Category Archives: Madhurima

તમે સસલું છો કે કાચબો?

આપણે ઘણા વર્ષોથી સસલા અને કાચબાની વાર્તા સાંભળતા આવીએ છીએ. ઘણી વાર એ કથામાં આપણને સમજાવવામાં આવ્યું છે કે ધીમી અને મક્કમ ગતિએ આગળ વધનાર માણસ ક્યાંક પહોંચે છે. દોડતા, આગળ જવા નીકળી ગયેલા લોકો આળસ કે અહંકારમાં ક્યાંક અટકી જાય છે, પરંતુ પોતાનામાં વિશ્વાસ રાખીને, પૂરી શ્રધ્ધા અને વિશ્વાસથી આગળ વધતા લોકો અંતે પોતાના […]

કૈસા યે ઈશ્ક હૈ ?

“હું તને લવ કરું છું…” સ્કૂલમાં ભણતો છોકરો એક સ્કૂલમાં ભણતી છોકરીને આ કહે છે. છોકરીની ઉંમર ૧૪ વર્ષની છે અને છોકરાની ૧૫. છોકરી શરમાઈને ભાગી નથી જતી, ત્યાં જ ઊભી રહે છે. આગળ વધીને ૧૫ વર્ષના છોકરાને કીસ કરે છે ! આ કોઈ ફિલ્મનો કે ટેલીવિઝન સિરિયલનો સિન નથી. આપણા દેશની બી ટાઉન સ્કૂલમાં […]

નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે…

ઉત્તર ગુજરાતમાં વિસનગર પાસે ભાલક ગામની નાથ બાઈ જન્મે મુસલમાન પણ મહંત શ્રી જગમાલજીના સમયમાં એમણે પોતાની ભક્તિથી હિન્દુ-મુસલમાનના ભેદને ધોઈને સ્વયંને ઈશ્વરમાં ઓતપ્રોત કરી નાખી. સ્ત્રી થઈને સમાધિ લીધી. આજે પણ લોકો એમને સતી નાથ બાઈ તરીકે યાદ કરે છે. (લલ્લુભાઈ રબારીના પુસ્તક આપણા સંતોનું દર્શન) માં આ વાત વાંચી ત્યારે ભીતર કશુંક જબરજસ્ત […]

મમ્મીના કંટાળાનો રંગ… ઘૂંટાઈને ઘેરો થયો છે

“હું તમારા બધાથી કંટાળી ગઈ છું. બધું આમનું આમ મૂકીને જતાં રહેવાનું મન થાય છે.” આ વાક્ય લગભગ દરેક ટીનએજર સંતાનથી શરૂ કરીને આજે પાંત્રીસના થઈ ગયેલા દીકરા કે દીકરીએ સાંભળ્યું જ હશે. મમ્મી, મા, અમ્મા, મોમ… સતત જિંદગીના જુદા જુદા રંગોમાંથી પસાર થાય છે. દીકરી તરીકે ખુશીના, આનંદના ગુલાબી રંગમાંથી, પછી લગ્નનો લાલ રંગ, […]

પ્રકૃતિ મૃદુઃ પરિસ્થિતિમાં વજ્ર…

મહિલા જેલના થોડા દ્રશ્યો… સત્યાવીસ વરસની એક છોકરી એના દોઢ વર્ષના બાળક સાથે જેલમાં રહે છે. એ બાળકનું બીજું કોઈ નથી, એટલે એને મા સાથે રહેવાની પરવાનગી મળી છે. બાળક ખૂબ નાનું હતું ત્યારે આ છોકરી, સુનયનાએ એના પતિની હત્યા કરી. એને જેલ થઈ. સુનયના બાર ડાન્સર હતી. બાર બંધ થયા પછી એનો પતિ એને […]

એ મારું કામ નથી…

એક ઉબર ટેક્ષી આવીને ઊભી રહે છે. પ્રૌઢ ઉંમરના એક મહિલા એમાં પોતાની બેગ ગોઠવવાનો પ્રયાસ કરે છે. ટેક્ષીવાળો યુવાન છોકરો આરામથી બેઠો છે. પ્રૌઢ મહિલા એને ઉતરીને બેગ મૂકવામાં મદદ કરવાની વિનંતી કરે છે. ઉબરનો ડ્રાઈવર અત્યંત નફ્ફટાઈથી જવાબ આપે છે, “એ મારું કામ નથી.” એક જાહેર સમારંભમાં યુવાન છોકરો બૂફે ટેબલ પર ઊભો […]

શ્વાસ અને વિશ્વાસઃ એક વાર જાય તો…

‘પારકા માણસની શું ફરિયાદ કરું ? મને તારામાં જ વિશ્વાસ નથી… ‘ એક પ્રિયજને બીજી વ્યક્તિને આ વાત કહી. સાંભળનારને એમને થોડી વાર માટે ઝટકો લાગ્યો, પીડા થઈ, આંખમાં પાણી આવી ગયાં પણ પછી એવું સમજાયું કે સામેની વ્યક્તિ જે કહી રહી છે એ એની સચ્ચાઈ છે. આમ જોવા જઈએ તો, કેટલા લોકો આવું સત્ય […]

ટાઈમ = મની, અને સંતાન = ?

અમેરિકાનો એક પ્રસંગ, ક્યાંક વાંચ્યો હતો. અમેરિકામાં વેતન કલાકના દરે મળે છે. માણસ જેટલા કલાક કામ કરે એ પ્રમાણેનું એનું વેતન મળે છે. ખૂબ બિઝી રહેતા અને સફળ બિઝનેસમેન ગણાતા એક પિતાને એના દીકરાએ કહ્યું, ‘પપ્પા થોડી વાત કરવી છે.’ પિતાએ કહ્યું, ‘સમય નથી.’ દીકરાએ કહ્યું, ‘થોડોક સમય તો આપો.’ પિતાએ જવાબ આપ્યો, ‘તને ખબર […]

સંતાન ન્યાયાધીશ નથી… માતા-પિતા આરોપી નથી…

“મા. આ એક જ શબ્દ બધું જ કહી જાય છે. લવ યુ મા, હેપ્પી બર્થ ડે.” 9 એપ્રિલ, 2019ના દિવસે અભિષેક બચ્ચને પોતાના ટ્વિટર પર જયા બચ્ચનને એમના 71મા જન્મદિવસે અભિનંદન આપતા આ ટ્વિટ કર્યું હતું. આ પહેલાં પણ પોતાના ઈન્ટરવ્યૂઝમાં અને ખાસ કરીને “કોફી વીથ કરણ”માં અભિષેક બચ્ચને પોતાની મમ્મી સાથે સ્પેશિયલ રિલેશનશીપ વિશે […]

અપની હી ખાતિર જીનેવાલા…

હૈ. યે ભી મેરી નારાજગી ઔર બગાવત કા એક પ્રતીક હૈ. 1979 મેં હલી બાર શે’ર કહતા હૂઁ ઔર યે શે’ર લિખકર મૈંને અપની વિરાસત ઔર અપને બાપ સે સુલહ કર લી હૈ.” જાંનિસાર સાહેબ જાણીતા શાયર મજાઝની બહેન, સાફિયાને પરણ્યા હતા. બે દીકરા, જાવેદ અને સલમાન… (સલમાન અખ્તર હવે અમેરિકામાં બહુ જાણીતા સાઈક્યાટ્રીસ્ટ છે […]