ભાગ – 4 । ઢગલાબંધ એવોર્ડ્સ અને 94 વર્ષે પણ નૃત્યની સાધનાથી ઉઘડતી સવાર

નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ મારા જીવનમાં ઉતારચઢાવ તો જાણે કોઈ સામાન્ય ઘટનાની જેમ આવતા રહ્યા છે.કોઈ દિવસ કલ્પ્યું ન હોય એવી પરિસ્થિતિ અને પ્રશ્નોનો સામનો મારે કરવો પડ્યો છે. કોઈ સમજણકે વિચાર વગર મારાથી 18 વર્ષ મોટા નઝીર અહેમદ સાથે લગ્ન કરીને મને ફસાઈ ગયાની લાગણીથઈ હતી. એ ભૂલ સુધારવા […]

હાં રે, દોસ્ત નથી જવું ડોલરિયા દેશમાં…

અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીના રસ્તે હોડીમાં બેસીને પાર કરી રહેલા મહેસાણાના ચારજણાં, માતા-પિતા (પ્રવિણ ચૌધરી), દીકરો અને દીકરી મૃત્યુ પામ્યા. એવી જ રીતે જગદીશ પટેલનાપરિવારના સભ્યોનું પણ જાન્યુઆરી, 22માં ઠંડીને કારણે મૃત્યુ થયું હતું. આ પહેલી વખત નથી બન્યું.ગેરકાયદેસર અમેરિકા જવાનું ગાંડપણ ભારતીય નાગરિકોમાં કેટલાય વર્ષોથી હતું, હજી સુધી ટકી રહ્યુંછે. ધાર્મિક કે વ્યવસાયિક કાર્યક્રમોમાં […]

મૂએ પીછે મત મિલૌ કહૈ કબીરા રામ…

સમય, બહુ વિચિત્ર શબ્દ છે. એક રીતે જોવા જઈએ તો તદ્દન અસ્થિર અને અનપ્રેડીક્ટેબલ છેઆ, સમય. બીજી તરફ આ સમય જ માણસના ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને એના જીવનની પહેલાંકે પછી અસ્તિત્વ ધરાવે છે. આવા સમયમાં જ્યારે ડોકિયું કરીએ ત્યારે સમજાય કે જે-તે સમયમાં જીવેલાલોકોનું મૂલ્ય એમના સમયમાં થતું નથી. મોટાભાગના લોકો જ્યારે એમનો જીવનકાળ […]

પ્રકરણ – 1 | આઈનામાં જનમટીપ

શ્યામાએ આંખો ખોલી. ડૉક્ટર્સ રૂમના આછા બ્લ્યૂ રંગના પ્રકાશમાં ધોળી દિવાલો પણ ભૂરીદેખાતી હતી. આખા રૂમ ઉપર જાણે ભૂરા રંગની ચાદર ઢાંકી દીધી હોય એમ ફર્નિચર, વસ્તુઓ,કારપેટ, ફર્શ બધું જ બ્લ્યૂ રંગનું દેખાતું હતું. શ્યામાએ ટેબલ પર પડેલા મોબાઈલને હાથમાં લઈનેસમય જોયો, બેને દસ…એ.એમ. હોસ્પિટલની કાચની મોટી બારીઓ પર લગાવેલી ફિલ્મને કારણે બહારનો પ્રકાશ ભીતરઆવતો […]

ભાગ – 3 । મહોબ્બત કિ જૂઠી કહાની પે રોયેઃ નઝીર અહેમદ અને કે. આસિફ

નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ રવીન્દ્રનાથ ટાગોરે મને ‘સિતારા’નું બિરુદ આપ્યું એ પછી મારા પિતા સિવાય ભાગ્યેજ કોઈએ મને ‘ધનલક્ષ્મી’ કહીને બોલાવી હશે. આઠ વર્ષની ઉંમરે પહેલીવાર બનારસના કમછાગઢહાઇસ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં નૃત્ય નાટિકા નિર્દેશિત કરી અને ડાન્સ પણ કર્યો જેનો સ્થાનિકઅખબારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. મારા નૃત્યના ખૂબ વખાણ કરવામાં આવ્યા […]

સલીમ દુર્રાનીઃ સ્ટાર, યાર, કલાકાર!

