સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અનેક લોકવાયકાઓ વહેતી થઈ છે. કોઈકે એને હેરાન કર્યો, કોઈકે ફિલ્મમાંથી બહાર કાઢ્યો કે એનું અપમાન થયું વગેરે માટે સફળ કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકો ઉપર દોષનો ટોપલો ઓઢાડવામાં આવી રહ્યો છે. એણે પચાસ સીમકાર્ડ બદલ્યાં હતાં, કે વિકિપીડિયા પર એની આત્મહત્યાની માહિતી આત્મહત્યા પહેલાં જ અપડેટ કરી દેવામાં આવી […]
Category Archives: My Space
2020નું વર્ષ શરૂ થયું ત્યારથી જ એક યા બીજી રીતે સમસ્યાપૂર્ણ વર્ષ રહ્યું છે. માર્ચની 22મીએ જનતા કરફ્યુ પછી આપણો દેશ લોકડાઉનની સમસ્યામાં સપડાયો. હવે યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે. અઢી મહિનાના લોકડાઉન પછી આર્થિક રીતે જે માર પડ્યો છે એ પછી ભારત માટે યુદ્ધ કેટલું ખર્ચાળ અને આર્થિક, માનસિક રીતે કેટલી બધી સમસ્યાઓનું કારણ […]
કારકિર્દીનો સૂર્ય તપતો હોય ત્યારે એક બુદ્ધિશાળી, ભણેલો અને પ્રમાણમાં સફળ કહી શકાય એવો એક માણસ પોતાનું જીવન ટૂંકાવે છે. અફવાઓનું બજાર ગરમ થાય છે. સુશાંતસિંગને હેરાન કરનારા, ફિલ્મની રિલીઝ અટકાવનારા, એને ડિપ્રેશનમાં ધકેલનારા અનેક લોકો સામે કેસ કરવામાં આવે છે, સહી ઝુંબેશ ઉપાડવામાં આવે છે… સુશાંતનો છેલ્લો કલાક કેવો હતો, એણે કોની સાથે વાત […]
દરબારે-વતન મેં જબ એક દિન સબ જાનેવાલે જાયેંગે કુછ અપની સજા કો પહુંચેંગે, કુછ અપની જઝા (ઈનામ) લે જાયેંગે કટતે ભી ચલો, બઢતે ભી ચલો, બાઝુ ભી બહોત હૈ, સર ભી બહોત ચલતે ભી ચલો કી અબ ડેરે મંઝિલ પે હી ડાલે જાયેંગે ઐ જુલ્મ કે મારોં ! લબ ખોલો, ચૂપ રહેનેવાલોં ચૂપ કબ તક […]
સ્વાતંત્ર્યના સૂર્યોદયની સાથે જ બોંતેર વરસના સરદારના પ્રારબ્ધે એકીસાથે ત્રણ મોરચે પ્રતિકાર કરવાની ક્ષણ પેદા થઈ હતી. સરદારનું સ્વાસ્થ્ય દિવસે દિવસે કથળતું જતું હતું. આંતરડાનો વ્યાધિ, હરસ તથા કબજિયાતની પીડા, દમના કારણે શ્વાસોચ્છવાસમાં પડતી મુશ્કેલી – આ બધી શારીરિક વ્યાધિઓ સરદારને અંદરથી દિવસે દિવસે શિથિલ કરી રહી હતી. દેશી રાજ્યો સાથે મંત્રણાઓ કરીને આ સમસ્યા […]
છેલ્લા બે મહિનાના સમયમાં આપણે બધાએ સાંભળેલી, મળેલી ખબરો ઉપર આધાર રાખીને દિવસો કાઢ્યા છે. મિડિયા હોય કે વ્હોટ્સએપ યુનિવર્સિટી, સચ્ચાઈ સંપૂર્ણપણે કોઈના સુધી પહોંચી નથી, અથવા તો જે પહોંચી તે સંપૂર્ણ સચ્ચાઈ હતી કે નહીં એવી ખાતરી કરવાનો પ્રયત્ન આપણે કોઈએ કર્યો નથી. લોકડાઉન-4.0 દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસીસ વધ્યા એવી એક ફરિયાદ અખબારો અને […]
છેલ્લા 62 દિવસમાં ડિપ્રેસ, સપ્રેસ થયેલા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના મગજને કામ કરતું અને હૃદયને ધબકતું રાખવા માટે આધાર શોધતા રહ્યા છે… ઓશોથી શરૂ કરીને સદગુરુ અને રેડિયો જોકી, એક્ટર્સ, સાહિત્યકારો અને સામાન્ય માણસે પણ પોઝિટિવ વાતો સોશિયલ મિડિયામાં શેર કરીને ઘરમાં ગોંધાયેલા અનેક લોકોને આનંદમાં રાખવાનો કે આશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ […]
એક વાચકે ઈમેઈલ લખ્યો છે, “તમારા લેખોની ભાષા રાજકિય થતી જાય છે. બને તો એને તાત્કાલિક બંધ કરવા વિનંતી.” આ ‘રાજકિય’ એટલે શું ? એ મને સમજાયું નહીં. જગતના કયા પત્રકાર, લેખક કે પોતાના સમયના જાગૃત નાગરિક, એક પેટ્રીઓટીક, દેશભક્ત વ્યક્તિ દેશની વર્તમાન રાજકિય પરિસ્થિતિથી દૂર રહી શકે ? જે થઈ રહ્યું છે એના તરફ […]
આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં કોરોનાના 31,408 કેસ પોઝિટિવ મળ્યા છે. 1008 મૃત્યુ નોંધાયા છે… અખબારો રોજ મોટા અક્ષરે કોરોનાના વધતા કેસ વિશે માહિતી આપે છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી સુરતમાં લોકસંપર્ક કરવા નીકળ્યા એવા સમાચાર બહુ ટ્રોલ થયા. લોકોએ ‘આરોગ્ય મંત્રી જ લોકડાઉન પાળતા નથી’ એવા અનેક મેસેજ વહેતા કર્યા, ભોજપુરી એક્ટર અને […]
14 એપ્રિલ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું ! માસ્ક પહેરીને આવેલા પ્રધાનમંત્રીએ માસ્ક ઉતારીને સંબોધન કર્યું, ટૂંકું છતાં મહત્વપૂર્ણ મુદ્દા સાથેનું આ સંબોધન દેશવાસીઓને મહામારીમાંથી બચાવવા માટેના પ્રયાસની એક નવી જાહેરાત હતી. લોકડાઉનની મર્યાદા વધારવામાં આવી, વધુ સખત કરવામાં આવી, માસ્ક કમ્પલસરી થયા અને સાથે પ્રધાનમંત્રીએ આ દેશના ગરીબ અને રોજ […]