કાર્પેટ નીચેનો કચરોઃ આપણે બધા દંભી છીએ.

એક પાર્ટીમાં સહુ વાતો કરતાં હતા. ત્યાં એક વ્યક્તિએ વિષય છેડ્યો, ‘ઓ માય ગોડ 2જોઈ?’ પાર્ટીમાં એક વિચિત્ર પ્રકારનો સોંપો પડી ગયો તેમ છતાં એમણે વાત ચાલુ રાખી, ‘સેક્સએજ્યુકેશન જેવા બોલ્ડ વિષય પર ઈશ્વરને જોડીને ગજબ કામ કર્યું છે!’ ત્યાં ઊભેલા એક ટીનએજછોકરાએ કહ્યું, ‘સેક્સ એજ્યુકેશન ક્યાં છે? વિષય તો હસ્તમૈથુન-માસ્ટરબેશનનો છે.’ પાર્ટીમાં જાણે કેકોઈ […]

દિલ ધડકને દો…

નવરાત્રિના આઠ દિવસમાં 108 એમ્બ્યૂલન્સ સેવાને હાર્ટની સમસ્યાને લગતા 750કોલ આવ્યા છે. માત્ર એક સપ્તાહમાં 25થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો છે જેમાં 13થી 35 વર્ષનાલોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. તબીબો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે જેમાં, કોવિડથીશરૂ કરીને બદલાઈ રહેલી જીવનશૈલી સુધીના અનેક કારણો તપાસવામાં આવી રહ્યા છે, પરંતુ માત્રનવરાત્રિ જ નહીં, છેલ્લા થોડા […]

ઈન્દિરા, ઈમરજન્સી અને ઈમોશનલ મા

31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતી તો છે જ, પરંતુ એ ઈન્દિરા ગાંધીની હત્યાનોદિવસ પણ છે. આજથી લગભગ ચાર દાયકા પહેલાં, 31 ઑકટોબર, 1984ના દિવસે નં. 1,સફદરગંજ રોડ પર આવેલા નવી દિલ્હીના વડાપ્રધાનના રહેઠાણના બગીચામાં તેમના બે શિખસંરક્ષકોએ સરકારી હથિયારથી ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાખી. આઈરીશ ટેલિવિઝન માટેડૉકયુમેન્ટરીનું ફિલ્માંકન કરતા બ્રિટિશ અભિનેતા પીટર ઉસ્તીનોવને ઈન્ટરવ્યૂ […]

પ્રકરણ – 29 | આઈનામાં જનમટીપ

પકડાયેલા ગુનેગારને મેજિસ્ટ્રેટ સામે હાજર કરીને એની જ્યુડિશિયલ કસ્ટડી અથવા રિમાન્ડ માટે કોર્ટમાં જવુંપડે. નાર્વેકર પૂરેપૂરો તૈયાર હતો. આજે મંગલસિંઘની કોર્ટમાં પેશી હતી. એણે ખૂબ મનોમંથન કર્યું. જો રિમાન્ડ માગેઅને મંગલસિંઘને પોતાના પોલીસ સ્ટેશનમાં લઈ આવવો પડે તો બાપ-દીકરો ભેગા થઈ જાય… પરંતુ, સાથે સાથેસૌથી મોટી સમસ્યા એ હતી કે, પોલીસ રિમાન્ડ દરમિયાન વણીકર જો […]

વિશ્વ ઈન્ટરનેટ દિવસઃ સુવિધા અને સુરક્ષા

રસ્તો શોધવો હોય, કોઈ વસ્તુ ક્યાં મળશે તે જાણવું હોય, કોઈ વ્યક્તિ વિશે,એના કામ વિશે જાણવું હોય કે બીજી કોઈપણ માહિતી મેળવવી હોય તો આપણે સાવસહજતાથી ‘ગૂગલ’ને પૂછી લઈએ છીએ. આ ગૂગલ, એક સર્ચ એન્જિન છે. યુટ્યુબ,ગુગલ કીપ, ક્રોમ, જીપીએસ અને જીમેઈલ જેવી અનેક સેવાઓ સાથે ગૂગલ આપણાજીવનને સરળ બનાવે છે. આ, ગૂગલ કે બીજી […]

