Author Archives: kaajal Oza Vaidya

ઔરત બેચે, ઔરત ખરીદેં… કૈસા એ બાઝાર હૈ?

11 માર્ચ, 2022એ ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ રજૂ થઈ… અચાનક જ એના વિશેની ચર્ચાએજોર પકડ્યું. 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર વિશે હવે લગભગ બધા જ સંવેદનશીલથવા લાગ્યા છે… એવી જ રીતે, 1947થી 64ની વચ્ચે સેક્સ વર્કર્સના પ્રશ્નોની ચર્ચા કરવા માટે છેકજવાહરલાલ નેહરુ સુધી પહોંચેલી ગંગુબાઈ કાઠિયાવાડીની કથા પણ આપણને સ્પર્શી ગઈ. ‘મેંઅપને લિયે નહીં, કમાઠીપુરા […]

દુર્યોધનથી દારાઃ અહંકારનો અંધકાર, વેરનું વજન

સપ્ટેમ્બર, 1659… શાહજહાંનો દીકરો દારા શિકોહ કેદખાનામાં પોતાના દીકરા સાથેપોતાને માટે ભોજન બનાવી રહ્યો હતો. ઔરંગઝેબે મોકલેલો એક ગુલામ-નઝીર, એનું માથું કાપીનેલઈ જાય છે… ઔરંગઝેબ એ માથું ધોવડાવી, સાફ કરાવી અને થાળીમાં મૂકાવડાવે છે અને જ્યારેખાતરી થઈ જાય છે કે એ માથું એના સૌથી મોટા ભાઈ દારા શિકોહનું છે ત્યારે એ માથું પછાડીપછાડીને રડે છે, […]

દિલ સચ્ચા ઔર ચહેરા જુઠા…

કોરોના પછી ‘ઓનલાઈન’ની એક નવી દુનિયા ખુલી છે… ગ્રોસરીથી શરૂ કરીને ઘરેણાં સુધી, કશુંપણ ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે, હોમ ડિલિવરી થઈ જાય છે. મોટાભાગના લોકોએ દુકાનોમાંજવાનું બંધ કરી દીધું છે. સ્ટોરની ઈલેક્ટ્રિસિટી, એરકન્ડીશન અને સ્ટાફના ઓવરહેડ્ઝ વગર પ્રોડક્ટઓનલાઈન સસ્તી પણ પડે છે… પરંતુ, એક નવાઈની વાત એ છે કે, આ ઓનલાઈન પ્રોડક્ટ્સ વધુને વધુયુથ […]

જિસ કા જીતના હો આંચલ યહાં પર, ઉસ કો સૌગાત ઉતની મિલેગી

ભારતીય ધર્મશાસ્ત્રોમાં જ્યારે આશીર્વચન આપવામાં આવે છે ત્યારે કહેવાતો શ્લોક ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः ।भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।स्थिरैरङ्गैस्तुष्टुवागँसस्तनूभिः ।व्यशेम देवहितं यदायूः ।स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।स्वस्ति नः पूषा विश्ववेदाः ।स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः ।स्वस्ति नो वृहस्पतिर्दधातु ॥ॐ शान्तिः शान्तिः शान्तिः ઓમ ! હે દેવો, અમે અમારા કાનથી શ્રેય સાંભળીએ, યજ્ઞમાં હોઈએ ત્યારે. આંખોથી સારુંજોઈએ અને સ્થિર પગલે સારી દિશામાં ચાલતા રહીએ. દેવો દ્વારા અમને મળેલી આ જિંદગીમાંથીઉત્તમ પામીએ અને દસે દિશામાંઓથી અમને સારા વિચારો આવી મળે. અમને ઈન્દ્રના આશીર્વાદમળે (વૈભવ અને ભોગ). […]

નારી શક્તિના નારા… કેટલા અધૂરા, કેટલા બિચારા!

આઠમી માર્ચે, વિશ્વભરમાં મહિલા દિવસ ઊજવાય છે. જાતભાતના કાર્યક્રમો યોજાય છે અનેમહિલા સશક્તિકરણ-સ્ત્રી સ્વતંત્રતાના નામે અનેક મોટી મોટી વાતો કરવામાં આવે છે. બહુ આશ્ચર્યથાય એવું નથી, પરંતુ એક તરફ જગતભરમાં આવા કાર્યક્રમો યોજાતા હતા ત્યારે બીજી તરફ,મહિલાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ધારાસભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે,સેવાદળની મહિલાઓ સાથે પોલીસોએ ખરાબ વર્તન કર્યું […]

અભિપ્રાય, ઉશ્કેરાટ, અફવા અને અંતે શું?

