મારો દેખાવ વિદેશી છે… ઉછેર અને પ્રકૃતિ તદ્દન ભારતીય !

નામ : સંજના કપૃર
સ્થળ : મુંબઈ, મહારાષ્ટ્ર
સમય : ૨૦૧૯
ઉંમર : ૫૧ વર્ષ

મુંબઈ ના જુહુ વિસ્તારમાં આવેલા પૃથ્વી થિયેટરમાં ઘણાએ મને જોઈ હશે. પૃથ્વી થિયેટર આજે મુંબઈમાં એક સન્માનનીય થિયેટર કહેવાયછે. મુંબઈનું ‘પૃથ્વી’ થિયેટર એ જોવા, જાણવા, સમજવા અને માણવા જેવું સાંસ્કૃતિક સ્થળ અને સંસ્થા છે. એ માત્ર થિયેટર, નાટચઘર, રંગભૂમિ કે રંગશાળા નથી. એ તો છે નાટક અને ભજવણીની કલાઓ (પરફોર્મિંગ આર્ટસ)નું સંસ્કાર કેન્દ્ર. નાટ્ય ક્ષેત્રે એની ઓળખ રાષ્ટ્રીય કક્ષાની છે. એની રંગભૂમિ પર નાટક ભજવવાની તક મળે એને આંતરરાષ્ટ્રીય નાટ્ય જૂથો સુધ્ધાં ગૌરવ ગણેછે.

‘પૃથ્વી’નો તખતો હંમેશાં ધમધમતો રહે છે. દરરોજ ત્યાં કોઈ ને કોઈ નાટક ભજવાતું હોય છે. તેનો તખતો કદીખાલી નથી હોતો. દર વર્ષે પચાસેક જેટલાં વિવિધ નાટ્યજૂથો ત્યાં પોતાની કલાકૃતિઓ રજૂ કરે છે. પ્રત્યેક વર્ષે ત્યાં સોએક જેટલાં તો તન નવાં નાટકો ભજવાય છે. વર્ષના ૪૦૦ જેટલા શો થાય છે. ‘પૃથ્વી’નો તખતો વર્ષેદ હાડે ૭૦,૦૦૦ પ્રેક્ષકો સુધી પહોંચે છે.

મારું નામ સાંભળતા જ એક વિદેશી ચહેરો નજર સામે આવે છે, ખરું ને ? માંજરી આંખો, સોનેરી વાળ… હુંદેખાવે એકદમ મારી મા જેવી છું, જેનીફર કપુર… મારીમા મારા પિતાને મળી એ પહેલાં એ અને એની નાની બહેન ફેલિસિટી કેન્ડલ શેક્સપિયરના નાટકો કરતાં હતાં. એમની ટ્રાવેલિંગ કંપનીનું નામ હતું, ‘શેક્સપિયરાના’ એના પિતાજ્યોફ્રી કેન્ડલ અને માતા લારા ગામે ગામ ફરીનેશેક્સપિયરના નાટકો કરતાં. એ મારા પપ્પાને પહેલી વાર કલકત્તામાં મળી, ૧૯૫૬માં… મારા પિતાનું મૂળ નામ બલબીરરાજ કપૂર. એના પિતા પૃથ્વીરાજ કપૂર ભારતીય સિનેમા અને થિયેટરના આધ્યસ્થાપકોમાં ના એક. ગઈ પેઢી તેમને તેમના ‘સિકંદર’ના રોલ માટે યાદ કરે છે અને આજની પેઢી તેમને ‘મોગલે આઝમ’ નાશહેન શાહ અકબર તરીકે ઓળખે છે.

પૃથ્વીરાજ કપૂરનો જન્મ પેશાવરમાં. ત્રીજી નવેમ્બર, ૧૯૦૬ના દિવસે ઉચ્ચ પઠાણ કુટુંબમાં એ જન્મ્યા અને ઊછર્યા. એમના પિતા બશેસરનાથ કડક પોલીસ અફસર હતા. પૃથ્વીરાજ વિજ્ઞાનના વિષયમાં સ્નાતક થાય એવી પિતાની ઈચ્છા હતી. જોકે પૃથ્વીરાજની રૃચિ જુદી હતી. પેશાવરની વિખ્યાત એડવર્ડ્સ કોલેજમાં પૃથ્વીરાજને દાખલ કરવાના હતા. ત્યાંના પ્રોફેસર જય દયાલે પૃથ્વીરાજના પિતાને સમજાવ્યા. પુત્રની ઈચ્છા પ્રમાણે તેને વિનયનમાં દાખલ કરવા તેમણે બશેસર નાથને મનાવી લીધા. આમ પૃથ્વીરાજ વિનયનના અભ્યાસમાં જોડાયા.

