જીસ પથ પે ચલા, ઉસ પથ પે મુઝે તુ સાથ તો આને દે…

છેલ્લા કેટલાય સમયથી આપણે નાની ઉંમરે હાર્ટ એટેકમાં મૃત્યુ પામતા પુરુષોના સમાચારસાંભળી રહ્યા છીએ. ખાસ કરીને, કોરોના પછી 40 અને 50ની વચ્ચેની ઉંમરના પુરુષોને હાર્ટએટેકનું જોખમ વધી રહ્યું છે. કેટલાક તબીબોની એક માન્યતા એવી છે કે, કોરોનાના વેક્સિન અને એસમયે અપાયેલી દવાઓના કારણે લોહીમાં ક્લોટ થયા હોવા જોઈએ, એ ક્લોટ હૃદય પાસે આવીનેઅટકે ત્યારે હાર્ટ […]

પ્રકરણ – 14 | આઈનામાં જનમટીપ

જુહુ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેઠેલા દિલબાગે પોતાના વકીલને બોલાવી લીધો હતો. કેટલાય લોકોનીનજર સામે વિક્રમજિતે ગોળી ચલાવી હતી એટલે એની બેઈલ અસંભવ હતી, પરંતુ વકીલને વિશ્વાસ હતો કે,દિલબાગની બેઈલ થઈ જશે. વકીલે લોકઅપની બહાર ઊભા રહીને દિલબાગને આશ્વાસન આપ્યું, ‘સર, કાલે કોર્ટઊઘડતા જ તમને બહાર કાઢી લઈશ.’ દિલબાગ માથે હાથ દઈને બેઠો હતો. એના ખભા […]

ભાગઃ 2 | સિનેમા, સંબંધો અને સ્ટેટસઃ ટૂંકાગાળામાં લાંબો પ્રવાસ

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ જિંદગી આપણને દરેક વખતે નવા વળાંકે લાવીને મૂકતી હોય છે. દરેક નવો વળાંક ક્યાંકપહોંચે જ એવાં વચન તો જિંદગી પાસેથી માગી શકાતા નથી, પરંતુ એ વળાંક નહીં વળવાનોઅધિકાર […]

અબ તેરે બિન… જી લેંગે હમ!

કેટલીક પ્રેમકથાઓ એની ટ્રેજેડીને કારણે વર્ષો સુધી યાદ રહેતી હોય છે. દિલીપકુમાર-મધુબાલા, મીનાકુમારી-કમાલ અમરોહી, દેવઆનંદ-સુરૈયા, રેખા-અમિતાભની જેમ સુલક્ષણા પંડિતઅને સંજીવ કુમારની પ્રેમકથા પણ કદાચ, આવી જ કોઈ ટ્રેજેડી છે. સંજીવ કુમારનો જન્મદિવસ 9જુલાઈ, 1938 અને સુલક્ષણા પંડિતનો જન્મદિવસ 12 જુલાઈ, 1954. સુલક્ષણા પંડિતના પિતા પ્રતાપ નારાયણ પંડિત સંગીતના જ્ઞાતા. એનો મોટોભાઈ મંધિર અનેબે નાના ભાઈઓ […]

મોમ, યુ હેવ રેઈઝ્ડ એ પરફેક્ટ મેન.

એક પુત્રવધૂએ એની સાસુને એના જન્મદિવસે એક કાર્ડ આપ્યું, જેમાં એણે લખ્યું હતું, ‘તમે સાસુતરીકે કદાચ બહુ સારા નથી. મને તમારી સામે ઘણા વાંધા છે, પરંતુ આજે તમને એક વાત માટે કોમ્પ્લિમેન્ટ આપુંછું… તમે તમારા દીકરાનો ઉછેર બહુ સરસ રીતે કર્યો છે. એક શાલિન, સમજદાર, સંવેદનશીલ અને સ્નેહાળ પુરુષનોઉછેર સરળ નથી. તમે એક પરફેક્ટ પુરુષ […]

કકળાટ કરે તે જીતે મનવા, શાંત રહે તે હારે?

અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે, શાંત રહેવું, ક્ષમા કરવી અને સ્નેહ કરવો એ જ જીવનનુંસત્ય છે. કેટલાક વડીલો વારંવાર કહે છે, ‘ફાવશે, ચાલશે, ગમશે ને ભાવશે’ – આ ચાર શબ્દો શીખીજાઓ તો સુખી થઈ શકાય. લગ્ન કરીને સાસરે જતી દીકરીને પણ આજથી બે-ત્રણ દાયકા પહેલાંએવી જ સલાહ આપવામાં આવતી, ‘સહન કરજે, શાંત રહેજે અને […]

પ્રકરણ – 13 | આઈનામાં જનમટીપ

દિલબાગને પાછળ ધકેલીને વિક્રમજિત આગળ આવી ગયો. પોતાની આગળ ઊભેલી શફકના ગળામાં હાથલપેટીને અલ્તાફના માણસે પોતાની રિવોલ્વર ખેંચી કાઢી. કોઈ કશું સમજે તે પહેલાં અલ્તાફના માણસે ગોળી છોડી,જે દિલબાગના ખભાને ઘસાઈને પસાર થઈ ગઈ, પણ વિક્રમજિતે છોડેલી ગોળી સીધી શફકના પેટમાં વાગી. એનાથીચીસ પડાઈ ગઈ. કોઈ કશું સમજે તે પહેલાં વિક્રમજિતે બીજી ગોળી છોડી, જે […]

ભાગઃ 1 | ચીનના સૌથી શક્તિશાળી પુરુષની પત્ની-છતાં અસહાય અને એકલી

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ બેઈજિંગના હરિયાળા પહાડોની વચ્ચે એક મોટા સફેદ પત્થરની કબર છે. એ કબર ઉપર મારુંસૌથી પહેલું નામ લખ્યું છે. ‘લી હ્યુન્હે – 1914 થી 1991’. મારા અનેક નામ છે, […]

સ્વાદ, સ્વાસ્થ્ય અને સંબંધો ત્રણેયનો આધાર ભોજન પર છે?

આજના સંજોગોમાં સૌથી વધુ જોવાતા ટીવી શો કે કાર્યક્રમ કયા છે? યુટ્યુબ ઉપર સૌથી વધુસર્ચ થતી કે સબસ્ક્રાઈબ થતી ચેનલ્સ કઈ છે? આપણને જાણીને કદાચ નવાઈ લાગે, પરંતુ આ પાકશાસ્ત્રકે રસોઈ શો, રેસિપી બતાવતા લોકોની ચેનલ્સ છે. ગૃહિણી જે ગઈકાલ સુધી ફક્ત ઘરમાં રસોઈ જ કરતીહતી, એવી કેટલીયે સ્ત્રીઓ હવે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરીને […]

પતિને કારણે છોડવું છે, સાસુ માટે રહેવું છે… આ કેવું?

એક વાચકનો પત્ર આવ્યો છે, ‘મને મારા પતિ સાથે સહેજ પણ ફાવતું નથી. એમનો સ્વભાવ તોછડોઅને વિચિત્ર છે, પરંતુ મારા સાસુ એટલા બધા સારા છે કે મને છૂટાછેડા માગતા શરમ આવે છે. હું પતિ સાથેરહી શકું એમ નથી અને સાસુને છોડી શકું એમ નથી… સમજાતું નથી શું કરું!’ જામનગરની પાસેના એકગામથી આવેલા આ પત્રમાં સામાન્યથી […]