ભાગઃ 4 | શોભના સાથેનાં લગ્ન મારામાં રહેલી પત્ની અને રાજરાણી બંને માટે અપમાન હતુંભાગઃ 4 |

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ જે દીકરી જેવી હતી, જેને હું લાડ કરતી, વહાલ કરતી એ મોંઘી મારે માટે ઝેર જેવી થઈગઈ. સુરસિંહજીએ એને ભણાવી-ગણાવી, અંગ્રેજી બોલતી કરી દીધી. ધીરે ધીરે એવી પરિસ્થિતિઆવી કે એ વગર રોકટોકે દરબારગઢમાં અવરજવર કરતી થઈ ગઈ. ઠાકોર સાહેબ એને પોતાનીકવિતા વાંચવા માટે મિત્રોની હાજરીમાં બોલાવવા […]

આપણે શું બનવું છે- ‘સેમ બહાદુર’ કે ‘એનિમલ’?

ગયા અઠવાડિયે રજૂ થયેલી બે ફિલ્મો એકબીજાની એકદમ વિરુધ્ધ અને સામસામેઊભેલા વિષયો સાથે રજૂ થઈ છે. પિતાને પોતાનો આદર્શ માનતો એક દીકરો એના કોમ્પ્લેક્સિસઅને માનસિક વિટંબણાઓને કારણે ‘જંગલી’ બની જાય છે. હત્યાઓ કરે છે અને ‘રાક્ષસ’ની જેમ વર્તેછે તો બીજી તરફ, દેશની રક્ષા માટે પોતાના પરિવાર કે પ્રમોશનની પરવાહ ન કરનાર ફિલ્ડ માર્શલમાણેકશૉની જીવનકથા આપણી […]

‘કૂલ’, ‘અપમાર્કેટ’ અને ‘ટ્રેન્ડ’ની બહાર પણ એક જગત છે!

એરપોર્ટ ઉપર ઘસઘસાટ ઊંઘતી મને જગાડીને એક ભાઈએ કહ્યું, ‘મારે તમારી સાથે વાત કરવી છે.’12થી 22ના છોકરાંઓના વર્તન અને વ્યવહાર વિશે થોડી ચર્ચા કરવી છે. આમ તો કદાચ, સ્થળ-કાળબંને યોગ્ય નહોતા, તેમ છતાં મેં એમની વાત સાંભળી. એમનું કહેવું હતું કે, શરાબ, સિગરેટ નહીં પીતા,સમયસર ઘરે પહોંચતા કે માતા-પિતાનું કહ્યું માનતા સંતાનોને એમના મિત્રો ‘વેદિયા’, […]

પ્રકરણ – 35 | આઈનામાં જનમટીપ

‘સંકેત નાર્વેકર, જુહુ પોલીસ સ્ટેશન.’‘પંચમ કુમાર, આર્થર રોડ જેલ.’ આટલું સાંભળતાં જ ગાડીનો સેલ બંધ કરીને નાર્વેકર સતેજ થઈગયો, ‘દિલબાગસિંઘ યાદવ સે બાત કરવાયે.’ પંચમે જે સૂરમાં કહ્યું એમાં ક્યાંય વિનંતી નહોતી.‘તમે કોણ છો?’ નાર્વેકરે પૂછ્યું તો ખરું, પણ પંચમ કુમારને મહારાષ્ટ્રની પોલીસ ન ઓળખતી હોયએવું શક્ય જ નહોતું.‘વાત કરાવો સાહેબ.’ પંચમ કુમારે કહ્યું, ‘એના […]

ભારત આપણો દેશ છે? આપણે બધા ભારતીયો છીએ?

यदि तुम्हारे घर केएक कमरे में आग लगी होतो क्या तुमदूसरे कमरे में सो सकते हो?यदि तुम्हारे घर के एक कमरे मेंलाशें सड़ रहीं होंतो क्या तुमदूसरे कमरे में प्रार्थना कर सकते हो?यदि हाँतो मुझे तुम सेकुछ नहीं कहना है। સર્વેશ્વરદયાલ સકસેનાની આ કવિતા ભારતમાં વસતા જનસામાન્યના માનસને કેવી અદભૂતરીતે આપણી સામે મૂકે છે! એક […]

ભાગઃ 3 | એ રાજા હતા, પણ મનથી કોઈ વૈરાગી-સંત જેવા!