ભાગઃ 3 | ડૉ. બાલી સાથેના લગ્ન કોઈનું ઘર તોડવાના ઈરાદાથી નહોતા કર્યાં

નામઃ વૈજયન્તી માલાસ્થળઃ ચેન્નાઈસમયઃ 2007ઉંમરઃ 74 વર્ષ મેં જ્યારે આત્મકથા ‘બોન્ડિંગ… એ મેમોએર’ લખવાનો વિચાર કર્યો ત્યારે મારી સહલેખિકા જ્યોતિસબરવાલે મને પૂછ્યું હતું, ‘સંગમ’ પછી તમે રાજ કપૂર સાથે બીજી કોઈ ફિલ્મ કેમ કરી નહીં?’ એનો જવાબ આમ તો મારે બદલે રાજ કપૂર જ વધુ સારી રીતે આપી શકે, પરંતુ સત્ય એ હતું કે,અમારા અફેરની […]

અંગદાનઃ જીવનદાન; આ નવરાત્રિએ જીવનથી જીવનનો દીપ પ્રગટાવી.

કોવિડના સમયમાં બે વર્ષ સુધી નવરાત્રિ ન થઈ શકી. ગયે વર્ષે લગભગ દરેક માણસે નવરાત્રિને પૂરેપૂરાઆનંદથી માણી… ગુજરાત અને મુંબઈની નવરાત્રિમાં આસમાન-જમીનનો ફેર છે. મુંબઈની નવરાત્રિ સાત-સાડાસાતે શરૂ થઈને રાત્રે દસ વાગ્યે બંધ થઈ જાય છે. કેટલીક જગ્યાએ એમની પાસે બાર વાગ્યાની પરમિશન છે, પરંતુસતત વ્યસ્ત રહેતા મુંબઈગરાઓ મોડી રાત સુધી જાગીને ‘વર્કિંગ ડેઈઝ’માં નવરાત્રિ […]

ફેક પ્રોફાઈલઃ સોશિયલ મીડિયામાં, જીવનમાં અને સંબંધોમાં

એક બીજી વ્યક્તિનું નામ ધારણ કરીને એના નામે પોતાનો ડેટિંગ પ્રોફાઈલ બનાવીને એકપરિણિત પુરુષ, એક સ્ત્રીને મળે છે. બંને જણાં પ્રેમમાં પડી જાય છે. પુરુષ બે સંતાનનો પિતા છે, પરંતુપોતાના લગ્નજીવન વિશે કે બીજી કોઈ વાત એ પેલી સ્ત્રીને જણાવતો નથી જ્યારે સ્ત્રી પોતાનાજીવનની એક એક વાત એને પૂરી પ્રામાણિકતાથી જણાવે છે… પ્રેમમાં પડેલો પુરુષ […]

પ્રકરણ – 28 | આઈનામાં જનમટીપ

‘પ્રેમ?’ પ્રેસ કોન્ફરન્સમાં થોડી સેકન્ડો સુધી સન્નાટો રહ્યો, પછી એક યુવા રિપોર્ટરે ઊભા થઈને પૂછ્યું, ‘પ્રેમની જાળમાંફસાવીને શ્યામા પાસે કેસ પાછો ખેંચાવડાવાની કોઈ ચાલ છે આ?’ મંગલસિંઘે જવાબમાં માત્ર સ્મિત કર્યું, એ છોકરીએ શ્યામાને સીધો સવાલ કર્યો, ‘તમને પણ આ રેપિસ્ટ માટે પ્રેમ છે?’‘આ સવાલ અહીં અગત્યનો નથી.’ શ્યામાએ વાત અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મંગલસિંઘના […]

પ્રેમ, પ્રણય, પરિણય અને લફરાં પ્રકરણ

થોડા વખત પહેલાં અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા, ’65 વર્ષના એક દાદાનું30 વર્ષ જૂનું પ્રેમ પ્રકરણ ખૂલ્યું. પત્નીએ પ્રેમ પત્રો વાંચ્યા અને ચક્કર આવતા ફસડાઈ પડી.’ એપછી જે કંઈ બન્યું એ વિશેની ઘણી બધી વિગતો એ સમાચારમાં હતી. એવી જ રીતે એક બીજાવૃધ્ધની યુવા સ્ત્રીઓ સાથેની ન્યૂડ ચેટ વિશે પણ સમાચાર પ્રકાશિત થયા. આ […]