Category Archives: DivyaBhaskar

પ્રકરણ – 56 | આઈનામાં જનમટીપ

માઈકલના આપેલા લોકેશન પર પહોંચીને મંગલે ઉબરના પૈસા ચૂકવી દીધા. એ અને શૌકત નીચે ઉતર્યાં. બંનેજણે સામે દેખાતો 36 માળનો ટાવર જોયો, પણ નીચે જબરજસ્ત સિક્યોરિટી હતી. અજાણી વ્યક્તિ માટે અંદરપ્રવેશવું અશક્ય હતું. મંગલ બહાર ઊભો રહીને વિચારવા લાગ્યો. થોડીવાર પછી એણે ટાવરની સાથે જોડાયેલીફૂટપાટ પર ચાલવા માંડ્યું. શૌકત એની પાછળ દોડ્યો, ‘ક્યા કરેંગે ભાઈજાન?’ […]

મહાગુજરાતઃ લોહી રેડીને મેળવેલું રાજ્ય

હજી હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’માં આપણને પહેલીવાર કાશ્મીરવિભાજન આર્ટિકલ 370ની વિગતો અને એને નાબૂદ કરતી વખતે સરકારે ઉઠાવેલી જહેમત વિશેવિગતવાર માહિતી મળી. દુનિયાનો કોઈપણ દેશ જ્યારે પોતાની આઝાદી કે સ્વતંત્રતા માટે લડે છેત્યારે નેતાઓ તો ફક્ત માર્ગ ચીંધે છે. દેશનું યુવાધન, નાગરિકો અને સ્ત્રીઓ સુધ્ધાં જ્યારે એ વિચારસાથે સહમત થઈને પોતાનો સમય […]

જે જીવ્યા એનો અસ્વીકાર જીવન પ્રત્યે તિરસ્કાર છે

એક બહેન નાના બાળકો અને તાજી મા બનેલી સ્ત્રીઓની માલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવતાહતા. મારા બંને સંતાનોને એમણે ખૂબ વહાલથી માલિશ કર્યું છે. અમને પણ એમના માટે ખૂબ આદર અનેપારિવારિક સંબંધ! એમનો દીકરો એન્જિનિયર થયો. સારી કંપનીમાં નોકરીએ લાગ્યો. ઘણા વખત પછી એ મનેમળ્યા. ભાવથી મળ્યા પછી એમણે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું, પણ સાથે જ […]

પ્રકરણ – 55 | આઈનામાં જનમટીપ

એક હાથમાં સેલફોન અને એક હાથમાં ચાનો કપ પકડીને મોટી સ્લાઈડિંગ વિન્ડોની પેલે પાર દૂર આકાશમાંપસાર થતું પ્લેન જોઈ રહેલી શ્યામાના મનમાં કોણ જાણે કેટલાય વિચારોનું ધમાસાણ ચાલી રહ્યું હતું. મંગલને ગયેચાર દિવસ થવા આવ્યા હતા, પણ શ્યામાનો સેલફોન હજી સુધી રણક્યો નહોતો. એ મલેશિયા સહી સલામત પહોંચ્યોહશે કે નહીં ત્યાંથી શરૂ કરીને, મંગલ ક્યાં […]

યશસ્વી થયા પછી મનસ્વી થવાનો અધિકાર મળે?

જયા બચ્ચન જાહેરમાં જે રીતે વર્તે છે, શાહરૂખ ખાન વાનખેડે સ્ટેડિયમમાં સિગરેટપીવાનો અને ગાર્ડ સાથે ઝઘડવાનો વીડિયો વાયરલ થાય છે, સૈફ અલી ખાન ‘ઔરસ’ નામની એકરેસ્ટોરાંમાં કોઈના પર હાથ ઉપાડે છે. વિનોદ કામ્બલીને મેદાન પર ગાળો બોલવા માટે સસ્પેન્ડકરવામાં આવે છે, નેતાનો પુત્ર કોઈને કચડી નાખે, એમએલએના સગાં ધાર્યું કરે અને સરકારીઅફસરની પત્નીઓ સરકારી ગાડી […]

પંડિતા રમાબાઈઃ 1858થી 2024… શું બદલાયું છે?

