જિસકી લાઠી ઊસકી ભેંસ… ને લાઠી વગરનાનું શું ?

બુધવારના અખબારમાં એક સમાચાર વાંચ્યા, પત્નીના બ્યૂટી પાર્લરના સામે બેસી ચેનચાળા કરતા કેટલાકયુવાનોને જ્યારે પતિ ઠપકો આપવા ગયો ત્યારે એ યુવાનોએ ભેગા થઈને પતિ અને બ્યૂટી પાર્લર ચલાવનારાબેનના દીકરાને માર્યાં ! ‘ઊલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવી આ વિચિત્ર પરિસ્થિતિમાં એક સ્ત્રી અને નાગરીકતરીકે મને સવાલ થાય છે કે, આપણે મહિલાઓની સલામતી વિશે અનેક વાતો […]

પ્રાણ અને અન્નઃ સ્વસ્થ શરીરના બે પૈડાં

જ્યારથી કોરોના બજારમાં આવ્યો છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે ઓર્ગેનિક, ઈમ્યુનિટી, એક્સરસાઈઝ,હેલ્થ, કંટ્રોલ, હિલીંગ જેવા શબ્દો વારંવાર વપરાય છે. જે લોકો તદ્દન બેદરકાર અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવ જ આળસુ હતાએવા લોકોએ પણ વજન ઉતારવાનું શરૂ કર્યું છે, પ્રાણાયમ, વૉક અને એક્સરસાઈઝ ઉપર ફોકસ કરવા માંડ્યું છે. આજકાલપ્રાણાયામનો બહુ પ્રચાર થવા લાગ્યો છે. ગયા […]

આઝાદી, સ્વતંત્રતાઃ હુઝ લાઈફ ઈઝ ઈટ, એની વે ?

ભારત આઝાદ છે, વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર છે છતાં, આપણે ગરીબી, બેકારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવાસામાન્ય પ્રશ્નોને હજી સુધી સંપૂર્ણપણે હલ કરી શક્યા નથી. નવાઈની વાત એ છે કે, સરકાર ગમે તેટલો પ્રયાસ કરે તેમ છતાં,ભારતીય ગણતંત્ર સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે જાણે કે કટિબધ્ધ હોય તેમ સતત સરકારી નિયમો અને કાયદાનુંઉલ્લંઘન કરતું રહ્યું […]

ગણતંત્ર એટલે ગણવું કે ગણગણવું નહીં…

“રંડી…” ગુજરાતી ફિલ્મોના એક જાણીતા અભિનેતા હિંદી ફિલ્મોની એક જાણીતી બિન્દાસ્ત અભિનેત્રીનેહાલોલના લકી સ્ટૂડિયોમાં ગાળ બોલે છે. આ ગાળનો અર્થ શું અને આટલા પ્રસિધ્ધ માણસ શું બોલ્યા એનીસમજ નહોતી મને… પરંતુ એ અભિનેત્રી એ ત્યારે આપેલો જવાબ મારા મગજમાં ફીટ બેસી ગયેલો. ગાળ સાંભળ્યા પછી એ અભિનેત્રી સહેજ હસી હતી, અદબવાળીને સ્ટુડિયોના ફોયરમાં જ્યાં અનેકલોકો […]

શું આપણે ક્રૂર અને વિકૃત થઈ રહ્યા છીએ…

બિહારના એક ગામમાં સાત જણાંએ મળીને 19 વર્ષની એક છોકરીનો બળાત્કાર કર્યો. એ પછી છોકરીની લાશનેગામના ચોરે લટકાવી દેવામાં આવી. લાશ ઉપર પાટિયું મારવામાં આવ્યું, ‘આ ગામમાં જે વધુ પડતી બહાદુરી બતાવવાનોપ્રયાસ કરશે એની આ જ સ્થિતિ થશે.’ છોકરીના માતા-પિતા ત્રણ દિવસ ચોરે બેસીને રડતા રહ્યા. પોલીસને બોલાવવાનોપ્રયાસ નિષ્ફળ ગયો. અંતે બળાત્કારીઓની માફી માગીને એ […]

