Author Archives: kaajal Oza Vaidya

બદલ રહી હૈ જિંદગી, બદલ રહે હૈં હમ…

મનોરંજન અથવા સિનેમા ભારતીય જનજીવનનો અભિન્ન હિસ્સો છે. ભારતીય લોકોસિનેમા ઉપરથી પોતાની ફેશન કે જીવનશૈલીને બદલતા જોવા મળ્યા છે. છેલ્લા બે વર્ષથી આસિનેમાનો વ્યવસાય બદલાઈ રહ્યો છે. મોટાભાગના લોકો હવે ઈન્ટરનેટ અને ઓટીટીના માધ્યમસાથે જોડાયા છે. સિનેમા થિયેટર્સ ખૂલ્યા છે, પરંતુ ફિલ્મોને જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી.આના બે કારણો છે. એક, કોરોનાના સમય દરમિયાન ઘરમાં […]

‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન અપમાનજનક છે?

કોરોના પછી આજુબાજુમાં રહેતા લોકોને એકબીજા સાથે દોસ્તી થવા લાગી છે, અથવા કદાચકરવી પડી છે. સૌને સમજાયું છે કે, પડોશી સાચા અર્થમાં પહેલો સગો છે… આવા સમયમાં કોઈક વ્યક્તિસાથેના સંબંધોમાં શું સંબોધન કરવું,એવી સમસ્યા ક્યારેક આપણને મૂંઝવી નાખે છે. એમાંય ખાસ કરીને,60થી ઉપર અને 65થી નીચેના લોકોને ‘અંકલ’ કે ‘આન્ટી’નું સંબોધન બહુ ગમતું ન હોય […]

નાગાલેન્ડ અને હેલિકોપ્ટર હાદસો સંબંધ કે અકસ્માત માત્ર ?

 નાગાલેન્ડના 14 લોહીયાળ મૃત્યુની હજી કળ વળે એ પહેલાં સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટર હાદસાએ ફરી ચોંકાવી દીધાછે. સમગ્ર રાષ્ટ્ર માટે આ આઘાતની ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે મીડિયાએ ઉઠાવેલો સવાલ પણ મહત્વનો છે. આ દેશની સેનાના અધ્યક્ષ જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા, એ જો સલામત ન હોય તો આપણે સૌ કઈ […]

રજનીકાન્તઃ 70 વર્ષે પણ સુપરસ્ટાર

‘સુપરસ્ટાર’ સિનેમાના સ્ક્રીન પર લખેલું વંચાય છે… પછી આર.એ.જે.એન.આઈ… એકપછી એક અક્ષરો આવે છે. પદ્મ વિભૂષણ ‘રજનીકાન્ત’ ! એમની ફિલ્મ રિલિઝ થવાની હોય ત્યારે 50ફૂટના કટ આઉટ લાગે છે. લોકો એને ભગવાનની જેમ પૂજે છે. એ હોસ્પિટલમાં હતા ત્યારે કેટલાયલોકોએ ખાવાનું છોડી દીધેલું… જન્મે મૂળ મરાઠી, શિવાજીરાવ ગાયકવાડ. એમનો પરિવારબેંગ્લોરમાં વસતો એટલે કન્નડ પણ બોલી […]

માણસ અને મ્યુઝિયમઃ આજ અને ઈતિહાસ

14 ડિસેમ્બર, રાજ કપૂરનો જન્મદિવસ. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમનો જન્મદિવસધામધૂમથી ઊજવાતો. આર.કે. સ્ટુડિયોમાં13 ડિસેમ્બરની રાત્રે બોલિવુડના મોટામોટા સ્ટાર્સરાજસા’બને જન્મદિવસની શુભેચ્છા આપવા ઊમટી પડતા. એ સિવાય આર.કે.ની હોળી, રાજસા’બજીવ્યા ત્યાં સુધી એક અનોખો પ્રસંગ બની રહેતી. આર.કે.ની હોળીમાં નિમંત્રણ મળે એ સ્ટારનુંસદભાગ્ય કહેવાતું… 17 સપ્ટેમ્બર, 2017… બપોરે 2.20, આર.કે. સ્ટુડિયોમાં લાગેલી ભયાનક આગની […]

ભૂલનું બીજ, ગુન્હાનું વૃક્ષઃ જવાબદાર કોણ ?

