સુખ સમજતું રહ્યું જગત જેનેએવા દુઃખની દવા કરે કોઈ

અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસની ઉજવણીમાં એમના પારિવારિક મતભેદો બહારઆવ્યા છે. પેરિસના ફેશન વૉક દરમિયાન દોહિત્રી નવ્યા નવેલીના ફોટા શેર કરીને જયાજીએ એ જફેશન વૉકમાં જેણે ભાગ લીધો હતો એવી પુત્રવધૂના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ન મૂક્યા, તો સામે પુત્રવધૂઐશ્વર્યા બચ્ચને આખા પરિવારના ફોટામાંથી માત્ર બચ્ચન સાહેબ અને પૌત્રી આરાધ્યાનો ફોટો ક્રોપકરીને ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો… જે માણસ […]

પ્રકરણ – 32 | આઈનામાં જનમટીપ

દિલબાગ લોક-અપમાં બેચેન હતો. છેલ્લા 20 વર્ષમાં દિલબાગ ક્યારેય આટલા લાંબા સમય માટે ધંધાપર ગેરહાજર નહોતો રહ્યો. તડીપાર હોવાને કારણે મુંબઈની બહાર રહેતો પણ ધંધાની ઝીણામાં ઝીણીહિલચાલ પર એની નજર રહેતી. પહેલાં મંગલસિંઘના એક્સિડેન્ટ અને પછી એના કિડનેપિંગના પ્રસંગનેકારણે દિલબાગનું ફોકસ હલી ગયું હતું. એના એજન્ટ્સ પણ સ્વતંત્ર થઈ ગયા હતા. ‘નજર હટી દુર્ઘટનાઘટી’ની કહેવત […]

સજાતિય લગ્નઃ સમસ્યા કે શરમ

થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એક ચૂકાદો આપ્યો જેમાં સજાતિય લગ્નોને મંજૂરી આપવાનીસ્પષ્ટ ના પાડી. જેમાં પાંચ ન્યાયમૂર્તિનો સમાવેશ થતો હતો. એવી બંધારણીય ખંડપીઠે 366 પાનાંનાનિર્ણયમાં કહ્યું હતું કે, સજાતીય લગ્નને કાયદેસરતા આપવાનું કામ સંસદનું છે. કેન્દ્રીય કાયદો ન હોયતો રાજ્ય પણ પોતાનો કાયદો ઘડી શકે છે. આ માટે એક પેનલ બનાવી શકાય છે એવું […]

ભાગઃ 2 | 59 વર્ષની ઉંમર, આ દુનિયા છોડવાની ઉંમર તો નથી જ

નામઃ રીમા લાગૂસ્થળઃ કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલસમયઃ રાત્રે 1.00 વાગ્યે, 18 મે, 2017ઉંમરઃ 59 વર્ષ ઈતિહાસ ફરી ફરીને પોતાના પ્રસંગોને દોહરાવે છે, એવું મને હંમેશાં લાગ્યું છે. મારી આઈનાની હતી ત્યારે એને પણ અભિનયનો ખૂબ શોખ હતો, પણ એનો સમય જુદો હતો. મરાઠીરંગભૂમિ ઉપર કલાકારોને માન-સન્માન અને આદર તો ખૂબ મળતા, પરંતુ એ વખતે એવા […]

પ્રકરણ – 31 | આઈનામાં જનમટીપ

કોર્ટથી ઘર સુધીના રસ્તે શ્યામાના મનમાં એક જ વાત ઘૂમરાતી રહી. એની આંખો સામે મંગલસિંઘનોનાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડતો ચહેરો વારેવારે દેખાતો રહ્યો, ‘ડોન્ટ હેઈટ મી શ્યામા!’ એ કહેતો હતો.શ્યામાએ આંખો મીંચી દીધી, સીટના બેકરેસ્ટ પર માથું ઢાળીને એ ઊંડા ઊંડા શ્વાસ લેતી રહી…‘હું ખરેખર ધિક્કારું છું એને?’ શ્યામાએ પોતાની જાતને પૂછ્યું, હું માફ […]

