Author Archives: kaajal Oza Vaidya

અત્યારે તો માસ્ક જ વેક્સિન છે…

ગઈકાલે એક શાકભાજીવાળાની દુકાન પાસે થોડા લોકો ટોળે વળ્યા હતા. ત્રણ-ચાર યુવાન છોકરાઓ પોલીસ સાથે દલીલ કરી રહ્યા હતા. માસ્ક વગર બહાર નીકળેલા એ છોકરાઓ દંડ ભરવાની ના પાડતા હતા. પોલીસ એમને દંડ ભર્યા વગર જવા દેવા તૈયાર નહોતી. ટોળે વળેલા લોકોમાં થોડા છોકરાઓના પક્ષે હતા તો થોડા પોલીસના પક્ષે… એ છોકરાઓમાંથી એક યુવાને કહ્યું, […]

આજની સ્ત્રીના અદ્રશ્ય આયુધ…

આજે દશેરા ! ફાફડા-જલેબીની હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, દુકાને ઊભા રહીને ફાફડા-જલેબી ખાવાની એક આખી પરંપરા જાણે આજે અધૂરી રહી ગઈ ! રાવણ પણ બાળવામાં નહીં આવે, કેટલાંય વર્ષોથી દિલ્હીમાં ભજવાતી ‘રામલીલા’ પણ આ વર્ષે ભજવાઈ નથી. જાણે કે એક નવા યુગનો પ્રારંભ થયો છે. જેમાં પરંપરાગત રીતે પૂતળાં બાળવાને બદલે ભીતર રહેલા રાવણને […]

ચશ્મા ઉતારો ફિર દેખો યારો…

“હું આવું માનું છું…” અથવા “મને આવું લાગે છે…” જેવા વાક્યોનો પ્રયોગ આજકાલ ઓછો થવા લાગ્યો છે. મોટાભાગના લોકો “આમ જ હોય” અથવા “આ જ રીતે જોઈ, વિચારી કે જીવી શકાય” એવા આગ્રહ સાથે જીવતા થયા છે. આપણી પાસે આપણા પ્રિકન્સિવ્ડ વિચારો છે, જે આપણને ઉછેર સાથે, અનુભવો સાથે મળ્યા છે. આ વિચારો અથવા આપણી […]

કીડીને કણ, હાથીને મણ… માણસને પણ!

તમે નસીબદાર હો અને ઈશ્વરે તમને તમારી જરૂરિયાતથી વધારે ભોજન આપ્યું હોય તો બીજાને અપમાન ન લાગે એ રીતે એની સાથે ભોજન વહેંચવું, એ માનવધર્મ છે . થોડા દિવસથી એક પાકિસ્ જાહેરખબર સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થઈ છે. ‘દસ્તક’ નામની ફૂડ પ્રોડક્ટની આ જાહેરખબરમાં ખાવાનું, ફૂડ જે રીતે વેડફાય છે એની વાત બહુ સંવેદનશીલ […]

ઇન્દિરા ગાંધી: સત્તા અને સંસાર/સંબંધની વચ્ચે …

બહારથી લોખંડી, હિંમતવાળી અને મજબૂત દેખાતી સ્ત્રીની ભીતરમાં ક્યાંક અત્ત ઋજુ, યં સંવેદનશીલ અને કોઇનો આધાર શોધતી અત્યંત પ્રેમાળ સ્ત્રી પણ વસતી હોય છે! પાપુએ ફિરોઝને કહું, ‘તમે અહીંયા આવીને કેમ નથી રહેતા?’ ફિરોઝે તોછડાઇ પૂર્વક જવાબ આપેલો, ‘મને મ્યુઝિયમ માં રહેવાની ફાવટ નથી.’ પાપુ એ દિવસે જમતાં જમતાં ડાઇનિંગ ટેબલ છોડીને ચાલી ગયેલા ફિરોઝે […]

Phulchhab -2

એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ […]

‘પૃથ્વી’નો પાયો: પારિવારિક પરંપરા.!

નામ : સંજના કપૃર સ્થળ : મુંબઈ, મહારાષ્ટ્ર સમય : ૨૦૧૯ ઉમર : ૫૧ વર્ષ ૧૯૬૨માં પૃથ્વીરાજના મગજમાં પાર્લે-જૂહુના કિનારે આવેલા બે વિશાળ રમણીય પ્લોટ વસી ગયા. શહેરથી એ પ્લોટ દૂર હતા, પણ જગા ખૂબ શાંત અને સુંદર હતી. ૧૯૬૨માં પૃથ્વીરાજે એ પ્લોટ્સ ૧૦ વર્ષના ભાડાપટ્ટે રાખવાનો નિર્ધાર કર્યો. કુટુંબના માણસો, મિત્ર-સંબંધીઓ અને ખુદ તેમના […]

મૈં ગુલામ હું, આ મુજે ખરીદ મુર્શીદ હૈ તૂ, મૈં તેરા મુરીદ

સાવકી મા એક બાળકને વિશાળ હવેલીના ભોંયરામાં બંધ કરી દે અને એ બાળકની સાથે સમય વિતાવતી એની આયા જે વારંવાર પુરુષોથી શોષીત અને અપમાનિત થઈ છે. એ આયા આ નાનકડા છોકરાને ધીમે ધીમે શીખવે છે કે, “પુરુષ ભયાનક પ્રાણી છે. મોટો થાય ત્યારે તું પુરુષ નહીં બનતો, મારી દોસ્ત બનજે. એક સરસ મજાની સ્ત્રી બનજે…” […]

સ્ત્રી સન્માન ભીખ કે ભેટ નથી જ

આપણે સન્માનની અપેક્ષા પુરુષો પાસે રાખીએ છીએ, એ આપણી સૌથી મોટી ભૂલ છે. સૌથી પહેલું તો સ્ત્રીએ સ્ત્રીનું સન્માન કરવાનું છે. સ્ત્રીએ જ સ્ત્રીની પડખે ઊભા રહેવાનુંછે मदद चाहती है ये हौवा की बेटी यशोदा की हमजिंस, राधा की बेटी पयम्बर की उम्मत, ज़ुलयखां की बेटी जिन्हें नाज़ है हिन्द पर वो कहाँ है સાહિર […]

‘સ્વતંત્રતા’ સ્વાર્થી ન જ હોઈ શકે

‘મને બાળકો નથી જોઈતાં. મારે મારી કારકિર્દીનો વિચાર કરવો છે.’ એક ઘરમાં પુત્રવધૂએ ધડાકો કર્યો. લગ્નને થોડો સમય થયો ત્યાં સુધી તો સાસુ-સસરા ધીરજથી પ્રતિક્ષા કરતાં હતાં. એ એમ વિચારતાં હતાં કે હરવા-ફરવાની ઉમર છે, તો કદાચ થોડા વખત પછી બાળકનું પ્લાનિંગ કરશે, પરંતુ જ્યારે લગ્નને સાત વર્ષ પૂરાં થયાં ત્યારે માતા-પિતાએ મોકળા મને ચર્ચા […]