મુઠ્ઠીમાં બંધ એક ભીનો સબંધ
અને, ગલીઓમાં ગૂંજે છે – ગંધ
બળબળતા માંસની
ને
કડકડતી ખોપરીની ઊભરાતી કેસરી સુગંધ.

આંખોમાં રંગ હવે આતશબાજીનો
અને, જીતવાની બાવન છે ચાલ
ભેટીને જીવવાના સોગન લીધા’તા
હવે ક્ષણે ક્ષણે ધરવાની ઢાલ.

શુન્ય અને ચોકડીની ફેલાતી જાળ
અને, ક્ષણે ક્ષણ સળગે કાળઝાળ
જીતવાને માટે જે ખેલાતી બાજી
એમાં શુન્યની છે હારમાળ.

To view more Poems click button bellow

Read poems