ઝમીને અવધ ભી નસીબ ન હુઈ, મેરી કબ્ર બનાને કો…

મારું અવધ, મારું લખનઉ જાણે કે ઉજ્જડ થઈ ગયું… અંગ્રેજોએ એ સુંદર શહેરને સ્મશાનમાં ફેરવી નાખ્યું.
વાજિદઅલી શાહને ઈમારતો બાંધવાનો ગજબનો શોખ હતો. વાજિદઅલી શાહે પોતાની અસફળ જિંદગીમાં અને
નામમાત્રની બાદશાહીના થોડા જ સમયમાં બંધાવી એટલી ઈમારતો અને બાગ તો નહિ જ બનાવ્યા હોય. ઈમારતો
ઉપરાંત બાદશાહને જાનવરોનો શોખ હતો. એ શોખ પણ એણે એટલી હદ સુધી પહોંચાડી દીધો કે દુનિયા એના જેવા
બીજાને પેદા ન કરી શકી.

નામ : બેગમ હઝરત મહાલ ઉર્ફે મોહંમદી ખાનમ
સ્થળ : કાઠમંડુ (નેપાળ)
સમય : 1879
ઉંમર : 58 વર્ષ

લખનઉ હવે ક્રાંતિની મશાલ હાથમાં લઈને આસપાસના ક્ષેત્રોને પણ જગાડી રહ્યું હતું. રાણી લક્ષ્મીબાઈ
સાથે મળીને મેં સ્ત્રીસૈનિકોનું પણ એક દળ તૈયાર કર્યું. જોકે એમાં બહુ મહિલાઓ ભળતી થઈ નહીં. પરંતુ મારી સાથે
ફૈઝાબાદથી આવેલી અનેક તવાયફોએ મને માની ન શકાય તેવો સહકાર આપ્યો. ખાસ કરીને હૈદરીબાઈ અને એની
સાથે સુલતાનાબાઈને ત્યાં અનેક અંગ્રેજ અફસરો આવતા. હૈદરીબાઈના કોઠા પર સૌથી સુંદર તવાયફો હતી એવું
કહેવાતું. એણે અને સુલતાનાબાઈએ પોતાની સુંદર છોકરીઓનો ઉપયોગ કરીને અંગ્રેજ અફસરો પાસે માહિતી
કઢાવવાનું કામ કર્યું. કેટલી બધી મહત્ત્વની માહિતીઓ એમણે ક્રાંતિકારી સુધી પહોંચાડી એટલું જ નહીં પોતાના કોઠા
પર ક્રાંતિકારીઓને છુપાવવા માટે પણ સગવડ કરી આપી…

અંતે હૈદરીબાઈ, સુલતાનાબાઈ અને એમની બીજી તવાયફો અમારા સ્ત્રી સૈનિકના દળોમાં સામેલ થઈ ગઈ.
આ બધા પછી કોઈ મોટું પરિણામ મળી શક્યું નહીં. બહાદુરશાહ ઝફર, નાનાસાહેબ પેશવા, તાત્યા ટોપે, રાણી
લક્ષ્મીબાઈ સાથે મળીને બીજા અનેક ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે લડત ચાલુ રાખી, પરંતુ બધા એક પછી એક
અંગ્રેજોની કૂટનીતિ અને ચાલાકી સામે હારતા ગયા.

મારું અવધ, મારું લખનઉ જાણે કે ઉજ્જડ થઈ ગયું… અંગ્રેજોએ એ સુંદર શહેરને સ્મશાનમાં ફેરવી નાખ્યું.
વાજિદઅલી શાહને ઈમારતો બાંધવાનો ગજબનો શોખ હતો. વાજિદઅલી શાહે પોતાની અસફળ જિંદગીમાં અને
નામમાત્રની બાદશાહીના થોડા જ સમયમાં બંધાવી એટલી ઈમારતો અને બાગ તો નહિ જ બનાવ્યા હોય.

ઈમારતો ઉપરાંત બાદશાહને જાનવરોનો શોખ હતો. એ શોખ પણ એણે એટલી હદ સુધી પહોંચાડી દીધો કે
દુનિયા એના જેવા બીજાને પેદા ન કરી શકી.