કોલજમાં પ્રો. દયાલ કાંલંજની નાટય પ્રવૃત્તિ સંભાળતા હતા. તેમને પૃથ્વીરાજમાં અભિનયની પ્રતિભા દેખાઈ. કોલેજમાં પંજાબી તેમ જ અંગ્રેજી નાટકોમાં પૃથ્વીરાજની વરણી થઈ. ૧૯૨૪ થી ૧૯૨૬ દરમિયાન પૃથ્વીરાજે કોલેજનાં નાટકોમાં સફળતાથી કામ કર્યું. ત્યારથી તેમને નાટકો અને અભિનયનો નાદ લાગ્યો.

સ્નાતક થયા પછી પૃથ્વીરાજને પિતા વકીલાતનું ભણાવવા માગતા હતા.પૃથ્વીરાજ લૉ કોલેજમાં દાખલ તો થયા, પણ મનમાં અભિનેતા બનવાનો કીડો સળવળતો હતો. મનમાં દ્રિધા ચાલ્યા કરતી હતી. અંતે પૃથ્વીરાજે પિતા સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી. વ્યવસાય તરીકે અભિનયની કારકિર્દી બશેસરનાથને જરાય પસંદ નહોતી. અભિનયને એ ‘ભાંડ-ભવૈયા’નો ધંધો ગણતા હતા.તેમની નારાજગી છતાં અભિનયના વ્યવસાય માટેની પૃથ્વીરાજની તીવ્ર ઈચ્છામાં કશો ફેર ન પડ્યો. તેમનાં ફોઈબા કૌશલ્યાનો તેમને સાથ-સહકાર હતો. આફોઈબાનો પુત્ર ઈન્દ્રરાજ આનંદ પાછળથી પૃથ્વીરાજ સાથે નાટ્ય લેખક તરીકે જોડાયેલો અને એણે નાટકો અને ફિલ્મ-સ્ક્રિપ્ટસ લખી.

અભિનયના વ્યવસાય માટે તે સમયે મુંબઈ જ મુખ્ય મથક હતું. મુંબઈ ફિલ્મઉદ્યોગનું કેન્દ્ર હતું. તે વખતની પ્રથા અને રિવાજ પ્રમાણે પૃથ્વીરાજનાં લગ્ન ૧૭ વર્ષની નાની વયે ૧૪ વર્ષની રમા સાથે થઈ ચૂક્યાં હતાં. ઘેર ત્રણ પુત્રો હતા. તેમાંના સૌથી મોટા પાછળથી અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂર તરીકે પંકાયા. અભિનયનો વ્યવસાય કરવા પૃથ્વીરાજ મુંબઈ જવા નીકળ્યાત્યારે પત્ની અને ત્રણ પુત્રોને પેશાવરમાં કૌટુંબિક ઘરે મૂકી પ્રયાણ કરેલું. ફોઈબાએ ગાંઠે બંધાવેલી રૂ. ૭૫ની મૂડી સાથે તેમણે ૧૯૨૮ માં મુંબઈ જવા પ્રસ્થાન કર્યું હતું.