અમજદ ખાનઃ માણસ ભૂલાઈ ગયો, પણ ડાયલોગ યાદ રહી ગયો

ટેકરીની ટોચ પર ઊભેલા એ કદાવર આદમીની ચાલ, એની કરડાકીભરી આંખો, પહાડીઅવાજ અને પડછંદ વ્યક્તિત્વ પર થિયેટરમાં તાળીઓનો ગડગડાટ થતો. એ અરસામાં રાત્રે બાળકોનેઉંઘાડવા માટે મા કહેતી, ‘સૂઈ જા, ગબ્બર આવશે’ અને બાળકો સૂઈ જતાં. જેનો ભય બાળકોનેલાગતો એ જ વ્યક્તિને બાળકો તરફ અપ્રતીમ પ્રેમ હતો. દિલાવર દિલના અમજદ ખાને ભલે હિન્દીફિલ્મ જગતમાં વિલનના રોલ […]

ભાગઃ 1 | અભિનય માટે આઈ એ બાબાને છોડ્યા, મારે વિવેકને અભિનય માટે છોડવો પડ્યો

નામઃ રીમા લાગૂસ્થળઃ કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલસમયઃ રાત્રે 1.00 વાગ્યે, 18 મે, 2017ઉંમરઃ 59 વર્ષ હોસ્પિટલના પલંગ પર સૂતા સૂતા મને જાણે મારી આખી જિંદગી ફિલ્મની જેમ દેખાય છે.આજ સુધી કોઈ દિવસ છાતીમાં દુઃખાવાની ફરિયાદ હતી જ નહીં… મારી જીવનશૈલી પણ એવીહતી કે, હું ખાસ બિમાર નથી પડી. હા, મને ખાવાનો શોખ ખૂબ અને સ્વાદિષ્ટ […]

દોસ્તોં સે પ્યાર કિયા દુશ્મનો સે બદલા લિયાજો ભી કિયા, હમને કિયા… શાન સે

ચઢતી લહર જૈસે ચઢતી જવાનીખિલતી કલી સા ખિલા રૂપજાને કબ કૈસે કહાઁહાથોં સે ફિસલ જાયે જૈસેઢલ જાએ ચઢી ધૂપहरि ॐ हरि… રંબા હો…, ઉરી બાબા…, તુ મુજે જાન સે ભી પ્યારા હૈ…, વન ટુ ચા ચા ચા…થી શરૂકરીને હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘દ્રશ્યમ-2’ના ટાઈટલ સોન્ગમાં તમને બધાને યાદ હશે, આઅવાજ. ‘પ્યારા દુશ્મન’ નામની ફિલ્મ, […]

લગ્નઃ પ્રાચીન, અર્વાચીન અને અતિઆધુનિક

પ્રયાગરાજ હાઈકોર્ટમાં થોડા વખત પહેલાં એક અરજી કરવામાં આવી. સ્મૃતિ સિંહ નામની એકયુવતિએ પતિ સત્યમ સિંહ અને તેના પરિવાર ઉપર આરોપ મૂક્યો કે, એ લોકોએ સ્મૃતિને છૂટાછેડાઆપ્યા સિવાય સત્યમના બીજા લગ્ન કર્યાં. પ્રયાગરાજ હાઈકોર્ટના ન્યાયાધિશ સંજયકુમાર સિંહે સ્મૃતિસિંહના કેસમાં ચૂકાદો આપતા કહ્યું કે, ‘હિન્દુ લગ્નમાં સપ્તપદી અનિવાર્ય તત્વ છે. ધાર્મિક રીતે રિવાજોસાથે થયેલા લગ્ન જ […]

પ્રકરણ – 30 | આઈનામાં જનમટીપ

‘આરોપીએ કન્ફેશન કરી લીધું છે, કેસ રિ-ઓપન થયો છે, માટે પોલીસને રિમાન્ડની જરૂર નથી. આરોપીનેજ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે.’ ન્યાયાધિશનો ચૂકાદો સાંભળતા જ નાર્વેકરના ચહેરા પર તણાવ વધીગયો. કાચી જેલમાં રાહુલ તાવડેના માણસોને દાખલ થતા વાર નહીં લાગે એ વિચાર માત્રથી ધ્રૂજી ઊઠ્યો. બાજુમાંબેઠેલા ખામ્બેની સાથે એની નજર મળી ત્યારે એની આંખોમાં દેખાતો ખૌફ જોઈને […]