સ્ટીયરીંગ વ્હીલ પર માથું પછાડતો, ધ્રૂસકે ધ્રૂસકે રડતો માધવ બેબાકળો થઈ ગયો હતો. એણે ગાડીસ્ટાર્ટ કરી પણ જાણે પોતાના જ ઘરનો રસ્તો એને યાદ આવતો નહોતો…માધવમાં હિંમત નહોતી કે એ વૈશ્નવીને સત્ય કહી શકે અને કબીરે આપેલી થોડા કલાકનીમહોલત પહેલાં જો એ ર્નિણય ન કરે તો એની છેલ્લી આશા, કબીર પણ એને પાંચ કરોડ રૂપિયા […]
Category Archives: Vaat Ek Raat Ni
“આજે રાત્રે તારી પત્નીને લઈને આવજે. એને મૂકીને જતો રહેજે. સાથે આ બેગ લઈજજે.” કબીરે હોઠ પર જીભ ફેરવી, “સવારે લઈ જજે એને.” માધવને કોઈએ ઈલેક્ટ્રીકનો લાઈવવાયર અડાડી દીધો હોય એવો ઝટકો લાગ્યો. કબીરના ચહેરા પર કોઈ કસાઈની સ્થિરતા અનેસ્વસ્થતા હતી.“તું શું બોલે છે એનું તને ભાન નથી.” માધવે લગભગ રાડ પાડી.“બિલકુલ ભાન છે. તેં […]
માધવને ખરેખર આઘાત લાગ્યો હતો. જે માણસે એને અહીં સુધી પહોંચવામાં પળેપળ મદદકરી, જે માણસ એને પોતાનો “એક માત્ર મિત્ર” કહેતો હતો, જેની સાથે એણે પોતાના જીવનનીઅંગતમાં અંગત પળ, મજા, સુખ-દુઃખ વહેંચ્યા હતા એ માણસે પોતાને એવી જગ્યાએ લાવીને ઊભોરાખી દીધો હતો જ્યાં એની સામે હાથ ફેલાવીને ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહ્યોનહોતો…માધવને […]
એક તરફ વૈશ્નવી પોતાના મુંબઈના ઘરમાં માધવની ચિંતા કરતી ગેલેરીમાં આંટા મારી રહીહતી.બીજી તરફ, કબીર નરોલાની ઓફિસમાંથી નીકળેલો માધવ હતપ્રભ હતો… કબીરે એને જેકહ્યું હતું એ પછી માધવનું મગજ બહેર મારી ગયું હતું. ઓફિસના બિલ્ડિંગ નીચે ઊભેલા માધવનેપોતાના જ ઘરનો રસ્તો કેમે ય કર્યો યાદ નહોતો આવતો.“એક પણ શબ્દ બોલીશ તો એનું પરિણામ ભયાનક આવશે.” […]
એક તરફ ઓફિસની બહાર અગાશીમાં કબીરની સામે ઊભેલો માધવ સમજી નહોતો શકતોકે, એની સાથે શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે!તો બીજી તરફ, વૈશ્નવીનો ફોન ડિસકનેક્ટ કર્યા પછી એના પિતા મયૂર પારેખ બેચેન થઈગયા હતા. એ પોતાની દીકરીની ભૂલને માફ કરી શકે એમ નહોતા, તેમ છતાં અત્યારે દીકરી જેસમસ્યામાં સપડાઈ હતી એમાં એને […]
“કેમ કર્યું તેં આવું?” કબીર નરોલાની ઓફિસની ટેરેસમાં ઊભેલો માધવ રડું રડું થઈ રહ્યોહતો. પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે તકલીફ એને કબીર નરોલાએ પોતાની સાથે કરેલા દગાને કારણેથઈ હતી. એ કબીરને લગભગ ભગવાન માનતો હતો કારણ કે, જ્યારે આખી દુનિયાએ એને તરછોડીદીધો હતો ત્યારે, એના ભયાનક સંઘર્ષના દિવસોમાં આ માણસે, કબીર નરોલાએ એનો હાથ પકડીનેએને […]
“તું ફસાઈ ગયો, બસ!” કહેતી વખતે પણ કબીરના ચહેરા પર કોઈ કડવાશ નહોતી… એણેસાવ સ્વાભાવિક રીતે કહ્યું હતું. સહજ મોહક સ્મિત સાથે.છ ફૂટ બે ઈંચ જેટલી ઊંચાઈ, કસરતી પહોળા ખભા પણ કોઈ હન્ક જેવું, અકુદરતી રીતેબનાવેલું સિક્સ પૅક બોડી નહોતું એનું. એનું શરીર સરસ શૅપમાં હતું. એને પહેરેલા કપડાં શોભતાં,કંઈ પણ પહેરે એ સારો જ […]
કબીરનો ફોન ડિસકનેક્ટ થઈ ગયો. માધવ અને વૈશ્નવી કોઈ ચિત્રમાં દોર્યા હોય એવાનિઃશબ્દ, સ્તબ્ધ ઊભાં હતાં, “હું જઈને આવું.” માધવે કહ્યું, “મેં નહોતું કહ્યું…”“તેં નહીં મેં કહ્યું હતું.” વૈશ્નવીએ જરાક કડવાશથી કહ્યું, “કબીરને ફોન કરવાનું મેં કહ્યું તને.”માધવ કંઈ કહેવા ગયો, પણ એણે હાથ ઊંચો કરીને એને અટકાવ્યો, “આ રમતમાં એકલો કબીરનથી.” વૈશ્નવીની આંખોમાં મયૂર […]
એમણે જે કંઈ પ્લાનિંગ કર્યું હતું એ મુજબ આજે તો જાન આવવાની હતી. મયૂરભાઈએ‘સાદાઈ’ના નામે આટલા પૈસાવાળા પરિવારને માત્ર ૧૦૦ માણસ લઈને આવવાનું કહ્યું હતું. પછીથીમોટી પાર્ટી અને ત્રણ-ચાર દિવસનું ફંક્શન કરવાનું વચન આપીને આ લગ્ન જેમ-તેમ નિપટાવીદેવાનો એમનો મનસૂબો મનમાં જ રહી ગયો હતો, એનો અફસોસ તો હતો હવે એમને શું જવાબઆપવો એ વિશે […]
અમદાવાદમાં આઈઆઈએમનું કેમ્પસ વસ્ત્રાપુરની પાસે ગાઢ વનરાજી અને હરિયાળાવૃક્ષોની વચ્ચે આવેલું છે. અમદાવાદના ભાગતા, દોડતા, હાંફતા ટ્રાફિક સાથે આ નાનકડા કેમ્પસનેજાણે કોઈ નિસબત જ ન હોય એવું મહાનગરથી વિખૂટું પડી ગયું હોય, એવા કેમ્પસમાં વૈશ્નવીનેઅચાનક જોઈને માધવની આંખો પહોળી થઈ ગયેલી.“વૈશ્નવી? તું? અહીં?” માધવનો અવાજ ફાટી ગયેલો. એણે વૈશ્નવીને પૂછ્યું હતું, “તું તોજામનગર હતી… અહીં […]
- 1
- 2