મારા પિતા ‘પૃથ્વી થિયેટર્સ’નો હિસ્સો હતા. સાવ નાના…૧૯ વર્ષના. મારી માનો અભિનય અને થિયેટર પ્રત્યેનો એનોલગાવ જોઈને મારા પિતા એના પ્રેમમાં પડી ગયા. મારી મા મારાપિતા કરતા મોટી હતી. ૧ ૯ વર્ષના મુગ્ધ ભારતીય છોકરા કરતાચાર વર્ષ મોટી બ્રિટીશ છોકરીને બરાબર ખબર હતી કે એને જિંદગીમાં શું જોઈએ છે! એણે શરૂઆતના દિવસોમાં મારા પિતાને સમજાવવાની ઘણી કોશિષ કરી, પરંતુ મારાપિતાએ એના પિતા (મારા દાદાજી) પૃથ્વીરાજ કપૂરની પરવાનગી લઈને મારા માના પિતાની થિયેટર કંપની સાથે જોડાવાનું નક્કી કર્યું. ત્રણ વર્ષ સુધી એ બંનેએ સાથે કામ કર્યું અને અંતે ૧૯૫૮માં એમણે લગ્ન કર્યા. મારે બે ભાઈઓ છે, કૃણાલ અને કરણ.બંને જણાંએ ફિલ્મોમાં કામ કરવાનો પ્રયત્ન કરી જોયો પણ બંનેને ફાવ્યું નહીં.કુણાલની કેટલીક ફિલ્મો મારા પિતાએ પણ પ્રોડ્યુસ કરી. બંનેના વિદેશી ઉચ્ચારો અને વિદેશી દેખાવને કારણે હિન્દી ફિલ્મોમાં એમને બહુ સફળતા મળી નહીં… મેં પણ બે-ત્રણ હિન્દી ફિલ્મો કરેલી. કેતન મહેતાની ‘હિરો- હિરાલાલ’, મીરા નાયરની ‘સલામ બોમ્બે’ અને એક બ્રોડ વેનું નાટક ‘અરણ્યક’માં મેં કામ કરેલું. મને ધીમે ધીમે સમજાયું કે અભિનેત્રી બનવાની ડિસિપ્લિન મારામાં નથી. હું વિચારવા લાગી કે હું એવું શું કરી શકું જેનાથી મારા પરિવારની પરંપરા જળવાય અને છતાં ફિલ્મો કે અભિનય સાથે એને ઝાઝો સંબંધ નહોય… કંઈ સૂઝતું નહોતું… મારા ભાઈઓએ સિનેમા છોડીને બીજું કામ શરૂ કર્યૂ. મારો ભાઈ કરણ કપુર મોટેભાગે વિદેશ રહે છે. મારા પિતાના ઈન્વેસ્ટમેન્ટ અને બીજા બિઝનેસ સંભાળે છે. મારો ભાઈ કુણાલ કપુર ‘એડ ફિલ્મવાલાઝ’અને ‘ફિલ્મવાલાઝ’ નામની કંપની સંભાળે છે. જેમાંથી મારા પિતાએ અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું. ‘ઉત્સવ’ , ‘જુનૃન’ , ‘વિજેતા’ જેવી સુંદર ફિલ્મોનું નિર્માણ મારા પિતાની ખૂબ નિકટ હતી. એમને વહાલી પણ બહુ જ હતી. મારીમમ્મીને પણ મારે માટે થોડો વિશેષ પ્રેમ હતો. અમે ત્રણેય મળીને વિચાર્યું કે અમારે કંઈક એવું કરવું જોઈએ જેનાથી અમારા પરિવારનું નામ કાયમ માટે યાદ રહી જાય. સમય જતાં અમે બંને મળીને વિચાર્યું કે અમારે કંઈક એવું કરવું જોઈએ જેનાથી અમારા પરિવારનું નામ જળવાઈ રહે.મારા દાદા છેક ૧૯૪૪થી પ્રવાસી થિયેટરની કંપની “પૃથ્વી થિયેટર્સ”ચલાવતા. ભારતભરમાં ફરીજ ફરીને ‘દીવાર’, ‘પઠાણ’, ‘ગદાર’, ‘આહૃતિ’,’કલાકાર’, ‘પૈસા’ અને ‘ક્સાન’ જેવાં નાટકોઆજે પણ લોકો યાદકરે છે.

દાદાજી કહેતાઃ

મેરી જિંદગી એકમુસલસલ સફર હૈ મંઝિલ પહોંચું તોમંઝિલ બઢ।દે.
મારું જીવન છે એકસનાતન સફર મંઝિલે પહોંચ તોલઈ જજે મંઝિલને દૂર

૧૯૨૮માં પૃથ્વીરાજ મુંબઈના કોલાબા સ્ટેશને ઊતર્યા. એ વખતે પેશાવરથી આવતી ગાડીઓનું છેલ્લું મથક આજનું વિક્ટોરિયા ટર્મિનસ (વી.ટી.) નહીં,પણ કોલાબા હતું. ઘોડાગાડી (વિક્ટોરિયા)માં બેસી પૃથ્વીરાજે ગાડીવાનને સુચના આપી કે ફિલ્મ સ્ટ્રડિયોની નજીક હોય તેવી હોટેલમાં લઈ જાય. ગાડીવાન તેમને ધોબીતળાવ વિસ્તારમાં મેટ્રો સિનેમાની નજીક આવેલી કાશ્મીર હોટેલપર લઈ ગયો. તે વખતે નવા જ બનેલા ઈમ્પીરિયલ સ્ટૃડિયોની પાસે જ તેહોટેલ હતી. રોજના પાંચ રૂપિયાના ભાડે પૃથ્વીરાજ ત્યાં ઊતર્યા.

ફિલ્મ સ્ટુડિયોમાં દાખલ થવું સહેલું નહોતું. સ્ટુડિયોના પઠાણ દરવાને પૃથ્વીરાજને અટકાવ્યા. દરવાન સાથે તેની પજ પસ્તો ભાષામાં હલકૂ-ફૂલકી વાતો કરી પૃથ્વીરાજે દરવાનને રાજી કરી લીધો. દરવાને પૃથ્વીરાજને અંદર જવા દીધા. મુખ્ય પાત્રો ઉપરાંત ફિલ્મોમાં ટોળાં કે સૈન્ય જેવાં દેશ્યોમાં આલતુ- ફાલતુ નાના રોલ કરનારા પણ જોઈએ. આવાં કામ કરનારાઓને ‘એક્સ્ટ્રા’ કહેવામાં આવે છે. ‘એક્સ્ટ્રા’ માટે પસંદ કરવાના એક્ટરોની હરોળમાં પૃથ્વીરાજને ઊભા રહેવા મળ્યું. પહેલે દિવસે જ એ ‘એક્સ્ટ્રા’ તરીકે પસંદ થયા અને કામકરવા માંડ્યા. (ક્રમશઃ)