Category Archives: Vama

સ્ટાર યા કલાકારઃ સામાજિક નિસ્બતની જવાબદારી કોની?

21મી એપ્રિલે અભિનેતા અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેન્ઝ અને હિતેચ્છુઓનીમાફી માગી. એમણે લખ્યું કે, ‘આજ પહેલાં મેં કોઈ દિવસ તમાકુ કે શરાબનો પ્રચાર કર્યો નથી. આજપછી પણ નહીં કરું, પરંતુ વિમલ ઈલાયચીની જાહેરખબર જોઈને આપ સૌની પ્રતિક્રિયાએ મનેજાગૃત કર્યો છે. કાયદેસરનો કોન્ટ્રાક્ટ હોવાને કારણે જાહેરાત એના નિશ્ચિત સમય સુધી ચાલશે, પરંતુએ પછી હું ક્યારેય […]

અખો, કબીર અને નરસિંહઃ સમય જુદા, વાત એક

એ અનંતને બોલ્યો ન જાય જી,મહતા ન આવે વાણીમાંય જી,વચન ન લાગે તો કયમ કહેવાય જી,મહાચૈતન્યધન નહીં મન કાય જી.સદા નિરંતર છે જ સરખા, વસ્તુવિચારે એ અશો. અખાનું આ કડવું અખેગીતામાંથી લેવામાં આવ્યું છે. અખેગીતામાં 40 કડવાં અને10 પદો છે. આ કડવાંમાં એમણે લખ્યું છે કે, જે જન્મ લેતો નથી અને જે નાશ પામતું નથી […]

જૂનું એટલું સોનું… તો “નવું” એટલું પ્લેટિનમ?

હો શામ ભી તો ક્યા? જબ હોગા અંધેરા, તબ પાયેગા દર મેરાઉસ દર પે ફિર હોગી તેરી સુબહ, તુ ન જાને આસપાસ હૈ ખુદા… ‘અંજાના અંજાની’ નામની એક લવ સ્ટોરીનું આ ગીત વિશાલ દદલાની અને શેખરરાવજીયાની નામના બે કવિઓએ લખ્યું છે. આપણે સામાન્ય રીતે નવા ગીતોની કવિતા ઉપર ઝાઝુંધ્યાન આપતા નથી. મોટાભાગના 50-55ના માતા-પિતા પોતાના […]

સ્વામી વિવેકાનંદઃ અઢીસો વર્ષ પહેલાં કહેલા શબ્દો આજે વધુ સત્ય છે

આવતીકાલે, 4થી જુલાઈએ સ્વામી વિવેકાનંદની નિર્વાણ તિથિ છે. આ દેશને સ્વામીવિવેકાનંદ જેવા યુવા નેતાની આજે તાતી જરૂર છે. આ દેશના યુવાનો પોતાની સંસ્કૃતિ ભૂલીનેપશ્ચિમના રંગે રંગાઈ રહ્યા છે. વસ્ત્રો, ભોજન, શરાબ, સિગરેટ, ડ્રગ્સ બધું જ પશ્ચિમથી આપણીતરફ આવી ગયું છે તો બીજી તરફ, યુરોપના દેશો અને અમેરિકામાં વેદ, ગીતા અનેવેજીટેરિયનઝિમનો પ્રચાર વધી રહ્યો છે. ભારતમાંથી […]

જયભિખ્ખુઃ એક સાહિત્યકાર અને વિશ્વમાનવ

‘જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો ને મનસ્વીપુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે?’ મૃત્યુ પૂર્વે પોતાની રોજનીશીમાં જેણે આ વાત લખી એબાલાભાઈ (ભીખાલાલ) વીરચંદભાઈ દેસાઈ. ગુજરાતી સાહિત્ય એમને ‘જયભિખ્ખુ’ નામે ઓળખેછે. એમનું મૂળ નામ ભૂલાઈ ગયું અને કલમનું નામ આજે પણ જીવિત છે. લગભગ ચાર દાયકા સુધીએ સતત લખતા […]

