મેરે બેટે, મેરે બેટે હોને સે ઉત્તરાધિકારી નહીં હોંગે!

છેલ્લા થોડા સમયથી બચ્ચન પરિવારના ઝઘડાએ સોશિયલ મીડિયાના લગભગ તમામપ્લેટફોર્મ્સ અને યુટ્યુબર્સને બિઝી કરી નાખ્યા છે. જાણ્યા-જોયા વગર, પ્રશ્નને સમજ્યા વગરલગભગ બધા મંડી પડ્યા છે ને મજાની વાત તો એ પણ છે કે, આખા પરિવારમાંથી કોઈએ એ વિશેકશું જ કહ્યું નથી… બીજી તરફ 21મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાયેલી એક બર્થ ડે પાર્ટીમાં બચ્ચનસાહેબે પોતાના વક્તવ્યમાં કહ્યું, […]

તહેવાર કે વહેવારઃ પરિવાર વગર ઉજવણી અધૂરી…

2024, નવું વર્ષ! સૂર્યોદય થાય એ પહેલાની રાત એક આખા વર્ષને વળોટી જતી રાત છે…ભારતીય કેલેન્ડર મુજબ દિવાળીના દિવસે એક વર્ષ પૂરું થાય. કચ્છીઓ અષાઢી બીજે, સિંધીઓચેટીચાંદે વર્ષ પૂરું કરે. જૈનોનું વર્ષ પર્યુષણ પછી પૂરું થાય, પરંતુ આખી દુનિયાનું કેલેન્ડર, જે આપણેસામાન્યતઃ ફોલો કરીએ છીએ તે આજે પૂરું થાય. કેલેન્ડર પૂરું થવું એટલે શું? એક […]

પ્રકરણ – 38 | આઈનામાં જનમટીપ

નાર્વેકરને લઈને દિલબાગ જુહુ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે સવારના સાડા સાત થઈ ગયા હતા. સંકેતનાર્વેકરના ખભા પર બાંધેલો પટ્ટો અને જીપ દિલબાગ ચલાવતો હતો એ જોઈને વણીકરના મોતિયાં મરી ગયાં. એસડસડાટ પગથિયાં ઉતરીને જીપ પાસે આવ્યો. એનું ગળું સૂકાઈ ગયું હતું, ‘કાય ઝાલા?’ એણે પૂછ્યું.‘ખેળાયેલા ગેલે હોતે…’ નાર્વેકરે કહ્યું. એના ચહેરા પર સ્મિત હતું. વહી […]

2023 અને 24ની વચ્ચેની આ રાત…

31.12.2023… એક આખું વર્ષ પૂરું થાય છે, મોટાભાગના લોકો શરાબ પીને, નાચીને,રસ્તાઓ ઉપર પીપૂડા વગાડીને, ભીડ જમા કરીને ‘હેપ્પી ન્યૂ યર’ની બૂમો પાડીને વિતાવશે. ક્લબ્સઅને હોટેલમાં ન્યૂ યરની પાર્ટીઓ હશે, જેમાં ‘5-4-3-2-1…’ના કાઉન્ટ સાથે ફટાકડાં ફૂટશે. યુગલોચુંબન કરશે. સહુ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે. દિવાળી કરતાં પણ આપણે 31ડિસેમ્બરની રાતને વધુ ઉત્સાહ અને જોરશોરથી ઉજવીએ […]

ભાગઃ 1 | મારે અભિનેત્રી નહીં, પશુ ચિકિત્સક બનવું હતું

નામઃ જુલિયા રોબર્ટ્સસ્થળઃ કેલિફોર્નિયાસમયઃ 2023ઉંમરઃ 56 વર્ષ 8મી ડિસેમ્બરે મારી ફિલ્મ ‘Leave the World Behind’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ.નવેમ્બરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ટિકિટ બારી પર આ ફિલ્મે જોઈએ તેવો વકરો ન કર્યો. ફિલ્મહોરર અને રહસ્યમય વિષય પર આધારિત હતી. ફિલ્મ સફળ થાય કે નિષ્ફળ, મને બહુ નિરાશા કે ગર્વનથી થતો. હું અભિનેત્રી છું, વિષયની […]

