Category Archives: janmabhoomi phulchhab

આ જગત એક રંગભૂમિ છે, આપણે સૌ કલાકારો…

આ આખુંય વિશ્વ કોઈ લેખકના ઈશારે ચાલતું નાટક હોય એમ આપણે બધાં એમાં આપણાભાગનો અભિનય કરીએ છીએ. સમય થાય ત્યારે સ્ટેજ પર આવીએ છીએ અને આપણા પાત્રનું કામપૂરું થતાં સ્ટેજ પરથી વિદાય લઈએ છીએ. આ મહાન નાટકનો રચયિતા આખી સૃષ્ટિનો સર્જનહારછે, એના પ્રેક્ષકો પણ આપણે જ છીએ અને કલાકારો પણ આપણે જ… 2019ના માર્ચ મહિનાથીપેન્ડેમિકનું […]

દુર્યોધનથી દારાઃ અહંકારનો અંધકાર, વેરનું વજન

સપ્ટેમ્બર, 1659… શાહજહાંનો દીકરો દારા શિકોહ કેદખાનામાં પોતાના દીકરા સાથેપોતાને માટે ભોજન બનાવી રહ્યો હતો. ઔરંગઝેબે મોકલેલો એક ગુલામ-નઝીર, એનું માથું કાપીનેલઈ જાય છે… ઔરંગઝેબ એ માથું ધોવડાવી, સાફ કરાવી અને થાળીમાં મૂકાવડાવે છે અને જ્યારેખાતરી થઈ જાય છે કે એ માથું એના સૌથી મોટા ભાઈ દારા શિકોહનું છે ત્યારે એ માથું પછાડીપછાડીને રડે છે, […]

જિસ કા જીતના હો આંચલ યહાં પર, ઉસ કો સૌગાત ઉતની મિલેગી

ભારતીય ધર્મશાસ્ત્રોમાં જ્યારે આશીર્વચન આપવામાં આવે છે ત્યારે કહેવાતો શ્લોક ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः ।भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।स्थिरैरङ्गैस्तुष्टुवागँसस्तनूभिः ।व्यशेम देवहितं यदायूः ।स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।स्वस्ति नः पूषा विश्ववेदाः ।स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः ।स्वस्ति नो वृहस्पतिर्दधातु ॥ॐ शान्तिः शान्तिः शान्तिः ઓમ ! હે દેવો, અમે અમારા કાનથી શ્રેય સાંભળીએ, યજ્ઞમાં હોઈએ ત્યારે. આંખોથી સારુંજોઈએ અને સ્થિર પગલે સારી દિશામાં ચાલતા રહીએ. દેવો દ્વારા અમને મળેલી આ જિંદગીમાંથીઉત્તમ પામીએ અને દસે દિશામાંઓથી અમને સારા વિચારો આવી મળે. અમને ઈન્દ્રના આશીર્વાદમળે (વૈભવ અને ભોગ). […]

અભિપ્રાય, ઉશ્કેરાટ, અફવા અને અંતે શું?

3જી ઓક્ટોબરે ક્રુઝ પરથી અરેસ્ટ થયેલો આર્યન ખાન ડ્રગ્સના કિસ્સામાં 22 દિવસની જેલપછી વિવાદ અને અફવાઓના તોફાનને પસાર કરીને ‘પૂરાવાઓના અભાવે નિર્દોષ’ જાહેર કરાયો છે.આ પહેલા સલમાન ખાન પણ આવી જ રીતે નિર્દોષ છૂટી ગયા હતા. મીડિયાએ સેલિબ્રિટીનાજેટલા કેસ ચગાવ્યા એમાંથી ઘણા બધા કેસ-કિસ્સા સાવ સહજતાથી ‘પુરાવાના અભાવે’ પૂરા થઈગયા! શરૂઆતમાં લોકો જે ઉશ્કેરાટથી વિરોધ […]

મનમોહન દેસાઈઃ દિલ કો દેખો, ચહેરા ન દેખો…

પહેલી માર્ચ, 1994… ગીરગાંવની બિલ્ડીંગમાંથી પડી જવાને કારણે મનમોહન દેસાઈનુંમૃત્યુ થયું. પેરામાઉન્ટ સ્ટુડિયોઝના નિર્માતા કિકુભાઈ દેસાઈ અને કલાવતીબહેનનો દીકરો, સુભાષદેસાઈનો ભાઈ અને નીતિન મનમોહનના પિતા… પહેલી માર્ચની સાંજે એ પડી ગયા કે એમણે જાતેકૂદીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે. 26 ફેબ્રુઆરીએ એમનોજન્મદિવસ, અને પહેલી માર્ચ એમની મૃત્યુ તિથિ. 1994માં એ […]

