Category Archives: Mumbai Samachar

ભાગઃ 1 | બાળપણથી યુવાનીઃ શ્રધ્ધાથી તર્ક તરફનો પ્રવાસ

નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ ભારતનો ઈતિહાસ અનેક દેશી-વિદેશી પ્રવાસીઓનો ઋણી છે. જેને કારણે આ દેશનીસંસ્કૃતિમાં વિવિધતા અને વિશ્વધર્મને સ્વીકારવાની સહિષ્ણુતા જાગૃત રહી શકી છે. આજે,વારાણસીના ઘાટ પર બેઠી બેઠી જ્યારે હું વિચારું છું ત્યારે મને સમજાય છે કે, મારો જન્મ ભલેઈંગ્લેન્ડમાં થયો, પણ મારા વિચારો અને વ્યક્તિત્વના મૂળમાં ભારતીયતા […]

ભાગઃ 4 | મારા જીવનમાં આવેલો એક પણ પુરુષ મને સંપૂર્ણપણે જાણી કે પામી શક્યો નહીં

નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ એક છોકરીને જ્યારે નાનપણમાં જ એવું શીખવી દેવામાં આવે કે, એના અસ્તિત્વનો અર્થફક્ત એનું સ્ત્રીત્વ અથવા એનું આકર્ષણ છે ત્યારે એ પોતાના આખા જીવનમાં ફક્ત પુરુષને પોતાનાજીવનમાં કેન્દ્ર સ્થાને રાખીને પોતાનું જીવન પ્લાન કરે છે. મારી સાથે પણ એવું જ થયું છે… મનેમારા જીવનમાં આવેલા […]

ભાગઃ 3 | 86 વર્ષે પણ હું એક નવા સંબંધમાં પ્રવેશવા-પ્રેમની સાચી અનુભૂતિ વિશે જાણવા

નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ હું શરૂઆતથી કશુંક જુદું કરવા-કશુંક વધુ સારું કરવા માટે પ્રેરિત થતી રહી છું. મારી પહેલીફિલ્મ પછી લગભગ દર વર્ષે મેં બે ફિલ્મોમાં કામ કર્યું છે એમ કહું તો ચાલે. આજે, છ દાયકાની મારીકારકિર્દી પછી મેં સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘હરિ સનડાઉન’, ‘ઈન […]

ભાગઃ 2 | જે જીવીએ એ સાચું જીવીઃ મને કદી અફસોસ નથી થયો

નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ હોલિવુડમાં કારકિર્દી બનાવવી સરળ નથી. કોઈ મેન્ટોર, કોઈ ગોડફાધર ન હોય તોહોલિવુડમાં ટકી રહેવું અઘરું છે. 1960માં મારી બે ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ મને કામ મળતું નહોતું.પેરિસમાં આર્ટનો કોર્સ કર્યા પછી મેં ફરી એકવાર એ તરફ જોયું, હોલિવુડ છોડીને પેરિસ જવાનોવિચાર કરતી હતી એ જ […]

ભાગઃ 1 | હું એવરેજ, એવરેજથી ય ઓછી-આત્મવિશ્વાસ વગરની છોકરી હતી

નામઃ જેઈન સેમોર ફોન્ડાસ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સસમયઃ 2024ઉંમરઃ 86 વર્ષ એક છોકરી, જેને એના બાળપણથી જ એવું શીખવવામાં આવ્યું હોય કે, જો એ સુંદર નહીંહોય, પુરુષોને આકર્ષી નહીં શકે, જો એના સૌંદર્ય અને પ્રતિભાથી કોઈ પુરુષ પ્રભાવિત નહીં થાય તોએનું અસ્તિત્વ ડામાડોળ થઈ જશે… એ, છોકરી જીવનમાં કઈ રીતે આગળ વધી શકે? એનોઆત્મવિશ્વાસ કે કારકિર્દી […]

