Category Archives: DivyaBhaskar

ગ્લોબલ ગુજરાતીઃ સંપત્તિ નહીં, સ્પોર્ટ્સ, લાડ નહીં, લશ્કર…

ભારતને હોકીમાં બ્રોન્ઝની ભેટ આપનાર હોકી ટીમને સૌએ અભિનંદન આપ્યા. કેટલાં વર્ષો પછીઓલમ્પિકમાં ભારત પાસે પોતાની પીઠ થાબડી શકાય એવું પ્રદર્શન જોવા મળ્યું છે. આખી હોકી ટીમમાં એક પણગુજરાતી છોકરી નથી… એ વાત નવાઈ લાગે એવી નથી ? શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ માં પણ આખાદેશમાંથી આવેલી હોકી ટીમમાં હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને છેક […]

અધિકાર: જાણો, અને માંગતા શીખો

ભારત અને પાકિસ્તાન વચ્ચે દર વર્ષે એવા લોકોનો વિનિમય થાય છે જે ખોટી રીતે ફસાયેલા માછીમારો કે ઘેટા-બકરા ચારનારા લોકો છે, જેમણે ભૂલમાં બોર્ડર ક્રોસ કરી નાખી હોય અને પકડાઈ ગયા પછી એમને જાસૂસ કે આઈકાર્ડવગરના આતંકવાદી માનીને પૂરી દેવામાં આવ્યા હોય ! આવા અનેક કિસ્સા અખબારોમાં અને મીડિયામાં પ્રકાશિત થતારહે છે. યસ ચોપરાની આખરી […]

જીવન કી બગિયા મહેકેગી…

બુધવાર, 21 જુલાઈ… ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર મૃત્યુશૈયા પર પડેલા પતિના સ્પર્મનાસેમ્પલ મેળવીને એના બાળકની મા બનવાની ઈચ્છા રજૂ કરતી અરજી દાખલ કરવામાં આવી… 2020માં પરણેલાઆ પતિ-પત્ની યુવાનના પિતાના હૃદયના ઓપરેશન માટે કેનેડાથી અમદાવાદ આવ્યા હતા. પિતાની સેવા કરતાયુવાનને કોરોના થયો. ઓર્ગન ફેલ્યોર થવા લાગ્યા ત્યારે પત્નીએ એના સંતાનની મા બનવાના નિર્ધાર સાથે હાઈકોર્ટપાસે પરમિશન […]

પાણીઃ આટલું વરસે છે તોય પ્રજા કેમ તરસે છે ?

ગુજરાતમાં વરસાદને પણ જાણે પોતાનું કામ જલ્દી પૂરું કરવું હોય એવી રીતે વરસવા માંડ્યો છે. ચોવીસકલાકમાં વરસીને બધું ખાલી કરી નાખવાના મિજાજમાં મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત રીતે વરસી રહ્યા છે.બીજી તરફ, હિમાચલ અને બિહાર, ઉત્તર પ્રદેશમાં જે પ્રકારના પૂરની સ્થિતિ ઊભી થઈ છે એનાથી ફરી એકવારલોકોના જીવન પર સંકટ તોળાવા લાગ્યું છે… આઝાદીના સાડા સાત […]

કોરોનાનો આભારઃ સૌને સમજાયું સંબંધોનું મૂલ્ય

અમદાવાદ એરપોર્ટ ઉપર એક ભાઈ બેચેનીથી આંટા મારી રહ્યા છે. ડીલે થઈ રહેલી ફ્લાઈટ મને પણ અકળાવે છે. પરંતુ એ ભાઈ વધુઅકળાયેલા અને બેચેન લાગે છે. એમની આંખોમાંથી વારે વારે આંસુ સરી પડે છે. એ દર પાંચ મિનિટે ફ્લાઈટની ડિટેઈલ્સ પૂછવા કાઉન્ટરતરફ દોડી જાય છે… થોડીવાર પછી મને લાગ્યું કે મારે એમની સાથે વાત કરવી […]

