Category Archives: Rakt – Virakt

રક્ત – વિરક્ત | પ્રકરણ – 7

જેલર સોલંકીની ઓફિસમાં બેઠેલી શામ્ભવી લગભગ બેહોશ જેવી હતી. એનું શરીર તો ત્યાં હતું,પણ મગજ હજારો કિલોમીટરની ગતિએ આમથી તેમ દોડી રહ્યું હતું. સોલંકી ધૂંઆપૂંઆ હતો. સંગીતા ધ્રૂજતી,ડરેલી પોતાના બંને હાથ પાછળ બાંધીને સોલંકીના ટેબલની સામે ઊભી હતી. શિવ સોલંકીની સામે ખુરશીઉપર બેઠો હતો, અને એણે પૂછેલા સવાલોના જવાબની રાહ જોઈ રહ્યો હતો.‘અમે જેમને જોયા […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 6

શામ્ભવી તરફ જોઈ રહેલી સ્ત્રીઓની જેલની બધી મહિલા કેદીઓની આંખોમાં કંઈક એવું હતું જેશામ્ભવીને સમજાતું નહોતું, પરંતુ એ નજર એને વિચલિત કરી રહી હતી. કંઈ ન માની શકાય એવું દ્રશ્ય નજરસામે આવી જાય અને માણસ પોતાની જ આંખો પર વિશ્વાસ ન કરી શકે એવો, વિચિત્ર ભાવ હતો એ બધીઆંખોમાં.‘યે સારી ઔરતેં… જો તુમ્હેં દેખ રહી […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 5

‘સાંજે સોમચંદ પરિવાર ડીનર પર આવવાના છે. આમ તો મેં શામ્ભવીને બધું કહ્યું જ છે, પણ…’ કમલનાથેવાત અધૂરી છોડી. બંને જણાં ગાડીમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા. લલિતભાઈ ઘરનું બધું જ કામ, મેનેજમેન્ટસંભાળતા. સવારના ભાગમાં એ કમલનાથ સાથે ઓફિસ જતા. ઓફિસના એડમિનની થોડી ઘણી જવાબદારી પણલલિતભાઈના ખભે હતી. પત્નીના મૃત્યુ પછી કમલનાથ પોતાના મનની વાત […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 4

શામ્ભવી સવારે જાગી ત્યારે ફાર્મ હાઉસની તમામ ગેલેરીઝમાંથી દેખાતું પૂર્વનું આકાશ લાલ થઈ ગયું હતું. સૂર્યઊગવાની તૈયારી હતી. થોડો જેટલેગ અને થોડા એક્સાઈટમેન્ટને કારણે શામ્ભવી આખી રાત ઊંઘી શકી નહોતી.એના મગજમાં વારેવારે એક જ પ્રશ્ન સમુદ્રના મોજાં ખડક પર અથડાય એમ પછડાતો રહ્યો, ‘જેલમાં કામ કરવાનીવાતે બાપુ આટલા બધા ઉશ્કેરાઈ કેમ ગયા!’એણે મનોમન નક્કી કરી […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 3

હજી તો શામ્ભવી હમણાં જ ઘરમાં દાખલ થઈ હતી. ચાર વર્ષે ઘેર પાછી ફરેલી દીકરી સાથે સરખી વાતચીતશરૂ થાય એ પહેલાં જ બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. શામ્ભવીએ પોતાના ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા શરૂ કરીએ પહેલાં તો કમલનાથે એની વાત કાપી નાખી…ડાઈનિંગ રૂમમાંથી નીકળેલી શામ્ભવી સડસડાટ પગથિયાં ચડીને પોતાના રૂમમાં ગઈ. હજી ત્યાં મૂકેલી બેગ્સપર […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 2

ન્યૂયોર્કથી દુબઈ થઈને અમદાવાદ પહોંચેલી ફ્લાઈટમાંથી ઉતરીને બહાર આવી રહેલા મુસાફરો તરફ કમલનાથમટકુંય માર્યા વગર જોઈ રહ્યા હતા. એમની સાથે ઊભેલું બોડીગાર્ડ્ઝનું ટોળું પણ હાથમાં શામ્ભવીના ફેવરિટઓર્કિડના ફૂલનો ગુલદસ્તો, ચોકલેટનું પેકેટ લઈને ‘બેબી’ની પ્રતીક્ષા કરી રહ્યું હતું. થોડે દૂર ઊભેલો શિવ હજીકમલનાથની નજરે નહોતો ચઢ્યો. એની નજર પણ એરપોર્ટના એક્ઝિટ ગેટમાંથી બહાર આવતા લોકો તરફ […]

રક્ત – વિરક્ત | પ્રકરણ – 1

‘ચૌધરી રેસીડેન્સ’ લખેલા વિશાળ બંગલાના લોખંડના મોટા ગેટ ઈલેક્ટ્રોનિકલી ખૂલ્યા અને ઈ ક્લાસ, સફેદમર્સિડિઝ, નંબર જીજે 1 કે સી 9999 બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. વોચમેનની કેબિનમાં લગાડેલા ઘડિયાળમાંબરાબર દોઢ વાગ્યો હતો. રોજ આ જ સમયે, આ જ ગાડી, આ જ રીતે બંગલાના ગેટમાંથી પ્રવેશ કરતી. તેમ છતાં,રોજની જેમ જ બંગલાના ગેટ પાસે આવેલી નાનકડી વોચમેન […]