લોકડાઉન સાથે જોડાયેલા અનેક સવાલોમાંનો એક સવાલ એ છે કે આ બધા દિવસો દરમિયાન જે લોકો પરાણે ઘરે રહ્યા છે એનું શું થશે ? જેની પાસે ઓલમોસ્ટ સરખી રીતે જીવવા માટેની સગવડ અને વ્યવસ્થા છે એવા લોકો, પોતાની ઓફિસ ધરાવતા, પ્રાઈવેટ ધંધો કે સારી કંપની સાથે કામ કરતા, વ્હાઈટ કોલર જોબ કરતા લોકોને કદાચ બહુ […]
Author Archives: kaajal Oza Vaidya
લોકડાઉન, ક્વોરન્ટાઈન, હોમ બાઉન્ડ…ની સાથે સાથે ધીમે ધીમે પણ વધતો મૃત્યુદર. સપડાતા લોકો, ચારે તરફથી આવતા અણગમતા સમાચારોની સાથે સાથે જરૂરી-બિનજરૂરી, સાચા-ખોટા સૂચનો. આપણે છેલ્લા એક પખવાડિયાથી શહેરને આપણી બારીના ચોરસ આકારમાં જોયું છે. આકાશનો એવડો જ ટૂકડો આપણે જોતા રહ્યા જેટલો આપણને આપણી બાલ્કનીમાંથી, બારીઓમાંથી કે ટેરેસમાંથી દેખાયો ! મજાની વાત એ છે કે […]
આપણે ઘણા વર્ષોથી સસલા અને કાચબાની વાર્તા સાંભળતા આવીએ છીએ. ઘણી વાર એ કથામાં આપણને સમજાવવામાં આવ્યું છે કે ધીમી અને મક્કમ ગતિએ આગળ વધનાર માણસ ક્યાંક પહોંચે છે. દોડતા, આગળ જવા નીકળી ગયેલા લોકો આળસ કે અહંકારમાં ક્યાંક અટકી જાય છે, પરંતુ પોતાનામાં વિશ્વાસ રાખીને, પૂરી શ્રધ્ધા અને વિશ્વાસથી આગળ વધતા લોકો અંતે પોતાના […]
“હું તને લવ કરું છું…” સ્કૂલમાં ભણતો છોકરો એક સ્કૂલમાં ભણતી છોકરીને આ કહે છે. છોકરીની ઉંમર ૧૪ વર્ષની છે અને છોકરાની ૧૫. છોકરી શરમાઈને ભાગી નથી જતી, ત્યાં જ ઊભી રહે છે. આગળ વધીને ૧૫ વર્ષના છોકરાને કીસ કરે છે ! આ કોઈ ફિલ્મનો કે ટેલીવિઝન સિરિયલનો સિન નથી. આપણા દેશની બી ટાઉન સ્કૂલમાં […]
કોરોના વાઈરસ (કોવિદ-19) આખી દુનિયાને ધ્રુજાવી રહ્યો છે. આ લખાય છે ત્યારે અમેરિકાએ એની રસી શોધી કાઢી છે અને ભારતમાં એક દર્દીને સાજો કરીને ઘેર મોકલી આપવામાં આવ્યો છે એવા સમાચાર આપણા સુધી આવી ગયા છે… 12 રાજ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપટમાં છે. સ્કૂલ, કોલેજ, થિયેટર, મોલ અને ક્લબ્સ બંધ કરી દેવાઈ છે. સેન્સેક્સ પડી […]
ઉત્તર ગુજરાતમાં વિસનગર પાસે ભાલક ગામની નાથ બાઈ જન્મે મુસલમાન પણ મહંત શ્રી જગમાલજીના સમયમાં એમણે પોતાની ભક્તિથી હિન્દુ-મુસલમાનના ભેદને ધોઈને સ્વયંને ઈશ્વરમાં ઓતપ્રોત કરી નાખી. સ્ત્રી થઈને સમાધિ લીધી. આજે પણ લોકો એમને સતી નાથ બાઈ તરીકે યાદ કરે છે. (લલ્લુભાઈ રબારીના પુસ્તક આપણા સંતોનું દર્શન) માં આ વાત વાંચી ત્યારે ભીતર કશુંક જબરજસ્ત […]
પાનના ગલ્લાની બાજુમાં હું ઉબરની પ્રતિક્ષા કરું છું. સોળ વર્ષથી નાના લાગતા બે છોકરા ટુ વ્હીલર પર સ્કૂલનો યુનિફોર્મ પહેરીને આવે છે. બેમાંથી એક છોકરો સિગરેટ ખરીદે છે. પાનના ગલ્લાવાળો બીજાને પૂછે છે, ‘આજે તારે નથી જોઈતી?’ પ્રમાણમાં સહેજ સામાન્ય ઘરનો લાગતો છોકરો ઝંખવાણું હસીને ના પાડે છે, ‘આજે પૈસા નથી…’ પાનવાળો એને કહે છે, […]
“હું તમારા બધાથી કંટાળી ગઈ છું. બધું આમનું આમ મૂકીને જતાં રહેવાનું મન થાય છે.” આ વાક્ય લગભગ દરેક ટીનએજર સંતાનથી શરૂ કરીને આજે પાંત્રીસના થઈ ગયેલા દીકરા કે દીકરીએ સાંભળ્યું જ હશે. મમ્મી, મા, અમ્મા, મોમ… સતત જિંદગીના જુદા જુદા રંગોમાંથી પસાર થાય છે. દીકરી તરીકે ખુશીના, આનંદના ગુલાબી રંગમાંથી, પછી લગ્નનો લાલ રંગ, […]
“આપકી પહેલી પિક્ચર ‘તુમ બીન’ થી… વેરી રોમેન્ટીક પિક્ચર ! ફીર ઉસકે બાદ આપને બનાઈ મુલ્ક, ગુલાબ ગેંગ, આર્ટીકલ-15 ઔર થપ્પડ… ઐસા ક્યા હો ગયા સર, કી પ્યાર સે વિશ્વાસ ઉઠ ગયા ?” કપિલ શર્માના શોમાં આવેલા અનુભવ સિન્હાને પૂછાયેલો આ સવાલ આમ તો કપિલ શર્માએ હસતાં હસતાં પૂછ્યો, પરંતુ આ સવાલની પાછળ રહેલો મર્મ […]
મહિલા જેલના થોડા દ્રશ્યો… સત્યાવીસ વરસની એક છોકરી એના દોઢ વર્ષના બાળક સાથે જેલમાં રહે છે. એ બાળકનું બીજું કોઈ નથી, એટલે એને મા સાથે રહેવાની પરવાનગી મળી છે. બાળક ખૂબ નાનું હતું ત્યારે આ છોકરી, સુનયનાએ એના પતિની હત્યા કરી. એને જેલ થઈ. સુનયના બાર ડાન્સર હતી. બાર બંધ થયા પછી એનો પતિ એને […]