હાઈવે પર કે શહેરમાં આપણે વાહન ચલાવતા હોઈએ ત્યારે લગભગ દરેક વાહનની પાછળલખેલું જોવા મળે છે, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ …આપણે 2024માં પણ હજી કન્યા શિક્ષણ માટેપ્રચાર કરવો પડે છે! ગુજરાત અને ભારતના એવા કેટલાય અંતરિયાળ ગામડાંઓ છે જ્યાં દીકરીનેભણાવવાની વાત તો દૂર, નાની ઉંમરે એના લગ્ન કરાવી દેવામાં આવે છે, અથવા એને ઘરકામમાં જોડીદેવામાં […]

પ્રકરણ – 54 | આઈનામાં જનમટીપ

જેવો શફકે સવાલ કર્યો કે ‘તેં રૂમ સર્વિસમાં કશું ઓર્ડર કર્યું હતું?’શિવ અચાનક સાવધ થઈ ગયો, ‘કેમ?’ એણે પૂછ્યું.‘કોઈ આવ્યું હતું. મેં દરવાજો ન ખોલ્યો. મને પણ લાગ્યું કે, તું એવી રીતે કંઈ ઓર્ડર ન જ કરે.’‘સ્માર્ટ ગર્લ.’ કહીને શિવે એને ચૂમી લીધી, ‘આપણે અહીંથી નીકળવું જોઈએ. કોઈને આપણા અહીંયાહોવાની ખબર પડી ગઈ છે.’ આ […]

સ્વાદઃ મા કે હાથોં કા? નહીં, સેલિબ્રિટી શેફ!

ભારતીય સંસ્કૃતિ સ્ત્રીને અન્નપૂર્ણા કહે છે. ‘ભોજ્યેષુ માતા’ એટલે ભોજન બનાવતીવખતે દરેક સ્ત્રી ‘મા’ની લાગણી અને સ્નેહથી ભોજન બનાવે છે આવું પણ ભારતીય સુભાષિત કહેછે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પાકશાસ્ત્રમાં-રસોઈમાં નિષ્ણાત હોય છે, પરંતુ બદલાતાસમય સાથે આપણને સમજાયું છે કે, પુરુષો પણ ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે. છેલ્લા એકદાયકામાં અનેક ભારતીય ઘરોમાં […]

એક તુમ, કે વફા તુમ સે ન હોગી, ન હુઈ હૈએક હમ હૈં, તકાજા ન કિયા હૈ ન કરેંગે

1960-70ના દાયકામાં જે સાહિત્ય, સિનેમા કે સમાજજીવનની એકમેક પર અસર થઈ એસમય સંબંધોની ગૂંચવણનો સમય હતો. પ્રિયજનને સાચું ન કહેવું, ગૂમ થઈ જવું, એકમેકથી દૂર થઈજવાના કોન્સેપ્ટને ‘સમર્પણ’નું નામ આપવું. ત્યાગ, બલિદાન કરીને મહાન બનવાનો પ્રયાસ કરવો અનેત્રણ કલાકની ફિલ્મમાં કે 300 પાનાંની નોવેલમાં અંતે, એકમેક સુધી પહોંચીને સત્યને પામી જવું… આબધું એ સમયે કદાચ […]

તર્ક-દલીલ-પ્રશ્ન કે વિરોધઃ મુદ્દાનો છે, મા-બાપનો નહીં!

मूकं करोति वाचालं, पंगुं लंघयते गिरिम् ।यत्कृपात्वमहम् वंदे परमानंद माधवम् ।।મૂંગાને બોલતો કરે, લંગડાને પર્વત ચડાવે-એ પ્રભુ કૃપા, એવું આ શ્લોકમાં કહેવામાંઆવ્યું છે, પરંતુ આ કામ તો ડૉક્ટર પણ કરે છે ને? એમની વિદ્યાથી મૂંગા બોલતા થાય, આંધળાદેખતા થાય, લંગડા ચાલતા થાય કે મૃત્યુને આરે પહોંચેલો માણસ બચી જાય, તો ઈશ્વર મોટો કેડૉક્ટર? ઈશ્વર કૃપાની […]