‘એક માણસને કેટલી જમીન જોઈએ ?… છ ફૂટ !’ લિયો ટોલ્સટોયની આ કથા આપણેઅનેકવાર કહી છે, સાંભળી છે, પરંતુ જીવનમાં ઉતારી શક્યા નથી ! એક ગામમાં એક માણસપહોંચ્યો. એને જમીન ખરીદવી હતી. ગામના મુખીએ કહ્યું કે, ‘સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તમેજેટલી જમીન પર ચક્કર લગાવી શકો એટલી જમીન તમારી થઈ જશે…’ એ માણસ રાત્રે ઊંઘમાં જચક્કર […]

વેદવાક્યઃ જીવનની સાદી, સીધી સમજ

રસ્તા ઉપર એક ગાડી અને એક સ્કુટરને હળવી ટક્કર થાય છે. કોઈ કશું સમજે તે પહેલાં બંનેજણાં હાથોહાથની મારામારી પર આવી જાય છે… આવું દૃશ્ય આપણે સૌએ અવારનવાર જોયું છે.પત્નીનો ઊંચો અવાજ કે ફરિયાદ, બાળકની કચકચ કે પડોશીનો હસ્તક્ષેપ હવે સીધો જ ઝઘડામાંપરિણમે છે અને ઝઘડાને મારામારી સુધી પહોંચતાં જરાય વાર નથી લાગતી. લોકોનો ગુસ્સોઅનેકગણો […]

બેક ટુ સ્કૂલઃ મજા કે સજા ?

22 માર્ચ, 2019… આખો દેશ, દુનિયા એક સાથે બંધ થઈ ગયાં. લોકો પોતાના ઘરમાં પૂરાયાઅને સાથે જ શાળા-કોલેજો પણ બંધ થઈ ગઈ. હવે, અઢી વર્ષ કરતાં વધુ સમય પછી શાળાઓ ખૂલીછે. મોટાભાગના બાળકો શાળા, મિત્રો અને સમૂહજીવન ભૂલવા લાગ્યા હતાં. ઓનલાઈન શિક્ષણ એટલુંબધું કોઠે પડી ગયું હતું કે હવે તૈયાર થઈને, યુનિફોર્મ પહેરીને સ્કૂલબેગ, વોટરબેગ […]

દીવ અને દમણઃ ‘દારૂ’; સિવાય પણ અહીં ઘણું છે

આ વર્ષે દિવાળીએ અનેક ઉદ્યોગોને એક બુસ્ટર ડોઝ આપ્યો. નાના વેપારીઓની સાથે સાથેટુરિઝમ ઉદ્યોગને ગુજરાતમાં સાચા અર્થમાં ફરી એકવાર ઊભા થવાની તક મળી. છેલ્લા થોડા વર્ષથીગુજરાત ટુરિઝમની દૃષ્ટિએ ખૂબ મોટી રેવન્યૂ જનરેટ કરી શકે છે. એની પાછળ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પહેલને દાદ દેવી પડે. આ જ કચ્છ, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કે આ જ દીવ […]

શિક્ષક એટલે ‘સરકારી નોકર’ કે…?

શિક્ષકો સાથે સંવાદ કરવાના મારા પ્રયાસ અને સી.આર. પાટીલની જાહેરાતથી સારું એવુંટ્રોલિંગ થયું… કાજલ ઓઝા વૈદ્ય શિક્ષકો સાથે સંવાદ કેવી રીતે કરી શકે ? ત્યાંથી શરૂ કરીને બીજાઘણા સવાલો ઊભા થયા ત્યારે એક વિચાર એવો આવ્યો કે, કોઈપણ વ્યક્તિને બીજી વ્યક્તિ સાથેસંવાદ કરવા માટે સમ-વેદના સિવાય બીજી કઈ લાયકાતની જરૂર પડે ? દેશનું ભવિષ્ય જે […]