Category Archives: DivyaBhaskar

લા મિઝરેબલ્સઃ વિક્ટર હ્યુગોની એક અમર કહાણી

‘અરે! એ તો અમારા મહેમાન છે, ચોર નથી. તમે એમને ખોટા હેરાન કર્યા.’ કહીનેપાદરીએ બાજુમાં ઊભેલા ઊંચા-પહોળા ચીંથરેહાલ યુવાનના ખભે હાથ મૂક્યો, ‘ભાઈ, તમે ડીશલઈ ગયા, પણ આ ચાંદીના, મીણબત્તીના સ્ટેન્ડ તો ભૂલી ગયા, જે મેં તમને ભેટ આપ્યાં છે.’આ ચાર વાક્યોએ એક માણસની જિંદગી બદલી નાખી… અને એમાંથી ઉદભવી એક અમરકથા, ‘લા મિઝરેબલ.’ ફ્રેન્ચ […]

(એન્ટિ) સોશિયલ મીડિયાઃ કુહાડીમાં પગ મારવાનો શોખ છે?

ઈન્ટરનેટ ઉપર કંઈ પણ ખોલો કે તરત જ સૌથી પહેલાં રેસિપી જોવા મળે છે.જાતભાતની વજન ઉતારવાની સ્વાદિષ્ટ રસોઈથી શરૂ કરીને મસાલા, વાળ વધારવાના નુસ્ખા, ત્વચાસાફ રાખવાના, યુવાન દેખાવાના નુસ્ખા આપણા ઈન્ટરનેટના એપ્સ પર ઊભરાવવા લાગ્યા છે. આનુસ્ખા સાચા છે કે ખોટા, એનાથી ફાયદો થશે કે નુકસાન, આવું જાણ્યા વગર-પૂરી ખાતરી કે ચોકસાઈકર્યા વગર પણ આ […]

કિસી કો ઘરસે નીકલતે હી મિલ ગઈ મંઝિલ, કોઈ હમારી તરહ ઉમ્રભર સફર મેં રહા

નીટ, કેટ, જીઈઈના પરિણામો આવે, સીએ ફાઈનલ અને યુપીએસસીના પરિણામોઆવ્યા ત્યારે અખબારોમાં ઉત્તમ માર્ક લઈને સફળ થયેલા વિદ્યાર્થીઓના નામ આવે, ફોટાછપાય, એમના વખાણ થાય, એ કેવી રીતે, કેટલા કલાક ભણતા હતા અને એમના માતા-પિતાએકેટલો ભોગ આપ્યો, એમણે કઈ રીતે તૈયારી કરી આ વિશેની વિગતો પણ એમના ઈન્ટરવ્યૂમાંપૂછાય… સફળતાની આ સમાજ કદર કરે છે, બલ્કે કિંમત […]

વર્ણવ્યવસ્થાઃ ભારતની એકતાને લાગેલો લૂણો

હિન્દુત્વની એક લહેર આખા દેશમાં ઊઠી છે. આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો.અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતમાં અને દેશભરના યાત્રાધામોનોસુવ્યવસ્થિત રીતે વિકાસ કરીને એમને યાત્રાળુઓ માટે વધુ સગવડભર્યા બનાવવામાં આવ્યાં…લગભગ સહુ સનાતન ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરતા થયા. ભગવો આપણો નેશનલરંગ બન્યો… પરંતુ, હજી ધર્મમાં સમાનતા નથી. આજથી કેટલાંય વર્ષો પહેલાં આપણી […]

બિન્દાસ અને બોલ્ડ કે સાદી અને સમર્પિત?

થોડા વખત પહેલાં ઝિનત અમાન અને નિતુ સિંઘ એક જાણીતા ચેટ શોમાં સાથેઉપસ્થિત રહ્યા. બંને જણાંએ પોતાના સમયના સિનેમા અને એની સાથે જોડાયેલાં અનુભવોનીવાત કરી. નિતુ સિંઘે કહ્યું, ‘હું કંઈ સમજી શકું એ પહેલાં તો મારા લગ્ન થઈ ગયેલાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંહીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરી અને જે પહેલો બોયફ્રેન્ડ મળ્યો એ જ મારો પતિ બન્યો… […]

વાચા દે વેદનાને ઘણી કરકસરની સાથ, પૂરેપૂરી તો તારી વ્યથા કોણ માનશે?