ભારતીય ક્રિકેટ વિશે બનેલી બહુચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ ’83’માં એક જગ્યાએ સુનીલગાવસ્કર એના ‘અંકલ’ ક્રિકેટરનો ઉલ્લેખ કરે છે, એ કહે છે કે, ‘એક ઐસા ક્રિકેટર થા જો દર્શકો કીડિમાન્ડ પે છક્કે લગાતે થે. સ્ટેડિયમ મેં જીસ કૌને સે ડિમાન્ડ આતી, વો ઉસ તરફ છક્કે માર સકતેથે.’ આ ક્રિકેટર, એટલે બીજું કોઈ નહીં, પરંતુ ટૂંકી કારકિર્દીમાં […]

એબીની પત્ની, એબીની મા, એબીની સાસુ, એબીની દાદી…

“એમની ઊંચાઈ છ ફૂટ અઢી ઈંચ છે અને હું કુલ પાંચ ફૂટ… અમે જ્યારે સાથે ફિલ્મો કરતાંત્યારે મને પાટલા અથવા સ્ટૂલ પર ઊભા રાખીને ટુ શોટ કરવા પડતા. જોકે, રિશીકાકુ (ઋષિકેશમુખર્જી)એ આનો ઉપયોગ બહુ સરસ કર્યો. એમણે એમની ફિલ્મોમાં મારી પાસે એમને ‘લંબુજી’ અનેમને ‘ગિટકુજી’ કહેવડાવીને પ્રેક્ષકોની સામે એક વહાલસોયો સંબંધ પ્રસ્થાપિત કર્યો. એક્ચ્યુઅલી લગ્નપછી […]

ભાગ – 2 । હું ધનલક્ષ્મીમાંથી સિતારાદેવી બની ગઈ

નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવીસ્થળઃ મુંબઈસમયઃ ઓક્ટોબર, 2014ઉંમરઃ 94 વર્ષ મારો જન્મ ધનતેરસનો એટલે નામ પાડ્યું, ધનલક્ષ્મી, પરંતુ જ્યારે બે દિવસ પછીમારા પિતાએ મને જોઈ ત્યારે એમને ખબર પડી કે, મારા હોથ સહેજ વાંકા છે. મારી માને ખૂબ દુઃખથયું. અમારા ઘરમાં એક દાઈમા હતા. એમણે મારા પિતાને કહ્યું કે, એ માલિશ લગાડી, લેપ કરીનેમારા હોઠ સીધા […]

પાલતુ પ્રાણીઃ સ્નેહ અને જવાબદારીની સાથે ડિપ્રેશન પણ…

ડૉ. મુકુલ ચોકસીનો એક લેખ, 2002માં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં મારા હાથે ચઢ્યો, “વાતત્રીસ વર્ષ પહેલાંની છે. હું પાંચમાં-છઠ્ઠા ધોરણમાં ભણતો હોઈશ. મારી સોસાયટીમાં એક રખડતું કૂતરુંઆવી ચડ્યું. સવારે છ વાગ્યે દૂધવાળા માટે ઘરનાં બારણાં ખૂલે કે એ ચોરપગલે ઘરમાં ઘૂસી જાય અનેપલંગ નીચે ભરાઈ જાય. હું ઊંઘમાંથી જાગું કે તરત બુચકારા ભરી એને બોલાવવાની […]

વિયેટનામઃ રક્તરંજિત ઈતિહાસ, ઉજ્જવળ ભવિષ્ય

છેલ્લા કેટલાય વર્ષોથી જે દેશે અનેક આક્રમણોનો સામનો કર્યો છે, જેનો ઈતિહાસ લોહિયાળછે. એ દેશનો યુવા હજી પોતાની જાતને કોઈ એક ધર્મ સાથે જોડી શકતા નથી. અહીં પેગોડા છે, ચર્ચછે, ખૂણે ખાચરે ક્યાંક મસ્જિદ પણ છે. પરંતુ કમ્યુનિઝમ અને લોકશાહી વચ્ચે ક્યાંક અટકી ગયેલોઆ દેશ હજી મધ્યમવર્ગીય માનસિકતા સાથે સંઘર્ષ સાથે વિકાસ તરફ આગળ વધી […]