નૂર મંઝિલની સામે લોખંડના સુંદર પિંજરાની ફરતે લાંબો-પહોળો રસ્તો બનાવવામાં આવ્યો હતો જેમાં
સેંકડો હરણાં, ચીતલ અને જંગલી ચોપગાં પ્રાણીઓ છૂટથી ફર્યા કરતાં હતાં. તેની વચ્ચે સંગેમરમરનું એક પાકું બાંધેલું
તળાવ હતું જે હમેશાં છલોછલ ભરેલું રહેતું. તેમાં શુતુરમુર્ગ કિશોરી 1 , ફીલમુર્ગ 2 , સારસ, કાઝ 3 , બગલા, કરકરે 4 , હંસ,
મોર, ચકોર અને સેંકડો જાતનાં પક્ષી અને કાચબા છોડી મૂકવામાં આવ્યાં હતાં.

અનેક સ્થાનોએ હોજમાં માછલીઓ પાળવામાં આવી હતી જે ઇશારો થતાં જ એકઠી થઈ જતી અને કંઈક
ખાવાની વસ્તુ નાખો તો ઊછળી-કૂદીને ખૂબ રંગ જમાવી દેતી. તેમાં સૌથી અદ્ભુત તો એ હતું કે શહેનશાહ મંઝિલની
સામે એક મોટો લાંબો અને ઊંડો હોજ બનાવવામાં આવ્યો હતો જેની કિનારીઓને ચારેતરફથી ખૂબ ચીકણી કરીને
અંદરની તરફ વાળવામાં આવી હતી અને વચ્ચે એક કૃત્રિમ પહાડ બનાવવામાં આવ્યો હતો. તેની અંદર સેંકડો
નાળીઓ કરીને ઉપરથી એક બે જગ્યાએથી કાપીને પાણીનું ઝરણ વહેવડાવવામાં આવ્યું હતું. એ પહાડ પર બબ્બે-
ત્રણત્રણ ગજ લાંબા હજારો મોટા મોટા સાપ છોડી મૂકવામાં આવ્યા હતા જે આખો વખત દોડાદોડ કર્યા કરતા અને
ઘસડાયા કરતા, ક્યારેક પહાડની ટોચ સુધી ચડી જતા તો વળી નીચે ઊતરી આવતા. બે મોટા પિંજરાં હતાં જેમાં મોટા
મોટા બે અજગર રાખવામાં આવ્યા હતા.

જાનવરો ઉપરાંત હજારો પક્ષીઓનાં પિત્તળનાં પિંજરાં ખાસ સુલ્તાનખાનમાં હતાં. લોખંડની જાળીઓથી
સુરક્ષિત કેટલાયે મોટા મોટા હોલ હતા જે ગંજ તરીકે ઓળખાતા હતા. તેમાં ભાતભાતનાં પક્ષીઓ મોટી સંખ્યામાં
લાવીને છોડી મૂકવામાં આવતાં આવું સંપૂર્ણ, જીવતું ચિડિયાઘર દુનિયામાં કદાચ બીજે ક્યાંય મોજૂદ નહિ હોય. આ
જાનવરોને ભેગાં કરવામાં નિઃસંકોચ ખર્ચ કરવામાં આવતો અને જે કોઈ શખ્સ નવું જાનવર લઈને આવે તેને મોંમાગ્યા
દામ મળતા.

હજારેક પહેરેગીરો હતા જેનો પગાર સામાન્ય રીતે મહિને છ રૂપિયા હતો. લગભગ એંસી મુનીમો હતા જે
મહિને દસથી ત્રીસ રૂપિયાનો પગાર મેળવતા હતા. આ ઉપરાંત કેટલાંયે નાનાં નાનાં ખાતાં હતાં બબર્ચીખાનું,
આબદારખાનું, ભિંડીખાનું, ખસખાનું અને ખુદા જાણે બીજું તો શુંનું શું. એક ખાતુ મુત્આશુદા બેગમોનાં સગાંવ્હાલાં
અને ભાઈબંધોને લગતું હતું જેમને એમની લાયકાત મુજબ ભથ્થું મળતું હતું.

