Category Archives: Ladki

ભાગઃ 2 | મેં લખેલા ત્રણ હજાર પત્રોમાંથી મારી બેને ફક્ત 160 જ સાચવ્યા,જો એ પત્રો હોત તો મારી સાચી ઓળખ થઈ શકી હોત!

નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ 11 વર્ષની ઉંમરે બ્રિટીશ પરિવારમાં ઉછરેલી કોઈ છોકરી સાહિત્યની રચના કરે… આ વિચારજ કદાચ મારા પરિવાર માટે આઘાતજનક હતો. એ સમયે લખાતી નવલકથાઓ સ્ત્રીને ઉપદેશઆપવા માટે, એની પ્રેમની લાગણીઓ અને ભાવનાત્મક, સંવેદનાઓને વધુ પ્રબળ બનાવવા માટેલખાતી હતી. એવા સમયમાં મેં જે કંઈ લખ્યું એ સ્ત્રી […]

ભાગઃ 1 | હું હતી ત્યારે મારી નવલકથાઓને સફળતા ન મળી, પરંતુ 2024માં એની ફિલ્મો અત્યંત સફળ

નામઃ જેઈન ઑસ્ટિનસ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલસમયઃ 19 જુલાઈ, 1817ઉંમરઃ 41 વર્ષ મારું નામ જેઈન ઑસ્ટિન છે.આજે દુનિયાના કેટલાય લોકો મારી લખેલી નવલકથા પરથી બનેલી ફિલ્મો જોઈ રહ્યા છે.19મી સદીની શરૂઆતમાં લખાયેલી આ નવલકથાઓ સેન્સ એન્ડ સેન્સિબિલિટી (1811), પ્રાઈડએન્ડ પ્રેજ્યુડિસ (1813), મેન્સફિલ્ડ પાર્ક (1814), એમ્મા (1816), નોર્થરેન્જર એબી (1818),પર્સ્યુએશન (1818), લેડી સુઝાન (1871) આ નવલકથાઓ પોતાના સમયથી […]

ભાગઃ 6 | હું મારા દીકરાની પહેલી ફિલ્મ જોવા જીવી ન શકી

નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ સંજય જ્યારે સ્કૂલથી પાછો આવ્યા ત્યારે એણે આગળ ભણવાની ના પાડી દીધી. એણે કહ્યુંકે, એને ભણવામાં જરાય રસ નહોતો. હું તો એને ડોક્ટર બનાવવા માગતી હતી, પરંતુ એણે એકદિવસ અભિનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. સુનીલને બહુ ગમ્યું નહીં, પરંતુ અભિનેતાની જિંદગીઅસુરક્ષિત […]

ભાગઃ 5 | લાડ અને પ્રેમમાં ફેર છે એ વાત મને થોડી મોડી સમજાઈ

નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ સુખ બહુ લાંબુ ટકતું નથી કે પછી દુઃખ અને સુખને એકબીજા સાથે જ રહેવાનું હશે. પ્રિયાઅને નમ્રતાનો જન્મ પછી અમારા ઘરમાં આનંદ અને સુખ જાણે અમારા પરિવારનો સભ્ય હોય એમજીવન અત્યંત સુખી થઈ ગયું. સુનીલજીની સાથેના મારા લગ્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો […]

ભાગઃ 4 | રાજથી બલરાજઃ દે ગયીં ધોકા હમેં નીલી નીલી આંખે

નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ નિયતિ આપણને રમકડું માનીને રમે છે. આપણે કંઈક વિચારીએ પણ અલ્લાહે જે માન્યું કેવિચાર્યું હોય એમાં આપણું કંઈ ચાલતું નથી… મારી અમ્મીને માટે મારી કારકિર્દીથી અગત્યનું કંઈ નહતું. એ સેટ ઉપર મારી સાથે સતત હાજર રહેતી. નિર્માતાઓ સાથે પોતે જ વાત […]

ભાગઃ 3 | યુસુફ અને રાજઃ દો લફ્ઝોં કી એક કહાની, એક મહોબ્બત, એક જવાની

નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ દરેક વ્યક્તિ પોતાના જન્મ સાથે પોતાનું ભાગ્ય લઈને આવતી હોય છે. ગ્રહો, કુંડળીઓ,નસીબ એવા બધા શબ્દોમાં આપણે માનીએ કે ન માનીએ, પરંતુ ઋણાનુબંધ અને એની સાથેજોડાયેલા કેટલાક સંબંધો વિશે માનવું જ પડે છે. મારી મા સાવ નાનપણથી જ ઈચ્છતી હતી કે, […]

ભાગઃ 2 | સફળ કારકિર્દી અને ત્રણ લગ્નઃ ફાતિમા રાશીદનો જન્મ

નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ આંખ મીંચીને હોસ્પિટલના બિછાના પર સૂતેલી દરેક વ્યક્તિ બે-હોશ નથી હોતી! એનેઆસપાસના જગતનો, બની રહેલી ઘટનાઓનો, બોલાતા શબ્દો અને સ્પર્શનો અહેસાસ હોય છે,પરંતુ એ પોતે સજીવ હોવાનો, જાગતા હોવાનો અહેસાસ બીજા લોકોને કરાવી શકતી નથી એ એનુંબદનસીબ છે. આજે સવારે અગિયાર […]

ભાગઃ 1 | મારી મા એક તવાયફ હતી!

નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમયઃ બીજી મે, 1981ઉંમરઃ 51 વર્ષ હું આંખો બંધ કરીને મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં કદાચ, અંતિમ શ્વાસ ગણી રહી છું.સહુ માને છે કે, હું કોમામાં છું. મેડિકલ સાયન્સ પણ કદાચ એમ જ માને છે. મારું શરીર સ્થિર છે.શ્વાસ સંતુલિત છે. આંખો બંધ છે અને અન્ય કોઈ હલનચલન […]

ભાગઃ 5 | ધ હીટ ગર્લ

નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ હિન્દી સિનેમાના બે દાયકા અત્યંત સફળતાપૂર્વક જીવ્યા પછી પણ એક ગ્લેમર ગર્લનું જેસ્ટીકર મારા પર લાગ્યું હતું એ ચિપકેલું જ રહ્યું. વૃક્ષની આસપાસ ફરવું, હીરો સાથે ગીતો ગાવા,લોજિક ન હોય એવી વાતમાં સમર્પણ કરવું, જુઠ્ઠું બોલીને હીરોને પોતાનાથી દૂર કરવો અને પછીપીડામાં-વિરહમાં તડપવું… આ બધી કથાઓ એ […]

ભાગઃ 4 | મેં ફિલ્મો નકારી, ફિલ્મોએ મને નકારીઃ નસીબ મેં જિસકે જો લિખા થા…

નામઃ આશા પારેખસ્થળઃ જુહુ, મુંબઈસમયઃ 2024ઉંમરઃ 81 વર્ષ એક અભિનેત્રીના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. સફળતા-નિષ્ફળતા એના જીવનનોહિસ્સો હોય છે અને એ સ્વીકાર્યા વગર કોઈ પાસે છુટકો નથી હોતો. જાહેરજીવન એક એવીપરિસ્થિતિ છે જેમાં લોકો અનેક પ્રકારની વાતો કરે, આપણા વિશે કેટલીક ધારણાઓ બાંધી લે-જેનેઆપણે બદલી શકતા નથી ને એમાંય 1960-70નો દાયકો ટેલિવિઝન કે સોશિયલ […]