બતાઉં ક્યા તુઝે એ હમ-નશીં કિસ સે મોહબ્બત હૈ, મૈં જિસ દુનિયામેં રહતા હૂં વો ઈસ દુનિયા કી ઔરત હૈ

અસરાર-ઉલ-હક મજાઝના આ શબ્દો એક સંબંધને બહુ ખૂબસુરત રીતે આપણી સામે ખોલી આપેછે. આપણે બધા પોતપોતાના વિશ્વનું એક વર્તુળ ધરાવીએ છીએ. આપણને ગમતાં, જેની સાથે આપણનેફાવતું હોય, વિચારો મળતાં હોય અને આપણા ગાંડપણ-ડહાપણનો હિસ્સો બની શકે એવા લોકોને આપણેમિત્રો અથવા સ્વજન કહીએ છીએ. આ સ્વજન અથવા મિત્રોથી બનતી આપણી એક આગવી દુનિયા હોયછે. આપણે જેને […]

પ્યાર કા નામ મૈંને સૂના થા મગર, પ્યાર ક્યા હૈ યે મુઝકો નહીં થી ખબર

‘જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં…’ શૈલી શૈલેન્દ્ર (ગીતકાર શૈલેન્દ્રના પુત્ર) એલખેલા ગીતને 1970માં બનેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રજૂ કરવામાં આવ્યું હતું. સંબંધોના ત્રણતબક્કામાંથી પસાર થયેલા એક ‘જોકર’ના જીવનને રજૂ કરતું આ ગીત એની શિક્ષિકા (સિમિગરેવાલ), એની પ્રેમિકા (પદ્મિની) અને રશિયન પ્રેમિકા (કેસનિયા રિયાબિન્કિયા)ની સાથે એમનાજીવનના પ્રવાસની કથા પણ એમણે વણી લીધી […]

હીરો અને એન્ટિ હીરોઃ રોમેન્સ અને હિંસા હવે હાથ પકડીને ચાલે છે

હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’ અને થોડા વખત પહેલાં આવેલી ‘કબીર સિંઘ’ જેવીફિલ્મોએ આપણી સામે એક એવા હીરોની છબી ઊભી કરી જે ‘સિનેમાના હીરો’ની ઈમેજ કરતાંસાવ જુદી હતી. પ્રેક્ષકોએ આ બંને ફિલ્મોને ખૂબ આવકારી… એક રીતે જોઈએ તો નવાઈ લાગે તેમછતાં, જય વસાવડાએ પોતાના લેખમાં જેને ‘દેશી’ કહીને વખાણી તેવી છબી આપણને ગમવા લાગીછે […]

ચૂંટણીનો ચકચાર, કોરોનાનો હાહાકાર…

કોરોનાના આંકડા ડરાવી નાખે એ રીતે વધી રહ્યા છે. વાઈબ્રન્ટ સમીટ કેન્સલ થઈ અને લગ્નસમારંભો પણ સરકારે ઘટાડેલી મહેમાનોની સંખ્યાના કારણે કેન્સલ થઈ રહ્યા છે તેમ છતાં, પાંચરાજ્યોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે… બીજી તરફ, કોરોનાની ત્રીજી લહેર પોતાનું જોર બતાવી રહીછે. એ બંનેની વચ્ચે અર્થતંત્રને પડેલો માર અને શેરબજારની અનિશ્ચિતતા, વિશ્વભરમાંથી આવનારાફંડિંગ વિશે પણ […]

સ્વતંત્રતા માત્ર સંવિધાનના પાનાંઓ ઉપર નથી, ઈતિહાસના પાનાં ઊથલાવો…

ભારતીય સંવિધાન 72 વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ 26મી જાન્યુઆરીએ ભારતનું પોતાનું બંધારણ રચાયાના 72 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે જ્યારે બીજી તરફ, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના એવા કેટલાક નહીં જાણીતા આઝાદીના લડવૈયાઓના જીવન ઉપર એક શો જામનગરના જાણીતા દિગ્દર્શક વિરલ રાચ્છે દિગ્દર્શિત કર્યો હતો. કલકત્તાની ગુજરાત ક્લબ દ્વારા નિર્મિત […]