દહેજ માગે એ દેવ ને મારે એ મર્દ…

ગાડી, મોટર સાયકલ, ફ્રીઝ કે રોકડા રૂપિયા… છેલ્લા થોડા સમયથી દહેજ માગતા પતિ અને સાસરિયાનીફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવા લાગી છે. કોરોનાકાળ પછી આ ફરિયાદોની સંખ્યા વધીને એવું પણ લાગે છે. આફરિયાદો પહેલાં પણ હતી ? હવે નોંધાઈ રહી છે ? કે પછી, કોરોનાકાળમાં આર્થિક રીતે તૂટી ગયેલા, મુશ્કેલીમાંમૂકાયેલા પતિની સાસરિયા પાસેથી અપેક્ષાઓ વધવા લાગી છે […]

સ્ત્રી: બ્રોકન બટ બ્યુટીફૂલ

ઓટીટી પ્લેટફોર્મ પર એક સિરીઝ ખૂબ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. એની ત્રીજી સિઝન હમણાં જ રજૂથઈ છે, ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’ આ સિરીઝની વાર્તાઓ તૂટેલા સંબંધ છતાં વ્યક્તિત્વ અને આત્મસન્માનને જાળવીને માણસકઈ રીતે આગળ વધી શકે એની કથા કહે છે. સંબંધ તૂટવો એ વ્યક્તિની પીડા હોઈ શકે, પરંતુ તૂટેલો સંબંધ એ માણસનીનિષ્ફળતા સાથે જોડવાનો […]

ઈસ દેશ કો રખના મેરે બચ્ચોં સંભાલ કે…

આ લગાતાર બીજું વર્ષ છે, આપણે ઉત્સવો ઊજવ્યા વગર, એકઠા થયા વગર જીવી રહ્યા છીએ… અષાઢીબીજની રથયાત્રા, એ દિવસે પડતો ઝરમર વરસાદ, મગનો પ્રસાદ અને ટ્રકની વણઝાર તો જાણે નવી પેઢી માટેઈતિહાસ બની જશે. કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા નગર યાત્રાએ નીકળે, સહુ એને આનંદથી વધાવે… એ વાતહજારો વર્ષ પહેલાંની કથા હોય તો પણ કેટલી […]

મુન અને મોનસુનઃ મુડ સ્વીંગ્ઝનું મેનેજમેન્ટ

ચોમાસાની ઋતુમાં મોર કળા કરે છે. વૃક્ષો લીલાછમ થઈ જાય છે. જ્યાં સુકીભઠ્ઠ જમીન દેખાતી હતી ત્યાં પણઘાસની ચાદર પથરાઈ જાય છે… વરસાદ આપણા બધા માટે જીવાદોરી છે. અનાજ પાકે, ભૂગર્ભ જળનો સંગ્રહ થાય અનેનદી-તળાવમાં પણ પાણી ઉમેરાય… આવી ઋતુમાં માણસનું મન બે રીતે રિએક્ટ થાય છે. કેટલાક લોકોને ઘેરાયેલા વાદળોવરસાદની ઋતુ એની સાથે જોડાયેલો […]

વિદેશ, વડીલ, વહાલ અને વીડિયોકોલ

“જો બેટા… દાદા છે. દાદાને ઓળખે છે તું ?” ફોર બાય છના સ્ક્રીન ઉપર એક હસતા વહાલ વરસાવતા વૃદ્ધવ્યક્તિને જોઈને દોઢેક વર્ષનું બાળક હાથ હલાવે છે, “હાય દાદા” એ બાળક કહે છે… બીજી તરફ, વૃદ્ધના આઈપેડ કે ફોનઉપર દેખાતાં એ બાળકના ચહેરાને વૃદ્ધનો કરચલીવાળા હાથની આંગળીઓના ટેરવાં હળવેકથી અડે છે. ઠંડી કાચનીસપાટી એમને અહેસાસ કરાવે […]