Author Archives: kaajal Oza Vaidya

બાળકને દત્તક લેવાથી કામ પૂરું નથી થતું: શરૂ થાય છે…

છેલ્લા થોડા સમયથી ભારતના કોઈપણ શહેરમાં આઈવીએફની હોસ્પિટલ્સનાહોર્ડિંગ્સ અને જાહેરાતો જોવા મળે છે. લગભગ દરેક આઈવીએફ હોસ્પિટલ ‘મા’ બનવાના ઈમોશનઅને સંવેદનશીલતા ઉપર પોતાનું માર્કેટિંગ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાની કોઈપણ ભાષા,ધર્મ કે જાતિની સંવેદનશીલતામાં માતૃત્વ એક એવો શબ્દ છે જેની ઓસર અને ઈમોશનલ યુનિવર્સલ-વૈશ્વિક છે જોકે, બદલાતા સમય સાથે ભારતમાં ઘણા બધા યુગલો […]

બુરા વક્ત તો સબકા આતા હૈ, કોઈ બિખર જાતા હૈ, કોઈ નિખર જાતા હૈ…

‘હું એક સારી શિક્ષક છું. સારી દીકરી, સારી પ્રેમિકા અને સારી દોસ્ત બનવાનો પૂરો પ્રયત્ન કરું છું, પણએની વચ્ચે થોડીક મિનિટો મેં મારા માટે જીવી લીધું, થોડી મજા કરી તો એ ગુનો છે?’ સજની શિંદે નામની એકછોકરી સીધું કેમેરામાં જોઈને પ્રેક્ષકને આ પ્રશ્ન પૂછે છે… ફિલ્મનું નામ ‘સજની શિંદે કા વાઈરલ વીડિયો’ફિલ્મના દિગ્દર્શક મિખીલ મુસળેની […]

પ્રકરણ – 40 | આઈનામાં જનમટીપ

‘તું અહીંયા શું કરે છે?’ પોતાની આસપાસ લપેટાયેલો હાથ અને ભીડમાંથી પોતાને સાચવીને બહાર કાઢીરહેલા પાવન તરફ જોઈને શ્યામાએ પૂછ્યું.‘તારી સુરક્ષા કરું છું, કેર કરું છું તારી.’ પાવને કહ્યું. એના ચહેરા પર આખી બત્રીસી દેખાય એવું એક તદ્દનબનાવટી સ્મિત કોઈ પ્લાસ્ટિકની ટેપની જેમ ચિપકાવેલું હતું, ‘દરેક પતિએ પોતાની પત્ની માટે એમ જ કરવુંજોઈએ.’‘બહુ જલદી યાદ […]

બદનામીથી ડરવું જોઈએ કે બદમાશોથી?

‘હમારે અચ્છે દોસ્ત, કામ કે ક્ષણ. કુછ દેર તક સાથ રહતે હૈ, ફિર બડે હો જાતે હૈં ઔર હમેંછોડકર ચલે જાતે હૈં.’ અમિતાભ બચ્ચનના ઈન્સ્ટા હેન્ડલ પર એક નાનકડા પપ્પીને હાથમાં પકડીનેઊભેલા બચ્ચન સાહેબે આ વાક્ય લખ્યું છે. વાત માત્ર ‘કામ કે ક્ષણ’ની નથી, એ આપણે સૌ સમજીશકીએ એમ છીએ. આજથી થોડા વર્ષો પહેલાં અનિલ […]

ભારતીય રેલઃ કથા એક ભયાનક રાતની…

ભારતીય રેલવેએ પોતાના કર્મચારીઓ માટે ફ્લેક્સી અવર્સની વ્યવસ્થા કરી છે. કર્મચારીપોતાનો સમય પસંદ કરીને અનુકૂળતાએ પોતાની ડ્યૂટી કરી શકે એવી સગવડ વિદેશોમાં અનેકજગ્યાએ ઉપલબ્ધ છે, પરંતુ સરકારમાં આ કદાચ પ્રયાસ પહેલીવાર થયો છે. ભારતીય રેલ… દિવસનાકેટલા મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે! રેલવે ટ્રેક્સનું મેનેજમેન્ટ, સિગ્નલ્સ,બે ગાડીઓ અથડાઈ ન જાય એ માટે પાટા બદલવા, […]

