એક વાચકે ઈમેઈલ લખ્યો છે, “તમારા લેખોની ભાષા રાજકિય થતી જાય છે. બને તો એને તાત્કાલિક બંધ કરવા વિનંતી.” આ ‘રાજકિય’ એટલે શું ? એ મને સમજાયું નહીં. જગતના કયા પત્રકાર, લેખક કે પોતાના સમયના જાગૃત નાગરિક, એક પેટ્રીઓટીક, દેશભક્ત વ્યક્તિ દેશની વર્તમાન રાજકિય પરિસ્થિતિથી દૂર રહી શકે ? જે થઈ રહ્યું છે એના તરફ […]
Category Archives: DivyaBhaskar
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તોદહાડો હતો એ કશી કૈં રજાનો. રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’ અને ‘સ્વૈરવિહારી’ના તખલ્લુસ હેઠળ એમણે વાર્તાઓ, કવિતાઓ અને હળવી શૈલીના નિબંધો લખ્યા છે. ગુજરાતી ભાષામાં એમનું પ્રદાન સન્માનનિય છે. અહીં મૂકેલી કવિતા, સ્વાભાવિક રીતે જ સ્વાતંત્ર્ય પહેલાંની કવિતા છે, કારણ કે એમાં એવો સંદર્ભ મળે છે. આ કવિતા અહીં મૂકવાનો સંદર્ભ […]
છેલ્લા થોડા દિવસમાં જેટલા ભગવાનને યાદ કર્યા છે, એટલા કદાચ આખા વર્ષમાં કોઈએ નહીં કર્યા હોય ! જો નોંધ્યું હોય તો સમજાય કે લગભગ દરેક આરતી કે ચાલિસા જે વેદો પછીથી રચાયા છે તેમાં દેવી-દેવતાને રાજી કરીને એની પાસેથી મનવાંચ્છિત ફળ મેળવવા માટે આ સ્તુતિ કરવાનું કહેવાયું છે. મૂળ યજુર્વેદના કે સામવેદના મંત્રો જેણે વાંચ્યા […]
આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં કોરોનાના 31,408 કેસ પોઝિટિવ મળ્યા છે. 1008 મૃત્યુ નોંધાયા છે… અખબારો રોજ મોટા અક્ષરે કોરોનાના વધતા કેસ વિશે માહિતી આપે છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી સુરતમાં લોકસંપર્ક કરવા નીકળ્યા એવા સમાચાર બહુ ટ્રોલ થયા. લોકોએ ‘આરોગ્ય મંત્રી જ લોકડાઉન પાળતા નથી’ એવા અનેક મેસેજ વહેતા કર્યા, ભોજપુરી એક્ટર અને […]
વિતેલા દિવસો, એક મહિનો અને છ દિવસ… 22મીના જનતા કરફ્યુથી શરૂ કરીને આજ સુધી આપણે બધા કોઈ ન સમજાય તેવા આતંકી ઓળા નીચે જીવી રહ્યા છીએ. લોકડાઉન કે સામાન્ય થઈ રહેલું, થવા તરફડતું જનજીવન આપણને હજી સુધી ભયમુક્ત કરી શક્યું નથી. આમ તો જીવન અટક્યું નથી, એ કેટલી નવાઈની વાત છે. કેટલીયે વસ્તુઓ વગર આપણને […]
લોકડાઉન પછી આપણે બધા થોડા બદલાયા છીએ. “સુધર્યા” છીએ નહીં કહું ! સાચું પૂછો તો આવા એકાદ પદાર્થ પાઠની આપણને જરૂર હતી. કુદરત જ નહીં આપણે આપણી આસપાસના કેટલાય લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને જીવતા શીખી ગયા હતા. આપણી આસપાસની દુનિયા જાણે કે આપણી જ સગવડ માટે ઊભી કરવામાં આવી છે એવા કોઈ ભ્રામક ખ્યાલ […]
14 એપ્રિલ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું ! માસ્ક પહેરીને આવેલા પ્રધાનમંત્રીએ માસ્ક ઉતારીને સંબોધન કર્યું, ટૂંકું છતાં મહત્વપૂર્ણ મુદ્દા સાથેનું આ સંબોધન દેશવાસીઓને મહામારીમાંથી બચાવવા માટેના પ્રયાસની એક નવી જાહેરાત હતી. લોકડાઉનની મર્યાદા વધારવામાં આવી, વધુ સખત કરવામાં આવી, માસ્ક કમ્પલસરી થયા અને સાથે પ્રધાનમંત્રીએ આ દેશના ગરીબ અને રોજ […]
ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક શોર્ટ ફિલ્મ છે, ‘કોપી’. માણસ પોતાના જેવાનો જ બીજો રોબોટ તૈયાર કરી શકે છે અથવા કરી શકાયો છે એવા બાયોસાયન્સની આ ફિક્શન છે. વિક્રાંત મેસી અને સુરવિન ચાવલા, પતિ-પત્ની છે. બંને પોતાના જેવા જ રોબો તૈયાર કરાવે છે, પરંતુ એ રોબો પાસે પોતાના ઈમોશન્સ છે. પોતાના અફેર પત્નીથી છૂપાવવા માટે તૈયાર […]
લોકડાઉન સાથે જોડાયેલા અનેક સવાલોમાંનો એક સવાલ એ છે કે આ બધા દિવસો દરમિયાન જે લોકો પરાણે ઘરે રહ્યા છે એનું શું થશે ? જેની પાસે ઓલમોસ્ટ સરખી રીતે જીવવા માટેની સગવડ અને વ્યવસ્થા છે એવા લોકો, પોતાની ઓફિસ ધરાવતા, પ્રાઈવેટ ધંધો કે સારી કંપની સાથે કામ કરતા, વ્હાઈટ કોલર જોબ કરતા લોકોને કદાચ બહુ […]
લોકડાઉન, ક્વોરન્ટાઈન, હોમ બાઉન્ડ…ની સાથે સાથે ધીમે ધીમે પણ વધતો મૃત્યુદર. સપડાતા લોકો, ચારે તરફથી આવતા અણગમતા સમાચારોની સાથે સાથે જરૂરી-બિનજરૂરી, સાચા-ખોટા સૂચનો. આપણે છેલ્લા એક પખવાડિયાથી શહેરને આપણી બારીના ચોરસ આકારમાં જોયું છે. આકાશનો એવડો જ ટૂકડો આપણે જોતા રહ્યા જેટલો આપણને આપણી બાલ્કનીમાંથી, બારીઓમાંથી કે ટેરેસમાંથી દેખાયો ! મજાની વાત એ છે કે […]