બાદશાહના મુકામને કારણે કલકત્તાની પડોશમાં જાણે કે એક બીજું લખનઉ વસી ગયું હતું. અસલ લખનઉ
ખલાસ થઈ ગયું હતું અને ત્યાંના લોકો મટિયા બુરજમાં જતા રહ્યા હતા; બલ્કે સાચી વાત તો એ હતી કે એ દિવસોમાં
મારું લખનઉ પુરાણું લખનઉ રહ્યું નહોતું, મટિયા બુરજ લખનઉ બની ગયું હતું. એ જ ધાંધલ-ધમાલ હતી, એ જ
જુબાન હતી, એ જ શાયરી હતી, એ જ મહેફિલ અને મનોરંજનનાં સાધનો હતાં. અહીંના જ વિદ્વાનો અને સંતો
હતા, અહીંના જ અમીર અને રઈસ હતા અને અહીંની જ જનતા હતી. કોઈને ધ્યાનમાં પણ આવતું નહોતું કે તેઓ
બંગાળમાં હતા.

બાદશાહ તો જોકે શિયા હતા; પણ ધાર્મિક પક્ષપાત એના સ્વભાવમાં નહોતો. એનો પુરાણો કોલ હતો કે
મારી બે આંખોમાં એક આંખ શિયા છે અને બીજી સુન્ની છે. વહીવટની બધી જ જવાબદારીભરી જગ્યાઓ
સુન્નીઓના હાથમાં હતી. જાતિ-સહિષ્ણુતાનો આથી મોટો પુરાવો બીજો કયો મળી શકે? સિબૈતનાબાદના ઈમામવાડા
અને ખાસ ઇમામવાડા ‘બેતુલબકા’ની વ્યવસ્થા અને મજલિસ અને ધાર્મિક સમારોહનું આયોજન કરવાની જવાબદારી પણ
સુન્નીઓના જ હાથમાં હતી.

આ બધી તો ભૂતકાળના દિવસોની વાત થઈ ગઈ… આજનું અવધ હવે અંગ્રેજોના કબજામાં છે. બિરજિસ કદ્રને બ્રિટિશ
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દેશદ્રોહના ગુનામાં પકડીને સજા કરી. મારે માટે હવે લખનઉમાં જીવવા જેવું કશું જ બાકી ના રહ્યું. અંગ્રેજ
સરકારે મને દેશનિકાલની સજા કરી. ભારતની બહાર ક્યાં જવું એની મને ખબર નહોતી તેમ છતાં લખનઉથી નીકળીને પગપાળા મેં
કાઠમંડુ સુધીની યાત્રા કરી. મારી સાથે મારી બે વફાદાર દાસીઓ અને એક સેવક સિવાય કોઈ નહોતું. નેપાળના પહેલા રાણાના
પ્રધાનમંત્રી જંગબહાદુરે અંગ્રેજોથી ડરીને મને નેપાળમાં મને શરણ આપવાનો ઈનકાર કર્યો. એ પછી ખૂબ બધા ઘરેણાં અને
સોનામહોરો લઈને અંતે મને કાઠમંડુમાં રહેવાની રજા તો આપી, પરંતુ કોઈપણ ક્રાંતિકારી ચળવળ કે અંગ્રેજો વિરુદ્ધની પ્રવૃત્તિ નહીં
કરવાની કડક ચેતવણી સાથે!

હું હવે એકલી મારી બે દાસીઓ સાથે જીવી રહી છું. એક નાનકડા ઘરમાં. કોણ માનશે કે હું પ્રખ્યાત અને વિલાસી
વાજિદઅલી શાહની પ્રિય બેગમોમાંથી એક હતી… કોણ માનશે કે હું ‘હઝરત મહાલ’ હતી.. કોણ માનશે કે મેં અંગ્રેજોની સામે ટક્કર
લેવા મારું જીવન ખર્ચી નાખ્યું…

મારા મૃત્યુ પછી કાઠમાંડુના જામા મસ્જિદોના મેદાનમાં કોઈ અનજાન કબરમાં મને દફનાવી દેવામાં આવશે…
નોંધઃ 1979માં હઝરત મહાલનું મૃત્યુ થયું, 1887માં રાણી વિક્ટોરિયાની જયંતીના અવસર પર બિરજિસ કદ્રને માફ કરી
દેવામાં આવ્યો અને એને લખનઉ પાછા ફરવાની પરવાનગી મળી. 10 મે, 1984માં સરકારે બેગમ હજરત મહાલના સન્માનમાં
પોસ્ટની સ્ટેમ્પ બહાર પાડી.

(સંપૂર્ણ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *