Category Archives: Mumbai Samachar

ભાગઃ 4 | શેખ હસીના વાઝેદ

નામઃ શેખ હસીના વાઝેદસમયઃ 2025સ્થળઃ અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારતઉંમરઃ 78 વર્ષ ભારત સાથેના સંબંધો ગમે તેટલા સારા હોય, પરંતુ આપણે આપણી મરજીથી કોઈ અન્ય દેશમાંરહીએ એ એક પસંદગી છે અને આપણે આપણા વતનમાં પાછા ન ફરી શકીએ એવી મજબૂરી હોય ત્યારેઆપણી નિઃસહાયતાનું દુઃખ અલગ જ હોય છે. જે વ્યક્તિ ત્રણ-ત્રણ ટર્મ સુધી દેશની પ્રધાનમંત્રી રહીચૂકી […]

ભાગઃ 3 | શેખ હસીના વાઝેદ

નામઃ શેખ હસીના વાઝેદસમયઃ 2025સ્થળઃ અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારતઉંમરઃ 78 વર્ષ એક વ્યક્તિ 78 વર્ષની ઉંમરે નિષ્કાશિત જીવન વિતાવી રહી હોય ત્યારે એ પોતાના ભવિષ્ય વિશેશું વિચારે, અથવા કઈ રીતે વિચારે… માણસ માત્રને વૃધ્ધાવસ્થામાં પોતાનું વતન યાદ આવે, એ જવતનથી દૂર આજે, અહીં ભારતમાં બેઠી છું. પાછી જઈ શકીશ કે નહીં એ વિશે મારા મનમાં […]

ભાગઃ 2 | શેખ હસીના વાઝેદ

નામઃ શેખ હસીના વાઝેદસમયઃ 2025સ્થળઃ અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારતઉંમરઃ 78 વર્ષ 15 ઓગસ્ટ, 1975ની એ રાત. કુલ મળીને 20 લોકો અમારા ધાનમંડીના ઘરમાં દાખલ થયા.એક એક રૂમમાં ઘૂસીને એમણે અમારા આખા પરિવારને મારી નાખ્યો. સત્તા પરિવર્તનના આ સૈન્યઓપરેશન પછી રાજનૈતિક પરિવર્તનની તૈયારી શરૂ થઈ. અનેક રાજનીતિક નેતાઓને ગિરફ્તાર કરીલેવામાં આવ્યા. સવારે સાડા પાંચથી સાડા છ […]

ભાગઃ 1 | શેખ હસીના વાઝેદ

નામઃ શેખ હસીના વાઝેદસમયઃ 2025સ્થળઃ અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારતઉંમરઃ 78 વર્ષ આજે, 31 જાન્યુઆરીએ ખાલિદા ઝિયાનું નિધન થયું. બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિખાલિદા ઝિયાના નિધનને કારણે બદલાશે એવું દુનિયાના ઘણા દેશો માને છે, પરંતુ બાંગ્લાદેશનીઆંતરિક પરિસ્થિતિ હું જાણું છું… ખાલિદા ઝિયાની પાર્ટી-બાંગ્લાદેશ નેશનલ પાર્ટીમાં છેલ્લા થોડાસમયથી એમનું પણ વર્ચસ્વ રહ્યું નહોતું. એમણે જ ઉભેલી કરેલી પાર્ટી જમાત-એ-ઈસ્લામીએબાંગ્લાદેશ […]

ભાગઃ 3 | અરૂણા આસફ અલી

નામઃ અરૂણા આસફ અલીસમયઃ 1994સ્થળઃ દિલ્હીઉંમરઃ 86 વર્ષ અમારા લગ્નની પહેલાં 9 ઓગસ્ટ, 1925 ના રોજ એક ટ્રેનની સશસ્ત્ર લૂંટ થઈ. આ લૂંટ ટ્રેનના અંતિમ મુકામ લખનૌના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 10 માઈલ (16 કિમી) દૂર કાકોરી શહેરમાં થઈ હતી. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA), સશસ્ત્ર બળવો સહિત ક્રાંતિ દ્વારા ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે સમર્પિત એક જહાલવાદી સંગઠનના સભ્યોએ આ લૂંટ કરી. હુમલાના […]

ભાગઃ 2 | સ્વતંત્રતા સંગ્રામની સાથે સાથે…

નામઃ અરૂણા આસફ અલીસમયઃ 1994સ્થળઃ દિલ્હીઉંમરઃ 86 વર્ષ ભારતીય રાજકારણ અને ઈતિહાસમાં લોકો મને ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે યાદ કરે છે. એંસી વર્ષની ઉંમરે હું દિલ્હીની સરકારી બસોમાં પ્રવાસ કરતી, આ શિક્ષણ અને કેળવણી મને મારા માતા-પિતા તરફથી અને એ પછી મહાત્મા ગાંધી સાથે કામ કરતી વખતે મળ્યા હતા. 1926-27ના ગાળામાં હું કલકત્તામાં ગોખલે મેમોરિયલ […]

ભાગઃ 1 | બ્રાહ્મોસમાજ અને કોન્વેન્ટઃ મારા જીવનના સિક્કાની બે બાજુ

નામઃ અરૂણા આસફ અલીસમયઃ 1994સ્થળઃ દિલ્હીઉંમરઃ 86 વર્ષ ભારતની રાજધાની-દિલ્હી! 1947થી 1994 સુધીનો સમય… મેં દિલ્હીને પળેપળ બદલાતું જોયું છે. જૂની દિલ્હીની પરોઠા ગલી, મંડી હાઉસના જૂના કોંગ્રેસ ભવનથી શરૂ કરીને આજના વિશાળ કોંગ્રેસ ભવનની ભવ્ય ઈમારત સુધીના પ્રવાસમાં હું આ દેશના તમામ બદલાતા સમયની સાક્ષી રહી છું. ગાંધીજીએ જ્યારે દાંડી સત્યાગ્રહની જાહેરાત કરી ત્યારે […]

ભાગઃ 4 | ગાંધીનું આગમનઃ મારા વિરોધની શરૂઆત

નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ 1857માં મંગલ પાંડેએ પહેલીવાર અંગ્રેજ સત્તાનો વિરોધ કર્યો. એ પછી ભારતમાંપહેલીવાર સ્વતંત્રતા માટે બળવો થયો. અનેક લોકોના મૃત્યુ થયા અને ક્રૂર શાસકોએ આખા ગામોસળગાવી દીધા. લોકો પર અત્યાચાર કર્યા, બળવો દબાવી દેવામાં આવ્યો, એ પછી પેશ્વાનાનાસાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, કુંવરસિંઘ, બહાદુર શાહ ઝફર, […]

ભાગઃ 3 | ભારતમાં આગમનઃ થિયોસોફિકલ સોસાયટી સાથે અનુસંધાન

નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ જગતના કોઈ સત્તાધીશોથી એમનો વિરોધ સહન થતો નથી, આ તો અંગ્રેજ સરકાર હતી!ભારત, દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ અને ઈજિપ્ત, કેન્યા, નાઈજિરિયા, (આજે જે કેનેડા તરીકેઓળખાય છે) બ્રિટિશ નોર્થ અમેરિકા, કેરેબિયનનો કેટલોક ભાગ અને વેસ્ટઈન્ડિઝના દેશો ઉપર રાજકરતા આ અંગ્રેજોનો સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું, […]

ભાગઃ 2 | અંગ્રેજ સરકારનો વિરોધઃ ઈંગ્લેન્ડ છોડવાનો આદેશ

નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ 1872માં એક સ્ત્રીનાં લગ્ન તૂટે એ રૂઢિચુસ્ત અંગ્રેજ સમાજ માટે આઘાતજનક ઘટના હતી.શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ કરી રહેલા અંગ્રેજો માનસિક રીતે પછાત, રૂઢિચુસ્ત, સત્તાલોલુપઅને સ્વાર્થી હતા. એમણે એ સમયના મજૂરો અને સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા. ક્રિશ્ચિયાનિટીનામારા વિચારોથી મારા પતિ ખૂબ નારાજ થયા, એમણે મને […]