આપણે ‘અજવાળું’નો અર્થ ફક્ત સુખ, સંપત્તિ કે સ્વસ્થ સંબંધો સાથે જોડાયેલી કેટલીક એવીવાતોમાંથી શોધી કાઢીએ છીએ જેમાં આપણી સગવડ છે. કેટલીકવાર સવાલ થાય કે શું ફક્તઅજવાળું જ સુખનો પર્યાય છે? તો પછી રાત્રિના અંધકારમાં નિદ્રાધીન થઈને આપણે જે રીતેસવારના સૂર્યની પ્રતીક્ષામાં નિરાંતે આંખો મીંચી લઈએ છીએ, એ ભીતરનું અજવાળું નથી શું? અજવાળાંને ફક્ત સ્મિત સાથે, […]

હાઉ મચ ઈઝ સફિશિયન્ટ? હાઉ મેની ઈઝ ઈનફ?

વિખ્યાત ગ્રીક ફિલોસોફર ડાયોજિનસનો નિયમ હતો કે, પાણી પીવા અને ભોજન લેવા માટે વાપરીશકાય એટલું જ પાત્ર પોતાની પાસે રાખવું. એક દિવસ એમણે એક ભરવાડને હાથનો ખોબો વાળીને પાણીપીતાં જોયો, એ પછી બ્રેડને હાથમાં લઈને ખાઈ રહેલા એ ભરવાડને જોઈને એમણે નક્કી કર્યું કે,એમણે આ પાત્ર પણ સાથે ન રાખવું જોઈએ! આમ જોવા જઈએ તો […]

ડોનાલ્ડ ટ્રમ્પ અને દીપિકાનો ફેઈક બેબી બમ્પ

અંબાણીના લગન છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા, અખબારો અનેટેલિવિઝનનો કેટલો સમય અને પ્રિન્ટેડ સ્પેસ ખાઈ રહ્યા છે એની ગણતરી કરવા જઈએ તો આંખોપહોળી થઈ જાય! કોણે શું પહેર્યું હતું ત્યાંથી શરૂ કરીને રજનીકાન્ત, રણવીરસિંહ અને અનિલ કપૂરજેવા લોકો જાનમાં નાચી રહ્યા હતા… તે? એમાં શું નવાઈ? કોઈને જાનમાં આમંત્રણ આપ્યું હોયઅને એ વ્યક્તિ લગ્નમાં આવે […]

અરૂણા આસફ અલીઃ યાદ છે કોઈને?

9મી ઓગસ્ટ, 1942. ગ્રાન્ટ રોડ સ્ટેશનથી થોડે દૂર આવેલા ગોવાલિયા ટેન્કનામેદાનમાં એક ત્રીસેક વર્ષની યુવતિએ ધ્વજવંદન કર્યું. એ સમય ‘હિન્દ છોડો આંદોલન’ના મહત્વનાદિવસો હતા. 1942 પહેલાં 1930, 32 અને 1941માં અરૂણા નામની એ છોકરીએ જેલમાંસજા ભોગવી હતી. 16 જુલાઈ, 1909ના રોજ આજના પંજાબમાં કાલકા નામના એક સ્થળેબંગાળી બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમના પિતા […]

મિસિંગ છે… બાળવાર્તા, બાળગીતો, બાળરમતો અને બાળપણ!

છ વર્ષનું બાળક એરપોર્ટ ઉપર હાથમાં ફોન લઈને મા-બાપથી દૂર બેઠું બેઠું કંઈક કરે છે.ફોનની રિંગ વાગે છે, રમતમાં મગ્ન બાળક ફોન ડિસકનેક્ટ કરે છે, આવું એક-બે, ત્રણ-ચાર વાર થાયછે. થોડીવાર પછી માના ફોન પર ફોન આવે છે, પરિવારમાં કોઈનું મૃત્યુ થયું છે! બીજું એક દ્રશ્ય, એક ટીનએજર છોકરો પિતાના પર્સમાંથી પૈસા ચોરે છે કારણ […]