Author Archives: kaajal Oza Vaidya

વો ન સૂન સકેગા તેરી સદા…

“હું રોજ મારી પત્નીના પગ દબાવું છું.” જાણીતા ક્રિકેટર હાર્દિક અઠવાડિયે ગયે અઠવાડિયે કરેલા આ વિધાન પછી ઘણા લોકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા છે. એમણે કહ્યું હતું કે, “ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ કહે છે, કારણ કે જે વ્યક્તિ સારો માણસ હોય એ જ સારો ક્રિકેટર બની શકે !” આ વાત માત્ર ક્રિકેટ માટે જ લાગુ પડે છે […]

ચારિત્ર્ય : લોકલ અને ઈન્ટરનેશનલ

“એક ઔરત કા જબ સબ કુછ લૂટ જાતા હૈ તો ઉસકે પાસ અપના જિસ્મ બચ જાતા હૈ… ઉસ જિસ્મ કે બદલે મેં ઔરત જો ચાહે વો પા સકતી હૈ.” આ સંવાદ ‘એક થી બેગમ’ નામની વેબ સિરીઝમાં અશરફ ભાટકર (અનુજા સાઠે) એને પ્રેમ કરતા એક પ્રામાણિક પોલીસ ઈન્સ્પેકટર (ચિન્મય માંડલેકર)ને કહે છે. છેલ્લાં થોડા સમયથી […]

અદકપાંસળિયા, ચાંપલા, દોઢડાહ્યા ! હુ કેર્સ ?

જેને ગામનો અનુભવ હશે એને ખબર હશે કે દરેક ગામમાં એક ચોરો હોય, એ ચોરા ઉપર કેટલાક નવરા અને નકામા માણસો બેસી રહે. આવા લોકોને અદકપાંસળિયા કહેવાય, જેમનું કામ બીજાને ચીડવવાનું, ઈરીટેટ કરવાનું, ઘસાતી કોમેન્ટ કરવાનું હોય. એમાં એમને અનોખો આનંદ આવે. ગામના લોકો આવા માણસો પ્રત્યે ધ્યાન ન આપે. આજના સમયમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ […]

નેપોટીઝમ, ફેવરીટીઝમ અને લિગસી

સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અનેક લોકવાયકાઓ વહેતી થઈ છે. કોઈકે એને હેરાન કર્યો, કોઈકે ફિલ્મમાંથી બહાર કાઢ્યો કે એનું અપમાન થયું વગેરે માટે સફળ કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકો ઉપર દોષનો ટોપલો ઓઢાડવામાં આવી રહ્યો છે. એણે પચાસ સીમકાર્ડ બદલ્યાં હતાં, કે વિકિપીડિયા પર એની આત્મહત્યાની માહિતી આત્મહત્યા પહેલાં જ અપડેટ કરી દેવામાં આવી […]

ગૈર-સમજણ… પોતાના સાથે ન હોય !

“અમારી વચ્ચે નાની-નાની વાતમાં ગેરસમજણ થઈ જાય છે. હું જે કહેવા માગું છું એ વાત એમને સમજાતી જ નથી. એ પોતાનો મનફાવતો અર્થ કાઢીને મારી સાથે ઝઘડે છે… અમારી વચ્ચે ખૂબ જ મનદુઃખ થાય છે. હું એમને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ આ ગેરસમજણને કારણે અમે સુખથી રહી શકતા નથી.” એક વાચકનો ઈ-મેઈલ વાંચ્યો. આ […]

યુદ્ધ માત્ર સૈનિકો નહીં, નાગરિકો પણ લડશે

2020નું વર્ષ શરૂ થયું ત્યારથી જ એક યા બીજી રીતે સમસ્યાપૂર્ણ વર્ષ રહ્યું છે. માર્ચની 22મીએ જનતા કરફ્યુ પછી આપણો દેશ લોકડાઉનની સમસ્યામાં સપડાયો. હવે યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે. અઢી મહિનાના લોકડાઉન પછી આર્થિક રીતે જે માર પડ્યો છે એ પછી ભારત માટે યુદ્ધ કેટલું ખર્ચાળ અને આર્થિક, માનસિક રીતે કેટલી બધી સમસ્યાઓનું કારણ […]

વક્ત કરતા જો વફા…

“સુખ માટે ભેગા થયેલા બે જણા, અંતે સુખ મેળવવા જ છૂટા પડે છે…” જાણીતા લેખક-દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે “ઈન્સ્ટાગ્રામ” ઉપર લાઈવ ચર્ચામાં એમણે આ વાત કહી, ત્યારે લાગ્યું કે આ સાંભળીને કોઈપણ વ્યક્તિએ પોતાના સંબંધો વિશે આ વાત સમજવી જોઈએ. આમ જોવા જઈએ તો કેટલું સાચું છે આ ! પ્રેમ હોય કે પરિવાર, અંતે આપણે […]

‘વિષાદ’ પણ એક યોગ છે…

કારકિર્દીનો સૂર્ય તપતો હોય ત્યારે એક બુદ્ધિશાળી, ભણેલો અને પ્રમાણમાં સફળ કહી શકાય એવો એક માણસ પોતાનું જીવન ટૂંકાવે છે. અફવાઓનું બજાર ગરમ થાય છે. સુશાંતસિંગને હેરાન કરનારા, ફિલ્મની રિલીઝ અટકાવનારા, એને ડિપ્રેશનમાં ધકેલનારા અનેક લોકો સામે કેસ કરવામાં આવે છે, સહી ઝુંબેશ ઉપાડવામાં આવે છે… સુશાંતનો છેલ્લો કલાક કેવો હતો, એણે કોની સાથે વાત […]

દિલ તો ઉલઝા હી રહા, જિંદગી કી બાતોં મેં

“હું આવી નહોતી !” એક કોર્પોરેટમાં કામ કરતી અત્યંત સફળ કહી શકાય એવી સ્ત્રી આંખમાં આંસુ સાથે કહી રહી હતી, “હું એટલી સિમ્પલ, સરળ વ્યક્તિ હતી. માતા-પિતાએ કહ્યું ત્યાં લગ્ન કર્યાં, જિંદગીની કોઈપણ બાબતમાં દલીલ કર્યા વગર બધું સ્વીકારી લીધું. છેતરાતી રહી… હવે, ચાલીસ વર્ષની ઉંમરે એકદમ સ્માર્ટ, કાબેલ, થોડી ચાલાક કહી શકાય એવી થઈ […]

બોલ, કી લબ આઝાદ હૈં તેરે, બોલ, કી સચ ઝિંદા હૈં અબ તક..

દરબારે-વતન મેં જબ એક દિન સબ જાનેવાલે જાયેંગે કુછ અપની સજા કો પહુંચેંગે, કુછ અપની જઝા (ઈનામ) લે જાયેંગે કટતે ભી ચલો, બઢતે ભી ચલો, બાઝુ ભી બહોત હૈ, સર ભી બહોત ચલતે ભી ચલો કી અબ ડેરે મંઝિલ પે હી ડાલે જાયેંગે ઐ જુલ્મ કે મારોં ! લબ ખોલો, ચૂપ રહેનેવાલોં ચૂપ કબ તક […]