Category Archives: Mumbai Samachar

ભાગઃ3 | દેખો કભી તો પ્યાર સે, ડરતે હો ક્યોં ઈકરાર સે…

નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ મારી વચલી બહેન રિયાસતની શાદી અખ્તર હસન સાથે થઈ હતી. અખ્તરભાઈ એવખતે હૈદરાબાદમાં ઉર્દૂ ‘પયામ’ ડેઈલી પેપરના તંત્રી હતા. પોતે શાયર હતા અને એમનું ઘર હંમેશાંજુદું વિચારતાં સમાજને બદલવા માગતા તરક્કી પસંદ લોકો માટે બેઠકનું કેન્દ્ર હતું. ફેબ્રુઆરી,1947માં કેટલાક પ્રગતિશીલ સાહિત્યકારોની કોન્ફરન્સ હતી. અખ્તરભાઈએ કૈફી આઝમી, મઝરુહસુલ્તાનપુરી, […]

ભાગઃ2 | એ દિવસોનું હૈદરાબાદઃ રંગીન દુપટ્ટા અને અમીરોની ઐય્યાશી

નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષ કૈફી આઝમી, આજે આપણી વચ્ચે નથી, પણ એમણે લખેલા ગીતો, એમના શબ્દ,એમના વિચારો અને એમની અવિસ્મરણિય રચનાઓ આજે પણ ક્યારેક રેડિયો પર સાંભળું ત્યારે હુંભૂતકાળમાં સરી પડું છું. મેં જે વાતાવરણમાં આંખો ખોલી એ જરા જુદા પ્રકારનું હતું. મારા પિતાદીકરીઓને ભણાવવાના અને સ્વતંત્રતા આપવાના વિચારો સાથે નવી […]

હું છું, મિઝવાં છે, ચા છે… તમે ક્યાં છો, કૈફી? ભાગઃ1

નામઃ શૌકત કૈફીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2018ઉંમરઃ 93 વર્ષજિંદગી નામ હૈ કુછ લમ્હોં કાઔર ઈનમેં ભી વહી ઈક લમ્હાજિસમેં દો બોલતી આંખેચાય કી પ્યાલી સે જબ ઉટ્ઠેંતો દિલ મેં ડૂબેંડૂબકે દિલ મેં કહેઆજ તુમ કુછ ન કહોઆજ મૈં કુછ ન કહૂંબસ યૂં હી બૈઠે રહોહાથ મેં હાથ લિએગર્મીએ-જઝ્બાત લિએકૌન જાને કિ ઇસી લમ્હે મેંદૂર પર્બત પે […]

ઝમીને અવધ ભી નસીબ ન હુઈ, મેરી કબ્ર બનાને કો…

મારું અવધ, મારું લખનઉ જાણે કે ઉજ્જડ થઈ ગયું… અંગ્રેજોએ એ સુંદર શહેરને સ્મશાનમાં ફેરવી નાખ્યું.વાજિદઅલી શાહને ઈમારતો બાંધવાનો ગજબનો શોખ હતો. વાજિદઅલી શાહે પોતાની અસફળ જિંદગીમાં અનેનામમાત્રની બાદશાહીના થોડા જ સમયમાં બંધાવી એટલી ઈમારતો અને બાગ તો નહિ જ બનાવ્યા હોય. ઈમારતોઉપરાંત બાદશાહને જાનવરોનો શોખ હતો. એ શોખ પણ એણે એટલી હદ સુધી પહોંચાડી […]

અવધ મારી કર્મભૂમિ અને માતૃભૂમિ બની ગયું

મને તો એમણે તલાક આપી દીધા હતા. મને જ નહીં, ‘મુત્આ’ ના કાયદા પ્રમાણે એમણે લગ્ન કરેલી અનેકદાસી, ખવાસણો, તવાયફો, બેગમો અને રાણીઓને તલાક આપી દેવામાં આવ્યા હતા. એમાંની કેટલીક અવધ છોડીનેચાલી ગઈ તો કેટલીક તવાયફોએ અવધમાં જ પોતાના કોઠા ખોલી દીધા. કેટલીક બનારસ ચાલી ગઈ ને કેટલીકઅંગ્રેજોના આશરે જઈને એમના સિપાઈઓનું મનોરંજન કરવા માટે […]