ધર્મ માત્ર મંદિરોમાં શોધવાને બદલે, મન અને માનસિકતામાં શોધીએ

જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈનના એક મિત્ર અત્યંત નાસ્તિક હતા. એકવાર એઆઈનસ્ટાઈનને મળવા ગયા ત્યારે એક મોટું સોલાર મશીન એમના ઘરમાં પડ્યું હતું. મિત્રએઆઈનસ્ટાઈનને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યું?’ આઈનસ્ટાઈને કહ્યું, ‘કોઈએ નહીં.’ મિત્રએ વારંવાર પૂછ્યુંપણ, આઈનસ્ટાઈને એક જ જવાબ આપ્યો… એકસરખું એ કહેતા રહ્યા કે, મશીન કોઈએ બનાવ્યુંજ નથી. અંતે, મિત્ર અકળાઈ ગયા ત્યારે આઈનસ્ટાઈને કહ્યું, ‘આ […]

જે દેશમાં વિલન હીરો છે એ દેશનું ભવિષ્ય ઝીરો છે

આજે 26મી ડિસેમ્બર. સામાન્ય રીતે આપણે સારા લોકોનો જન્મદિવસ યાદ કરીએ. એમણેકરેલા કામ માટે દેશ કે દુનિયામાં કરેલા પ્રદાન માટે એમને શ્રધ્ધાંજલિ આપીએ, પરંતુ ક્યારેક એવી વ્યક્તિપણ યાદ આવી જાય જે ઈતિહાસ પર કલંક છે. જેણે અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે, ધર્મને નામેલોહી વહાવ્યું છે… એ માણસનું નામ દાઉદ ઈબ્રાહિમ કાસકર છે. પાકિસ્તાનના કોઈક […]

પ્રકરણ – 37 | આઈનામાં જનમટીપ

નાર્વેકરના ખભામાં પેસી ગયેલી બૂલેટ કાઢતાં, ટાંકા લઈને લોહી અટકાવતાં સારો એવો સમય થયો. એ બધાસમય દરમિયાન દિલબાગ અને ચંદુ બેચેનીથી ઓપરેશન થિયેટરની બહાર ચક્કર લગાવતા રહ્યા.‘કેમ છે નાર્વેકરને?’ લગભગ સવારે ચાર વાગ્યે રાહુલ તાવડેનો ફોન આવ્યો. એના અવાજ પરથી સમજાતું હતુંકે, એ આખી રાત સૂતો નથી.‘ઓપરેશન થિયેટરમાં છે. બચી જશે.’ દિલબાગે કહ્યું, ‘સખ્ત જાન […]

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે! હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!

નેટફ્લિક્સ ઉપર ‘ક્રાઉન’ વેબસીરીઝની છઠ્ઠી સીઝન રજૂ થઈ છે. પ્રિન્સેસ ડાયેનાનાં મૃત્યુસુધી લંબાતી આ છઠ્ઠી સીઝન મહારાણી એલિઝાબેથનાં બાળપણથી શરૂ થાય છે. એના બિમારપિતા અને એલિઝાબેથની બહેન માર્ગરેટ, પતિ ફિલિપ અને સંતાનો સાથેના સંબંધો વિશેનીઆંટીઘૂંટી ધરાવતી આ વેબસીરીઝની કુલ છ સિઝન છે. આ છએ સિઝનના એપિસોડ જોતી વખતેસૌથી પહેલો વિચાર એ આવે કે ભારતના કોઈ […]

ભાગઃ 5 | કલાપીના મૃત્યુનું સત્ય તો મારી સાથે જ ચિતા પર ચડશે

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ શોભના સાથેના લગ્ન પછી ઠાકોર સાહેબને મોટી ચિંતા પૂરી થઈ, પણ નાની નાની ચિંતાઓતો ખડી જ હતી. અત્યાર સુધી બે પત્નીઓને સંભાળવાની હતી… હવે ત્રણ થઈ! ઠાકોર સાહેબે રાત્રિ શોભનાની સાથે અને દિવસ મારી સાથે વિતાવવાનું ગોઠવ્યું. રાતેજમવાનું શોભના સાથે કરવાનું કહેતાં મેં એ વાત માન્ય […]