3જી ઓક્ટોબરે ક્રુઝ પરથી અરેસ્ટ થયેલો આર્યન ખાન ડ્રગ્સના કિસ્સામાં 22 દિવસની જેલપછી વિવાદ અને અફવાઓના તોફાનને પસાર કરીને ‘પૂરાવાઓના અભાવે નિર્દોષ’ જાહેર કરાયો છે.આ પહેલા સલમાન ખાન પણ આવી જ રીતે નિર્દોષ છૂટી ગયા હતા. મીડિયાએ સેલિબ્રિટીનાજેટલા કેસ ચગાવ્યા એમાંથી ઘણા બધા કેસ-કિસ્સા સાવ સહજતાથી ‘પુરાવાના અભાવે’ પૂરા થઈગયા! શરૂઆતમાં લોકો જે ઉશ્કેરાટથી વિરોધ […]

બલવાનોં કો તુ દે, દે જ્ઞાન…

છેલ્લું અઠવાડિયું શેરબજારની ઊથલપાથલ અને રશિયા-યુક્રેનના વિગ્રહના સમાચાર સાથેવીત્યું છે. સવારના પહોરમાં અખબાર ઉપાડીએ અને બોમ્બમારાની, સેંકડો ઘાયલ થયાની-મૃત્યુપામ્યાની ખબરો, પોતાનું શહેર છોડતા, રડતા લોકો-અનાથ થયેલા બાળકો અને એ બધાની સાથે ત્યાંફસાયેલા ગુજરાતીઓ-ભારતીયો વિશે જાણીને મન વિચલિત થતું રહ્યું. કોણ છે આ પુતિન? શુંજોઈએ છે એને? સામાન્ય વાચક માત્ર સમાચારો વાંચે છે… ખાસ કરીને જ્યારે […]

એક હુનર હૈ, ચૂપ રહેને કા, એક ઐબ હૈ, કહે દેને કા…

‘દાગ દામન પર નહીં, દિલ પર લિયા હૈ મૈંને… બડા હૌસલા ચાહીએ, બડી હિંમત ચાહીએ ઈસકે લિયે.’ અમિતાભ બચ્ચન (મિ.અમિત મલ્હોત્રા) એમની ભૂતપૂર્વ પ્રેમિકા રાખી (પૂજા)ના પતિ શશીકપૂર (વિજય ખન્ના)ને કહે છે ! ભૂતપૂર્વ પ્રેમિકાના પતિને જાણ થઈ જાય છે કે, કોઈ એક જમાનામાંએની પત્ની બીજા કોઈ માણસને પ્રેમ કરતી હતી, પરંતુ માતા-પિતાની આજ્ઞાને માન […]

ન રામ, ન રહીમ, ઔર ઈન્સાન ભી નહીં !

23 ઓગસ્ટ, 2017 હરિયાણા-પંજાબ અને ચંદીગઢમાં કરફ્યૂ લાદવામાં આવ્યો. બે લાખકરતાં વધારે લોકો પંચકુલામાં જમા થયા. સીઆરપીને તૈનાત કરવામાં આવી અને 16 રેપિડ એક્શનફોર્સ, 37 શસ્ત્ર સીમા બળ, 12 ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને 21 બોર્ડર સિક્યોરિટી ફોર્સનીસાથે લોકલ પોલીસે ‘ગુરુગ્રામ’માં પ્રવેશ કર્યો… પંજાબના ચીફ મિનિસ્ટર અમરિન્દર સિંઘના કહેવામુજબ સાત લોકો અને નજરે જોનારા લોકોના […]

મનમોહન દેસાઈઃ દિલ કો દેખો, ચહેરા ન દેખો…

પહેલી માર્ચ, 1994… ગીરગાંવની બિલ્ડીંગમાંથી પડી જવાને કારણે મનમોહન દેસાઈનુંમૃત્યુ થયું. પેરામાઉન્ટ સ્ટુડિયોઝના નિર્માતા કિકુભાઈ દેસાઈ અને કલાવતીબહેનનો દીકરો, સુભાષદેસાઈનો ભાઈ અને નીતિન મનમોહનના પિતા… પહેલી માર્ચની સાંજે એ પડી ગયા કે એમણે જાતેકૂદીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે. 26 ફેબ્રુઆરીએ એમનોજન્મદિવસ, અને પહેલી માર્ચ એમની મૃત્યુ તિથિ. 1994માં એ […]