એક દાસીમાંથી બેગમ બનવા સુધીનો પ્રવાસ

બેગમોની ટુકડીઓ બનાવી દેવામાં આવી હતી અને તેમને ભિન્ન ભિન્ન પ્રકારની નૃત્ય અને સંગીતનીતાલીમ આપવામાં આવી હતી. રાધા મંઝિલવાલિયાં, ઝુમર-વાલિયાં, લરકનવાલિયાં, શારદા મંઝિલવાલિયાં,નથવાલિયાં, ઘૂંઘટવાલિયાં, રાસવાલિયાં, નકલવાલિયા અને એવી બીજી કેટલીયે ટુકડીઓ હતી જેને નાચ-ગાનનીઊંચી તાલીમ આપવામાં આવી હતી અને એમના નાચગાનથી બાદશાહ પોતાનું દિલ બહેલાવતો. તેમાંની ઘણીખરીતો બાદશાહની સાથે ખાસ સુલ્તાનખાનામાં રહેતી નામ : બેગમ […]

સલ્તનતની મુખ્તયાર કે ભાગેડુ નિરાશ્રિત ?

હું અત્યારે કાઠમંડુમાં છું. મારા પોતાના શહેરથી બેદખલ, મારી મિટ્ટીથી દૂર કદાચ અહીં જ જન્નત નશીનથઈ જઈશ… અહીંની મિટ્ટીમાં દફન થઈ જઈશ. મારી કબર પણ બનશે કે નહીં કોને ખબર ! અવધની બેગમ,રિયાસતની હકુમત પર એકચક્રી સાશન ચલાવનાર, મારા નવાબજાદા બિરજિસ કદ્રને અવધની ગાદી ઉપર બેસાડીનેબળવો કરનાર… બેગમ હઝરત મહાલ ઈતિહાસના પન્નાઓમાં ખોવાઈ જશે. કોઈ […]

મજૂર મહાજનઃ મારું અસ્તિત્વ અને મારા જીવનનો ઉદ્દેશ

ગાંધીજીની સલાહથી મેં મજૂરોના પ્રશ્નો ઉપાડ્યા. મજૂરોની હડતાળ પડી. 21 દિવસ હડતાળ ચાલી. એપછી ચર્ચા શરૂ થઈ. હડતાળ દરમિયાન હું ભાઈનો વિરોધ કરવા માટે સાબરમતી નદીના પટમાં રેતી પર તંબૂમાં રહેવાચાલી ગઈ. એક પક્ષે નાનો ભાઈ અને સામે પક્ષે હું, મોટી સગી બહેન. ગાંધીજી અમને બંનેને સાથે બેસાડીનેજમાડતા. બહેન જાતે ભાઈને જમાડે. ભાઈબહેન આમનેસામને હોવા […]

સારાભાઈ પરિવારમાં સંપત્તિ સાથે શિક્ષણ અને સંસ્કાર પણ વારસામાં આપવામાં આવતા.

1937-38નો એ સમય હતો જ્યારે 60થી વધુ ઓરડાવાળો ‘રિટ્રીટ’ બંગલો તૈયાર થયો. અંબાલાલસારાભાઈ, સરલાદેવી મને અને બાળકોને વાંચવાનો જબરો શોખ હતો. 50 હજારથી વધુ પુસ્તકો વસાવવામાંઆવ્યાં. ‘રિટ્રીટ’ના સ્વિમિંગ પુલમાં અમલદારો તરવા માટે આવતા. અંદર જ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકેગ્રાઉન્ડ અને ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યાં. ‘રિટ્રીટ’ના કંપાઉન્ડમાં ઘોડેસવારી માટે ટ્રેક પણ તૈયાર કરવામાંઆવ્યો. અમે સૌ […]

સારાભાઈ અને સ્વતંત્ર વિચારો… એકબીજાના પર્યાય હતા

1912માં મારા ભાઈએ મને શિક્ષણ માટે ઈંગ્લેન્ડ મોકલી. એમની ઈચ્છા તો મને ડોક્ટર બનાવવાની હતીકારણ કે, હું ભણવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ ત્યાં પ્રાણીઓ ચીરવાં પડતાં અને મડદાની વાસને કારણે હું બેભાનથઈ ગઈ. અમે જૈન પરિવારમાં ઉછર્યા હતા. અમારા ઘરમાં શુદ્ધ શાકાહારી ભોજન બનતું એટલું જ નહીં, મારાકાકા-કાકી તો કાંદા-લસણ અને કંદમૂળ પણ ન ખાતા. […]