરો સે જોકર બન જાના પડતા હૈ…

34 વર્ષનો એક છોકરો અસંખ્ય સપનાં અને ઝળહળતી કારકિર્દી બનાવવાની ઝંખના લઈને14મી જૂન, 2020ના દિવસે મૃતઅવસ્થામાં મળી આવ્યો. પટનામાં કૃષ્ણકુમાર સિંહ અને ઉષાસિંહના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો આ છોકરો આઈઆઈટીનો ગ્રેજ્યુએટ હતો. રાષ્ટ્રીયઓલેમ્પિયાડનો વિજેતા હતો. 2008માં ટેલિવિઝનથી શરૂ થયેલી એની કારકિર્દી 2020માં પૂરી થઈગઈ. એ દરમિયાન એણે 4 ટેલિવિઝન શો અને 12 ફિલ્મો આપી… મૃત્યુનું […]

ભારતીય રેલઃ કથા એક ભયાનક રાતની…

ભારતીય રેલવેએ પોતાના કર્મચારીઓ માટે ફ્લેક્સી અવર્સની વ્યવસ્થા કરી છે. કર્મચારીપોતાનો સમય પસંદ કરીને અનુકૂળતાએ પોતાની ડ્યૂટી કરી શકે એવી સગવડ વિદેશોમાં અનેકજગ્યાએ ઉપલબ્ધ છે, પરંતુ સરકારમાં આ કદાચ પ્રયાસ પહેલીવાર થયો છે. ભારતીય રેલ… દિવસનાકેટલા મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે! રેલવે ટ્રેક્સનું મેનેજમેન્ટ, સિગ્નલ્સ,બે ગાડીઓ અથડાઈ ન જાય એ માટે પાટા બદલવા, […]