વિધ્વંસથી નિર્માણ સુધીઃ ધર્મની ધજા ફરફરે છે

આજથી 31 વર્ષ પહેલાં આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ધર્મના નામે અનેક લોકોનુંલોહી રેડાયું. સમજણ વગરના લોકોએ અન્યો અન્ય યુધ્ધ કર્યા, નિર્દોષ લોકોને ફક્ત કોઈ એક ધર્મનાહોવાને કારણે મોતના મોઢામાં ધકેલી દેવાયાં… એ કાળો દિવસ, એ અંધકાર અને એ તમસની યાદપણ ધ્રૂજાવી મૂકે એવી છે. આજે જ્યારે પાછા ફરીને જોઈએ ત્યારે સમજાય કે, બાબરી મસ્જિદનો […]

એક નગર એસા બસ જાયે જિસ મેં નફરત કહીં ન હો; આપસ મેં ધોખા કરને કી, જુલ્મ કી તાકત કહીં ન હો

1980માં ‘બિટલ્સ’ નામના એક રોક બેન્ડના અતિ લોકપ્રિય બેન્ડ મેમ્બર જોન લેનનનું મર્ડરકરવામાં આવ્યું. મર્ડર કરનાર એનો ફેન હતો, જેનું નામ હતું માર્ક ડેવિડ ચેપમેન. એ લેનનને એટલો બધોચાહતો હતો કે, લગભગ પોતાની જાતને લેનન જ માનવા લાગ્યો હતો. સાથે સાથે એ લેનનની વૈભવીજિંદગી અને બેફામ સ્ટેટમેન્ટ્સથી ઈર્ષા પણ અનુભવતો હતો. અંતે, 8મી ડિસેમ્બર, 1980ના […]

પ્રકરણ – 34 | આઈનામાં જનમટીપ

ચંદુએ ટિફિન ખોલ્યું. દિલબાગની ફેવરિટ નલ્લી અને ગરમ પાઉંની સુગંધ લોક-અપની નાનકડીકોટડીમાં ફેલાઈ ગઈ. દિલબાગે બંને હથેળી એકમેક સાથે ઘસીને ખાવાની તૈયારી કરી. મોહંમદ અલી રોડ પરમળતી નલ્લી, નિહારી, પાયા અને ગરમ પાઉં દિલબાગનું ફેવરિટ ભોજન હતું. એની સાથે મળતી આદુ-મરચાની કતરણ, કાંદાની ચીરીઓ જોઈને એના મોઢામાં પાણી છૂટ્યું, ‘ચંદુ! તું જોરદાર માણસ છે. આટલાદિવસથી […]

‘સંવાદ… જે નથી થયા’

ભાનુમતિઃ એક ક્ષણ માટે આપણે ધારી લઈએ કે શકુનિના પિતા ગાંધારરાજ સુબલનાહાડકાંમાંથી બનેલા એ પાસાંએ પોતાનું કામ ન કર્યું હોત… અને કૌરવો હાર્યા હોત. તો?દુર્યોધનઃ (હસે છે) આ કલ્પના પણ અર્થહીન છે, છતાં તમારા મનોરંજન માટે ધારી લઉ, તોશું?ભાનુમતિઃ તો તમે મને દાવમાં મૂકી હોત?દુર્યોધનઃ હું મૂર્ખ નથી. પોતે હારી ગયા પછી પત્નીને દાવમાં મૂકવાનો […]

ભાગઃ 2 | મોંઘી પ્રત્યેનો વાત્સલ્યભાવ ક્યારે ઈશ્કમાં પલટાયો એનો મને ખ્યાલ પણ ન રહ્યો

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજા. અત્યારના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રનો એકભાગ એ સમયે કાઠિયાવાડ કહેવાતો. અંગ્રેજોનું શાસન સ્થપાયા પછી નાનામોટા 600 જેટલારાજ્યોને એમણે સ્વતંત્ર કરી દીધા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી અંગ્રેજોનો પંજો સખત થવામાંડ્યો. કાઠિયાવાડના રાજ્યો ખૂબ નાના હતા. એ સમયે લાઠી કાઠિયાવાડના હાલાર પ્રાંતનું ચોથાવર્ગનું રાજ્ય […]

માતા-પિતા છે, ત્યાં સુધી નડે ને પછી ક્યાંય નહીં જડે!

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા.આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ.રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.યૌવને વિધવા, પેટે બાળકો કંઈ, સાસરેસાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી.વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,પુત્રોના ભાવિની સામું […]

સ્ત્રી, પીડા, પ્રશ્ન અને પરિસ્થિતિ…

ખલીલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી પૂછે છેઃ ‘અમને પીડા અંગે જણાવો.’ અલમુસ્તુફા કહે છે કે, ‘તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એકપ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે.કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.’ જિબ્રાન લખે છે, […]

પ્રકરણ – 33 | આઈનામાં જનમટીપ

દિવાલને અઢેલીને બેઠેલા મંગલના મગજમાં જાતભાતના વિચારો ચાલતા હતા. એને તો કલ્પના પણનહોતી કે, વિક્રમજીત આર્થર રોડ સુધી પહોંચી ગયો છે. પંચમ પોતાની જગ્યાએથી ઊભો થયો અને મંગલનીબાજુમાં ગોઠવાયો. એણે એકદમ ધીમા અવાજે મંગલને કહ્યું, ‘જીતાભાઈ પણ આવી ચૂક્યા છે.’ મંગલે ચોંકીનેએની સામે જોયું, ‘એમનો કેસ પણ થોડા દિવસમાં ચાલશે. ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે. […]

ભાગઃ 1 | હું એમનાથી આઠ વર્ષ મોટી હતી, મને બરાબર આવડત હતી કે એમને ‘મારા’ કેમ બનાવવા!

નામઃ રાજબા રોહાવાળા (રમા)સ્થળઃ લાઠી, અમરેલીસમયઃ 1910ઉંમરઃ 44 વર્ષ એમને ગયે આજે દસ વર્ષ થયાં. ફરીને જોઉ છું તો જાણે ગઈકાલની વાત હોય એવું લાગે છે.એમના રાજકુમાર એમના લખવાના ઓરડામાં અમે આજે પણ કશું બદલ્યું નથી. એમનું મેજ,ખુરશી, પુસ્તકો રાખવાના કબાટો, આરામ કરવાનું સુખાસન… અરે, એમનો ભાંગ પીવાનો એટમ્બ્લર અને વ્હિસ્કી પીવાના ગ્લાસ પણ મેં […]

પ્રેમ એટલે પ્રેમઃ હોલિવૂડ અને બોલિવૂડનો સેમ!

‘ધ રોમેન્ટિક્સ’ નામની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ યશ ચોપરાના જીવન અને એમની ફિલ્મોઉપર બનાવવામાં આવી છે. આદિત્ય ચોપરા, જે સામાન્ય રીતે ક્યારેય જાહેરમાં આવતા નથી એમનાઈન્ટરવ્યૂ સહિત બોલિવૂડની હસ્તીઓ જેવા કે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન,આમિર ખાન, રિતીક રોશન, સલિમ ખાન, સૂરજ બરજાત્યા, અનિલ કપૂર, રણબીર કપૂર, જ્હોનઅબ્રાહમ, જુહી ચાવલા, કાજોલ, કેટરિના કૈફ, રિશી કપૂર, […]