સજના હૈ મુજે, ‘સજના’ કે લિયે…

1973માં રીલીઝ થયેલી, નૂતન, અમિતાભ બચ્ચન અને પદ્મા ખન્નાની કાસ્ટ સાથે બનેલી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ, સુધેન્દુરોય દિગદર્શિત ‘સૌદાગર’માં રવિન્દ્ર જૈનના શબ્દો અને સંગીત સાથેનું એ ગીત ખૂબ લોકપ્રિય થયેલું. આશા ભોંસલેના અવાજમાંગવાયેલું આ ગીત, ‘પાની પડે તન પે તો સોલા નિકલે, જાને કૈસી અગન મેં બદલ જલે… દિનભર કી થકન ઉતાર લૂં, હર અંગ કારંગ […]

ગ્લોબલ ગુજરાતીઃ સંપત્તિ નહીં, સ્પોર્ટ્સ, લાડ નહીં, લશ્કર…

ભારતને હોકીમાં બ્રોન્ઝની ભેટ આપનાર હોકી ટીમને સૌએ અભિનંદન આપ્યા. કેટલાં વર્ષો પછીઓલમ્પિકમાં ભારત પાસે પોતાની પીઠ થાબડી શકાય એવું પ્રદર્શન જોવા મળ્યું છે. આખી હોકી ટીમમાં એક પણગુજરાતી છોકરી નથી… એ વાત નવાઈ લાગે એવી નથી ? શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ માં પણ આખાદેશમાંથી આવેલી હોકી ટીમમાં હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને છેક […]

અધિકાર: જાણો, અને માંગતા શીખો

ભારત અને પાકિસ્તાન વચ્ચે દર વર્ષે એવા લોકોનો વિનિમય થાય છે જે ખોટી રીતે ફસાયેલા માછીમારો કે ઘેટા-બકરા ચારનારા લોકો છે, જેમણે ભૂલમાં બોર્ડર ક્રોસ કરી નાખી હોય અને પકડાઈ ગયા પછી એમને જાસૂસ કે આઈકાર્ડવગરના આતંકવાદી માનીને પૂરી દેવામાં આવ્યા હોય ! આવા અનેક કિસ્સા અખબારોમાં અને મીડિયામાં પ્રકાશિત થતારહે છે. યસ ચોપરાની આખરી […]

કર્મનો સિદ્ધાંતઃ આજના યુવાવર્ગ માટે કન્ફ્યૂઝન છે.

व्यामिश्रेमेव वाक्येन बुद्धिं मोहयसीव मे।तदेकं वद निश्चित्य येन श्रेयोडहमाप्नुयाम्।। શ્રીમદ ભગવત ગીતાનો ત્રીજો અધ્યાય અર્જુનની મૂંઝવણથી શરૂ થાય છે. એ પૂછે છે, કૃષ્ણને, ‘જો તમે બુદ્ધિને સકામ કરતાંશ્રેષ્ઠ માનતા હોવ તો પછી મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરણા આપો છો? આપના દ્વિઅર્થી ઉપદેશથી મારી મતિ મૂંઝાઈગઈ છે. મને જણાવો કે તમે ખરેખ શું […]

જીવન કી બગિયા મહેકેગી…

બુધવાર, 21 જુલાઈ… ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર મૃત્યુશૈયા પર પડેલા પતિના સ્પર્મનાસેમ્પલ મેળવીને એના બાળકની મા બનવાની ઈચ્છા રજૂ કરતી અરજી દાખલ કરવામાં આવી… 2020માં પરણેલાઆ પતિ-પત્ની યુવાનના પિતાના હૃદયના ઓપરેશન માટે કેનેડાથી અમદાવાદ આવ્યા હતા. પિતાની સેવા કરતાયુવાનને કોરોના થયો. ઓર્ગન ફેલ્યોર થવા લાગ્યા ત્યારે પત્નીએ એના સંતાનની મા બનવાના નિર્ધાર સાથે હાઈકોર્ટપાસે પરમિશન […]