પ્રકરણ – 39 | આઈનામાં જનમટીપ

‘હું વિનંતી કરું છું કે એને ઓછામાં ઓછી સજા કરવામાં આવે.’ શ્યામાના આ એક જ વાક્યથી કોર્ટરૂમમાંગણગણાટ શરૂ થઈ ગયો. મીડિયાકર્મીઓ સતેજ થઈ ગયા અને ન્યાયમૂર્તિના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત આઘાતનાભાવ સ્પષ્ટ વાંચી શકાય એ હદે એમને નવાઈ લાગી.‘આ તમે કહો છો?’ ન્યાયમૂર્તિથી પૂછ્યા વગર ન રહેવાયું. સરકારી વકીલ પણ નવાઈથી જોઈ રહ્યા.‘જી, મિ. લોર્ડ.’ શ્યામાએ […]

ભાગઃ 2 | હું માત્ર પૈસા કમાવા માટે ક્યારેય, કોઈ ફિલ્મ સાઈન કરતી નથી

નામઃ જુલિયા રોબર્ટ્સસ્થળઃ કેલિફોર્નિયાસમયઃ 2023ઉંમરઃ 56 વર્ષ ન્યૂયોર્કની દુનિયા સાવ અલગ હતી. જ્યોર્જિયાનું એ નાનકડું ગામ ભલે અમેરિકાનું શહેર હતું,પરંતુ એ નાનકડા ગામની દુનિયા સાવ અલગ હતી. ન્યૂયોર્ક પહોંચીને મને સમજાયું કે, સાચા અર્થમાં‘અમેરિકા’ શું હતું? મેં કામ કરવાનું શરૂ કર્યું એ સૌથી પહેલી જાહેરાત પછી મને ફિલ્મોની ઓફરઆવી. 13 ફેબ્રુઆરી, 1987માં મારો પહેલો એપિસોડ […]

મેરે બેટે, મેરે બેટે હોને સે ઉત્તરાધિકારી નહીં હોંગે!

છેલ્લા થોડા સમયથી બચ્ચન પરિવારના ઝઘડાએ સોશિયલ મીડિયાના લગભગ તમામપ્લેટફોર્મ્સ અને યુટ્યુબર્સને બિઝી કરી નાખ્યા છે. જાણ્યા-જોયા વગર, પ્રશ્નને સમજ્યા વગરલગભગ બધા મંડી પડ્યા છે ને મજાની વાત તો એ પણ છે કે, આખા પરિવારમાંથી કોઈએ એ વિશેકશું જ કહ્યું નથી… બીજી તરફ 21મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાયેલી એક બર્થ ડે પાર્ટીમાં બચ્ચનસાહેબે પોતાના વક્તવ્યમાં કહ્યું, […]

તહેવાર કે વહેવારઃ પરિવાર વગર ઉજવણી અધૂરી…

2024, નવું વર્ષ! સૂર્યોદય થાય એ પહેલાની રાત એક આખા વર્ષને વળોટી જતી રાત છે…ભારતીય કેલેન્ડર મુજબ દિવાળીના દિવસે એક વર્ષ પૂરું થાય. કચ્છીઓ અષાઢી બીજે, સિંધીઓચેટીચાંદે વર્ષ પૂરું કરે. જૈનોનું વર્ષ પર્યુષણ પછી પૂરું થાય, પરંતુ આખી દુનિયાનું કેલેન્ડર, જે આપણેસામાન્યતઃ ફોલો કરીએ છીએ તે આજે પૂરું થાય. કેલેન્ડર પૂરું થવું એટલે શું? એક […]

પ્રકરણ – 38 | આઈનામાં જનમટીપ

નાર્વેકરને લઈને દિલબાગ જુહુ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે સવારના સાડા સાત થઈ ગયા હતા. સંકેતનાર્વેકરના ખભા પર બાંધેલો પટ્ટો અને જીપ દિલબાગ ચલાવતો હતો એ જોઈને વણીકરના મોતિયાં મરી ગયાં. એસડસડાટ પગથિયાં ઉતરીને જીપ પાસે આવ્યો. એનું ગળું સૂકાઈ ગયું હતું, ‘કાય ઝાલા?’ એણે પૂછ્યું.‘ખેળાયેલા ગેલે હોતે…’ નાર્વેકરે કહ્યું. એના ચહેરા પર સ્મિત હતું. વહી […]