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ એક રાજરાણીનો ગર્વ શું હોય છે, એની એક સામાન્ય સ્ત્રીને સમજણ ન પડે… સ્વાભાવિકછે! હું રોહાની રાજકુમારી. મારા લગ્ન માટે યોગ્ય મૂરતિયો મળતો નહોતો. એ એવો સમય હતોજ્યારે કન્યા કે વરની ઉંમર ન જોવાતી, પરંતુ પારિવારિક સરખાઈ વધુ મહત્વની હતી. રોહાથી લાઠીહું લગ્ન કરીને આવી ત્યારે […]

વિધ્વંસથી નિર્માણ સુધીઃ ધર્મની ધજા ફરફરે છે

આજથી 31 વર્ષ પહેલાં આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ધર્મના નામે અનેક લોકોનુંલોહી રેડાયું. સમજણ વગરના લોકોએ અન્યો અન્ય યુધ્ધ કર્યા, નિર્દોષ લોકોને ફક્ત કોઈ એક ધર્મનાહોવાને કારણે મોતના મોઢામાં ધકેલી દેવાયાં… એ કાળો દિવસ, એ અંધકાર અને એ તમસની યાદપણ ધ્રૂજાવી મૂકે એવી છે. આજે જ્યારે પાછા ફરીને જોઈએ ત્યારે સમજાય કે, બાબરી મસ્જિદનો […]

એક નગર એસા બસ જાયે જિસ મેં નફરત કહીં ન હો; આપસ મેં ધોખા કરને કી, જુલ્મ કી તાકત કહીં ન હો

1980માં ‘બિટલ્સ’ નામના એક રોક બેન્ડના અતિ લોકપ્રિય બેન્ડ મેમ્બર જોન લેનનનું મર્ડરકરવામાં આવ્યું. મર્ડર કરનાર એનો ફેન હતો, જેનું નામ હતું માર્ક ડેવિડ ચેપમેન. એ લેનનને એટલો બધોચાહતો હતો કે, લગભગ પોતાની જાતને લેનન જ માનવા લાગ્યો હતો. સાથે સાથે એ લેનનની વૈભવીજિંદગી અને બેફામ સ્ટેટમેન્ટ્સથી ઈર્ષા પણ અનુભવતો હતો. અંતે, 8મી ડિસેમ્બર, 1980ના […]

પ્રકરણ – 34 | આઈનામાં જનમટીપ

ચંદુએ ટિફિન ખોલ્યું. દિલબાગની ફેવરિટ નલ્લી અને ગરમ પાઉંની સુગંધ લોક-અપની નાનકડીકોટડીમાં ફેલાઈ ગઈ. દિલબાગે બંને હથેળી એકમેક સાથે ઘસીને ખાવાની તૈયારી કરી. મોહંમદ અલી રોડ પરમળતી નલ્લી, નિહારી, પાયા અને ગરમ પાઉં દિલબાગનું ફેવરિટ ભોજન હતું. એની સાથે મળતી આદુ-મરચાની કતરણ, કાંદાની ચીરીઓ જોઈને એના મોઢામાં પાણી છૂટ્યું, ‘ચંદુ! તું જોરદાર માણસ છે. આટલાદિવસથી […]

‘સંવાદ… જે નથી થયા’

ભાનુમતિઃ એક ક્ષણ માટે આપણે ધારી લઈએ કે શકુનિના પિતા ગાંધારરાજ સુબલનાહાડકાંમાંથી બનેલા એ પાસાંએ પોતાનું કામ ન કર્યું હોત… અને કૌરવો હાર્યા હોત. તો?દુર્યોધનઃ (હસે છે) આ કલ્પના પણ અર્થહીન છે, છતાં તમારા મનોરંજન માટે ધારી લઉ, તોશું?ભાનુમતિઃ તો તમે મને દાવમાં મૂકી હોત?દુર્યોધનઃ હું મૂર્ખ નથી. પોતે હારી ગયા પછી પત્નીને દાવમાં મૂકવાનો […]