ભાગઃ 4 | નૃત્ય મારો વ્યવસાય નહીં, મારા અસ્તિત્વનો અંશ છે

નામઃ સોનલ માનસિંહસ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમયઃ 2024ઉંમરઃ 80 વર્ષ જીવન કેટલું અદભૂત છે! 1972માં મ્યુનિક ઓલિમ્પિક્સ માટેના ફોટોશૂટમાં હું જ્યોર્જનેમળી હતી… એ ક્ષણ મારા જીવનની સૌથી જીવંત અને અવિસ્મરણિય ક્ષણ છે. બે વર્ષ જાણે પલકઝપકતાં પસાર થઈ ગયાં. હું એની સાથે જર્મની શિફ્ટ થઈ ગઈ. અમે જર્મનીમાં નૃત્ય સાધનાનીશરૂઆત કરી. એણે […]

ભાગઃ 3 | એક્સિડન્ટ પછી સહુનું કહેવું હતું કે હું ક્યારેય નૃત્ય નહીં કરી શકું

નામઃ સોનલ માનસિંહસ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમયઃ2024ઉંમરઃ 80વર્ષ જેમ હૃદયનો ઈસીજી કઢાવીએ ત્યારે લાઈનો ઉપર નીચે થઈને એક ગ્રાફ બનાવે છે, જે દર્શાવેછે કે જિંદગી હજુ અકબંધ છે, હૃદય હજુ ધબકે છે… એ જ ગ્રાફ જો સીધી લીટીમાં પલટાઈ જાય તોએ સીધી લીટી હૃદય બંધ પડી ગયાની નિશાની છે! એવી જ રીતે […]

ભાગઃ 2 | અમે પ્રેમમાં પડીને લગ્ન કર્યાં, અને સહમતિથી છૂટાછેડા લીધા

નામઃ સોનલ માનસિંહસ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમયઃ2024ઉંમરઃ 80વર્ષ આજે લોકો મને ભારતીય સંસ્કૃતિની વાહક, એક અદ્વિતિય નૃત્યાંગના, પબ્લિક સ્પીકર અનેનારી ચેતનાની મશાલ તરીકે ઓળખે છે… મેં જે નૃત્ય નાટિકાઓ અથવા નૃત્યના કાર્યક્રમો કર્યા છે એપણ નારી ચેતનાની વાતને કેન્દ્રમાં રાખીને કર્યા છે.‘ઈન્દ્રધનુષ’, ‘માનવતા’, ‘મેરા ભારત’, ‘દ્રૌપદી’,‘ગીત ગોવિંદ’, ‘સબરસ’, ‘ચતુરંગ’, ‘પંચકન્યા’, ‘દેવી દુર્ગા’, […]

ભાગઃ 6 | પરવીન, રજની અને જસરાજઃ અનેક ખૂણાવાળો આ વિચિત્ર સંબંધ

નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ જે સમયે કબીરે ઘર છોડ્યું તે જ સમયે નૃત્યે મારા જીવનમાં પ્રવેશ કર્યો. વિધિની આદરમિયાનગીરી માટે હું અતિશય કૃતજ્ઞ છું. મારા જીવનને નવી દિશા મળી, નવી કામના. ઓડીસીને મેંસંપૂર્ણ સમર્પણ કર્યું, તેથી હું સ્થિર-સ્વસ્થ રહી શકી, સુખી થઈ. મારે જીવવા માટે સુખની ખૂબ જરૂરછે. […]

ભાગઃ 1 | યુવા વયે સલામતીની ખેવના ઓછી અને સાહસની ઝંખના વધુ હોય છે

નામઃ સોનલ માનસિંહસ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમયઃ2024ઉંમરઃ 80વર્ષ નૃત્ય મારું જીવન છે.નર્તન મારા પગમાં નથી, મારી નસોમાં રક્ત બનીને વહે છે. હું નર્તનશ્વસું છું, નર્તન જીવું છું!આજે, જીવનના આઠ દાયકા ભરપૂર જીવી લીધા પછી પાછી વળીને જોઉંછું તો મને સમજાય છે કે, મેં નૃત્ય માટે જ અવતાર લીધો છે. કેટલીક વ્યક્તિઓને એના […]