મંદી, મોંઘવારી, યુધ્ધ અને ચૂંટણી…

આજકાલ રશિયા બહુ ચર્ચામાં છે. હજી યુક્રેન પરના હુમલા અટક્યા નથી. યુએનનીદરમિયાનગીરી છતાં એકસરખા આતંક અને મૃત્યુના ઓળા યુક્રેન પર ઝળુંબે છે ત્યારે થોડી પાછળનજર કરવા જેવી છે. રશિયન સરકાર અથવા સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓને યાદ કરીએ તોએમાં સૌથી પહેલું નામ બોરિસ નિકોલાયવિચ યલ્તસીનનું લેવું પડે. સોવિયત યુનિયનની કોમ્યુનિસ્ટપાર્ટીના સભ્ય હોવા છતાં 1991માં એમણે રશિયામાં […]

પ્લાસ્ટિકઃ એક ડગલું વિનાશ તરફ રોજેરોજ

થોડા વખત પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરતો હતો. એક ગાયના પેટમાંથીસાડા પાંચ કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું… એ વીડિયો જોતા કોઈને પણ દયા અને અરેરાટીનીલાગણી થાય, પરંતુ પ્લાસ્ટિક ફેંકવાનું આપણે છોડી શકતા નથી. આપણી આસપાસની દુનિયામાંપ્લાસ્ટિકના વપરાશનો હિસાબ લગાવીએ તો આઘાત લાગે એવા આંકડા આપણી સામે આવે.રોજની 14,600 બોટલ્સ ફેંકી દેવાય છે. 15 લાખ કરતાં […]

લોજિકની બહાર, તર્કને હરાવે તેવાં સત્યો

अवतारा हयसंख्येया हरे सत्त्वनिधेद्विजाः ।यथाविदासिनः कुल्याः सरसः स्युः सहस्त्रशः ।। (श्रीमद् भागवत्, 9.6.26) જેમ વિશાળ સરોવરમાંથી નાના નાના અનેક ઝરણા નીકળે છે એમ પરમતત્વ ઈશ્વરનાઅસંખ્ય અવતારો થાય છે. આમ તો 10 કે 24થી વધુ અવતાર હોઈ શકે છે, પરંતુ 10 કે 24આપણી જાણમાં છે (ઉપલક્ષણથી ગણાવ્યા છે). આપણી પરંપરામાં અવતારોની ગણના બે રીતે થાયછે, દશાઅવતાર […]

ઉત્સવની પ્રાર્થના અને પ્રાર્થનાનો ઉત્સવ

આખું વિશ્વ બે વિભાગમાં વહેંચાય છે, પૂર્વ અને પશ્ચિમ… આ ભૌગોલિક વહેંચણી નથી,વિચારધારાઓની વહેંચણી છે. પાશ્ચાત્ય વિચાર, વિજ્ઞાન અને આધુનિકતા સાથે જોડાયેલો છે,જ્યારે પૂર્વ અધ્યાત્મ અને આસ્થા સાથે પોતાનું અસ્તિત્વ શોધે છે. પૂર્વને અનેક સંતો મળ્યા. સંતોપશ્ચિમ પાસે પણ છે, પરંતુ પૂર્વના સંતોની અભિવ્યક્તિ આગવી અને અંગત છે. દાદુ દયાલ, રહીમ,જ્ઞાનેશ્વર, નરસિંહ, બુલ્લેશાહ અને કબીર, […]

એસી કોઈ મૌજ નહીં, જિસકો કોઈ ખોજ નહીં, કોઈ ના કોઈ તો, હર કિસી કો લગતા હૈ પ્યારા

રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા ‘સમાપ્તિ’ ઉપર આધારિત ફિલ્મ ‘ઉપહાર’નું આ ગીત છે.સમાપ્તિની નાયિકા મૃણમયીના લગ્ન નાની ઉંમરે થઈ જાય છે. જમીનદારના ઘરમાં પરણીને આવેલીબ્રાહ્મણની દીકરી મૃણમયી હજી ગામના છોકરાંઓ સાથે રમે છે, આંબા પર ચઢીને કેરી તોડે છે…કલકત્તા ભણીને આવેલો એનો પતિ એનાથી મોટી ઉંમરનો છે. એને પ્રેમ, લગ્ન, સંબંધ અને શરીરસમજાય છે જ્યારે મૃણમયી […]