Author Archives: kaajal Oza Vaidya

લવ : આજ કલ…

લગ્નની 50મી વર્ષગાંઠે એક દંપતિ પોતાના જીવન વિશે વાતો કરતા હતાં. ”હું સુમિ (સુમિત્રા)ને મળવા 4 કિલોમીટર સાઇકલ ચલાવીને જતો, મળવાનું ઝાઝુ થતુ નહીં. એમની સ્કૂલની બહાર ઉભેલી સુમિત્રાને બહેનપણીઓની વચ્ચે ઘેરાયેલી હોય ત્યારે નજરથી જોવાનુ બનતું હતું. એમા પણ જાણે સંતોષ થઇ જતો. ક્યારે તક મળે તો બે વાક્યની વાત થાય… તે દિવસે તો […]

સભી હૈ ભીડ મેં, તુમ ભી નિકલ સકો તો ચલો…

અનલોક-4ની જાહેરાત થઈ ચૂકી છે. કોરોનાની આસપાસ જીવાતી જિંદગી હજી એ જ સ્થિતિમાં છે. કેસીસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? આપણી પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી… દરેક પાસે સલાહ છે, ગોસિપ છે, અભિપ્રાય છે અને પોતે ઊભા કરેલા આંકડા છે. આપણી આસપાસ અત્યાર સુધી જે લોકો સલામત અને સ્વસ્થ હતા એવા નિકટના […]

‘પોત’ એટલે મૂળ તત્વ…

કોવિડ-19ના ચાર મહિનામાં રેડીમેડ કપડાંની ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન થયું છે. ઓનલાઈન શોપિંગથી શરૂ કરીને રેડીમેડ કપડાંની દુકાનોમાં અત્યારે બિલકુલ ઘરાકી નથી. કારણ કદાચ એ છે કે લોકો બહાર નથી જતાં, ઉત્સવો, લગ્નો કે બીજા પ્રસંગો ઉજવાતા નથી. તહેવારો પણ આ વખતે ફિક્કા પસાર થવાના છે એવી સૌને ખાતરી છે… નવા કપડાં ખરીદીને માણસ જાય […]

મન મોર ભયો વિભોર

जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કવિતા ગૂગલ ઉપર વાઈરલ થઈ. સાથે એમની મોરને દાણા ખવડાવતી તસવીરો પણ વાઈરલ થઈ. લાલુપ્રસાદ યાદવે વાંધો ઉઠાવીને રાષ્ટ્રીય પક્ષીને પાળવા કે બાંધવા વિશે પોતાના મંતવ્યો જાહેર કર્યા… નવાઈની […]

મૈં ભૂલ જાઉં તુમ્હેં… અબ યહી મુનાસીબ હૈ

1998માં રિલિઝ થયેલા જગજીતસિંગના આલ્બમ જાવેદ અખ્તરની એક નઝ્મ સમાવી લેવાઈ હતી… જિંદગીના સંબંધોને આ નઝ્મ બહુ જુદી રીતે અને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. આપણે આ નઝ્મને સ્ત્રી-પુરુષના સંબંધથી બહાર નીકળીને જોઈએ તો એ દરેક સંબંધ સાથે જોડી શકાય એવી યુનિસેક્સ અને યુનિવર્સલ કવિતા છે. મૈં ભૂલ જાઉં તુમ્હે, અબ યહી મુનાસિબ હૈ, મગર ભુલાના […]

હિંસા, અહિંસા અને પ્રતિહિંસા…

છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના, મૃત્યુના સમાચારો આપણે સતત સાંભળી રહ્યા છીએ. જેમ ભગવાન બુદ્ધે ગૌતમીને કહ્યું હતું એમ, અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં કોઈ મૃત્યુ ન થયું હોય ! છેલ્લા થોડા મહિના આપણા સહુ માટે મુશ્કેલ, પીડાદાયક અને અનિશ્ચિતતામાં વિત્યા છે. તહેવારો પણ જાણે કે દબાયેલા પગે આવ્યા, અને ચૂપચાપ નીકળી ગયા […]

નમ્રતાઃ સાચી અને ખોટી

એક ફકીર રસ્તો પરથી પસાર થઈ રહ્યો હતો. એણે એક મોટો આશ્રમ જોયો. જમવાનો સમય થયો હતો, એટલે આશ્રમમાં જમવા માટે દાખલ થયો. આશ્રમના સંચાલક અથવા મહંત જમવા બેઠેલા દરેક માણસ પાસે આવીને પ્રણામ કરતા, ભોજન પીરસતા અને કહેતા, “હું તમારા ચરણની ધૂળ છું.” બાકીના લોકો ઉભા થઈ જતા, મહંતને પગે લાગતા, સામે નમ્ર થઈને […]

રૂકે ન તૂ, ઝૂકે ન તૂ… ધનુષ ઉઠા, પ્રહાર કર

સ્વતંત્રતા… બહુ લોભામણો અને ગૂંચવનારો શબ્દ છે. દરેક વ્યક્તિની આ શબ્દની સમજ અને અભિવ્યક્તિ અલગ હોય છે. છેલ્લા દોઢ દાયકામાં આપણે સ્વતંત્રતાને તોડી-મરોડીને અંગત સગવડ, ઉપયોગમાં લેવાની વસ્તુ બનાવી દીધી છે. આમ જોવા જઈએ તો બાળક જન્મથી જ સ્વતંત્ર હોય છે. એ પોતાની આગવી ફિંગરપ્રિન્ટ્સ અને આગવો ચહેરો લઈને જન્મે છે. કદાચ માતા-પિતાની કે પરિવારની […]

અબ દુનિયા મેં કિસી સે નફરત મત કરના…

ગુરુને બાત સુનાયા, બે !  મુજકું ફકીર બનાયા, બે ! ઈ.સ. ૧૪૪૦ની આસપાસ એક વણકરને ત્યાં એક દીકરો જન્મ્યો. જેના જન્મ વિશે અનેક લોકવાયકાઓ છે… એ વણકરની પત્નીને મળ્યો, કોઈ બ્રાહ્મણીનો દીકરો હતો કે પછી વણકરનો જ દીકરો હતો… જન્મ વિશેની અટકળો અને લોકવાયકાઓ અનેક હોઈ શકે, પણ જીવન વિશેનું સત્ય એટલે કર્મ ! આ […]

ભાષા અને ભવનઃ પ્રાથમિક શિક્ષણ અને રામમંદિર

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો ને બીજી તરફ સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા વિશેની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. પ્રધાનમંત્રી બન્યા પછી અને બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અવાર-નવાર મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, એ વચન પૂરું થયું છે. શિલાન્યાસના થોડાક જ દિવસમાં પ્લાન પાસ કરાવી પાયા ખોદવાની શરૂઆત થશે. દેશના જુદા જુદા ભાગમાંથી ચાંદીની ઈંટો મંદિર […]