Category Archives: DivyaBhaskar

ना पुण्य से डरती हूँ ना पाप से डरती हूँ, मैं तो सिर्फ अपने आप से डरती हूँ.

23મી મે, 2020, કે 23મી મે, 2021… અખબાર ઉપર લખેલી તારીખ વાંચીએ તો સમજાય કે,એક વર્ષ વીતી ગયું છે. ગયા વર્ષે મે મહિનાના લોકડાઉનમાં આપણે બધા આ જ સ્થિતિમાં ફફડતા અનેતરફડતા બેઠા હતા. આ વર્ષે પણ આપણે એ જ સ્થિતિમાં બેઠા છીએ. એક વર્ષમાં પડેલા આર્થિક ફટકાનેપહોંચી વળતાં કદાચ એક દાયકો નીકળી જવાનો છે. બાળકોનું […]

સંબંધનો છોડઃ ઈનબિલ્ટ ઈમ્યુનિટીનો વિકાસ

ઉનાળામાં ગુજરાતની ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર જતો રહે છે. મે મહિનાના અંતમાં અને જૂનમાં તો બપોરેરસ્તા પર સોંપો પડી જાય છે. સાંજના આઠ-સાડા આઠ વાગ્યા સુધી હવા પણ ઠંડી થતી નથી ત્યારે અમારા બિલ્ડીંગનાએક ફ્લેટમાં રહેતા 72 વર્ષનાં માસી સવારે સાડા દસ થાય તે તરત એમના તમામ પ્લાન્ટ્સને લીલા કપડાથી ઢાંકી દે છે.સાંજ પડતાં […]

દુઃખ પારાવાર… મૂઈ આ સરકાર !

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગેબળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’ !રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા અમરેલીના એક કવયિત્રીએ જબરજસ્ત મરશિયો લખ્યો છે… ફેસબુક ઉપર વાઈરલ થયો, એટલું જનહીં લગભગ દરેક માણસે એના વિશે ‘કંઈક’ લખ્યું છે, એટલે મને થયું કે, હું નહીં લખું તો રહી જઈશ […]

ટેસ્ટ એટલે વેસ્ટ નહીં…

‘ટેસ્ટ પોઝિટિવ આવશે તો ?’ એણે પૂછ્યું.‘ટેસ્ટ નહીં કરાવો, તો નેગેટિવ આવશે ?’ ડૉક્ટરે પૂછ્યું.‘પરંતુ, જો પોઝિટિવ આવશે તો રજા પડશે, પગાર કપાશે…’ એણે કહ્યું, ‘મારે ટેસ્ટ નથી કરાવવો.’ એ ગભરાયેલોહતો. આ માત્ર એક વ્યક્તિની વાત નથી. આરટીપીસીઆર ટેસ્ટ અથવા કોરોનાનો ટેસ્ટ કરાવતાં લગભગ દરેક માણસનેબીક લાગે છે. સૌ પોઝિટિવ રિપોર્ટથી ડરે છે. ક્વોરન્ટાઈન થવું […]

જીત કી આશા મેં યે દુનિયા જુઠી બાજી ખેલે, જબ ચાહે વો ઉપરવાલા હાથ સે પત્તે લે લે…

એક ગરીબ માણસ એક દિવસ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૈસાવાળા લોકો પોતાનાપૈસાના જોરે આગળ જઈ રહ્યા હતા. એ માણસ જેટલીવાર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો એટલીવારએને મંદિરના પૂજારી પાછળ ધકેલી દેતા. એ માણસ સારા એવા સમય સુધી મંદિરમાં પ્રવેશવાની મથામણકરતો રહ્યો. પછી નિરાશ થઈને પાછો જતો હતો ત્યારે એને એક વ્યક્તિ મળી. એ વ્યક્તિએ […]

આજ દિલ ખોલ કે રોયે હૈં તો યું ખુશ હૈં, ‘ફરાઝ’

ज़िन्दगी से यही गिला है मुझे, तू बहुत देर से मिला है मुझेहमसफ़र चाहिये हुजूम नहीं, इक मुसाफ़िर भी काफ़िला है मुझे અહેમદ ફરાઝની આ ગઝલ સંબંધોને સાવ જુદી રીતે જુએ છે. જિંદગીને ફરિયાદ કરે છે, પરંતુ એકવ્યક્તિના મોડેથી મળવા વિશેની ફરિયાદને એ ખૂબ રેશમી રીતે રજૂ કરે છે. આપણી પાસે ઘણું બધું હોયઅને છતાં […]

દિલ ના-ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લમ્બી હૈ ગ઼મ કી શામ, મગર શામ હી તો હૈ

આપણે બધાં એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ચારે તરફ નિરાશા અને નાકામી, મૃત્યુ અનેબીમારી, સરકારની અસફળતા કે ઈનફ્રાસ્ટ્રક્ચરનો અભાવ… આર્થિક સંકડામણ અને સતત થઈ રહેલા અપમૃત્યુ…સવાલો અનેક છે, જવાબ કદાચ કોઈની પાસે નથી. આ મહામારી માનવસર્જિત છે કે કુદરતનો કહેર છે એ વિશે પણઆપણે હજુ નિશ્ચિતપણે કશું કહી શકતા નથી. રોજ સમાચાર જોઈને […]

સારાઈનું સર્ટિફિકેટ જોઈએ છે ? નહીં મળે !

તમે કોઈવાર સાવ માણસાઈમાં, ભલા થઈને કે લાગણીમાં તણાઈને કોઈની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે ? જેનીસાથે લેવા-દેવા પણ ન હોય એવી કોઈ વ્યક્તિ-જેની સાથે વર્ષમાં બે વાર પણ વાત કરવાનો સમય ના હોય એવી કોઈવ્યક્તિ-કે પછી જેણે તમારું નુકસાન કર્યું હોય, તમે જાણતા હો તેમ છતાં તમે એ વ્યક્તિની મદદ કરવા માટે હાથ લંબાવ્યોછે […]

કીધર કો ભાગ રહી હૈ ઈસે ખબર હીં નહીં, હમારી નસ્લ બલા કી જહીન કુછ તો હૈ

ગયા અઠવાડિયે અખબારોમાં પ્રકાશિત થયેલા એક સમાચારે આખા અસ્તિત્વને હચમચાવી નાખ્યું… એક દોઢ વર્ષનીદીકરીને ગળે ટૂંપો દઈને એનું ખૂન કર્યા પછી માએ આત્મહત્યા કરી ! આમ તો આ સમાચારમાં કશું નવું નથી. છેલ્લા કેટલાંયસમયથી આપણે આવા સમાચારો વાંચતાં જ રહીએ છીએ. આ પહેલાં પણ બે ભાઈઓએ પોતાના આખા પરિવારોને મોતનામોઢામાં ધકેલી પોતે પણ આત્મહત્યા કરી […]

હાય ! ક્યા ચીજ હૈ જવાની ભી !

‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈનેઅમર કરી દીધી.‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી.દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી,હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’ ખલ્ક એટલે લોકો – જગત… ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય)ની આ પંક્તિઓ […]