દરબારે-વતન મેં જબ એક દિન સબ જાનેવાલે જાયેંગે કુછ અપની સજા કો પહુંચેંગે, કુછ અપની જઝા (ઈનામ) લે જાયેંગે કટતે ભી ચલો, બઢતે ભી ચલો, બાઝુ ભી બહોત હૈ, સર ભી બહોત ચલતે ભી ચલો કી અબ ડેરે મંઝિલ પે હી ડાલે જાયેંગે ઐ જુલ્મ કે મારોં ! લબ ખોલો, ચૂપ રહેનેવાલોં ચૂપ કબ તક […]
Category Archives: My Space
સ્વાતંત્ર્યના સૂર્યોદયની સાથે જ બોંતેર વરસના સરદારના પ્રારબ્ધે એકીસાથે ત્રણ મોરચે પ્રતિકાર કરવાની ક્ષણ પેદા થઈ હતી. સરદારનું સ્વાસ્થ્ય દિવસે દિવસે કથળતું જતું હતું. આંતરડાનો વ્યાધિ, હરસ તથા કબજિયાતની પીડા, દમના કારણે શ્વાસોચ્છવાસમાં પડતી મુશ્કેલી – આ બધી શારીરિક વ્યાધિઓ સરદારને અંદરથી દિવસે દિવસે શિથિલ કરી રહી હતી. દેશી રાજ્યો સાથે મંત્રણાઓ કરીને આ સમસ્યા […]
છેલ્લા બે મહિનાના સમયમાં આપણે બધાએ સાંભળેલી, મળેલી ખબરો ઉપર આધાર રાખીને દિવસો કાઢ્યા છે. મિડિયા હોય કે વ્હોટ્સએપ યુનિવર્સિટી, સચ્ચાઈ સંપૂર્ણપણે કોઈના સુધી પહોંચી નથી, અથવા તો જે પહોંચી તે સંપૂર્ણ સચ્ચાઈ હતી કે નહીં એવી ખાતરી કરવાનો પ્રયત્ન આપણે કોઈએ કર્યો નથી. લોકડાઉન-4.0 દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસીસ વધ્યા એવી એક ફરિયાદ અખબારો અને […]
છેલ્લા 62 દિવસમાં ડિપ્રેસ, સપ્રેસ થયેલા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના મગજને કામ કરતું અને હૃદયને ધબકતું રાખવા માટે આધાર શોધતા રહ્યા છે… ઓશોથી શરૂ કરીને સદગુરુ અને રેડિયો જોકી, એક્ટર્સ, સાહિત્યકારો અને સામાન્ય માણસે પણ પોઝિટિવ વાતો સોશિયલ મિડિયામાં શેર કરીને ઘરમાં ગોંધાયેલા અનેક લોકોને આનંદમાં રાખવાનો કે આશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ […]
એક વાચકે ઈમેઈલ લખ્યો છે, “તમારા લેખોની ભાષા રાજકિય થતી જાય છે. બને તો એને તાત્કાલિક બંધ કરવા વિનંતી.” આ ‘રાજકિય’ એટલે શું ? એ મને સમજાયું નહીં. જગતના કયા પત્રકાર, લેખક કે પોતાના સમયના જાગૃત નાગરિક, એક પેટ્રીઓટીક, દેશભક્ત વ્યક્તિ દેશની વર્તમાન રાજકિય પરિસ્થિતિથી દૂર રહી શકે ? જે થઈ રહ્યું છે એના તરફ […]
આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં કોરોનાના 31,408 કેસ પોઝિટિવ મળ્યા છે. 1008 મૃત્યુ નોંધાયા છે… અખબારો રોજ મોટા અક્ષરે કોરોનાના વધતા કેસ વિશે માહિતી આપે છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી સુરતમાં લોકસંપર્ક કરવા નીકળ્યા એવા સમાચાર બહુ ટ્રોલ થયા. લોકોએ ‘આરોગ્ય મંત્રી જ લોકડાઉન પાળતા નથી’ એવા અનેક મેસેજ વહેતા કર્યા, ભોજપુરી એક્ટર અને […]
14 એપ્રિલ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું ! માસ્ક પહેરીને આવેલા પ્રધાનમંત્રીએ માસ્ક ઉતારીને સંબોધન કર્યું, ટૂંકું છતાં મહત્વપૂર્ણ મુદ્દા સાથેનું આ સંબોધન દેશવાસીઓને મહામારીમાંથી બચાવવા માટેના પ્રયાસની એક નવી જાહેરાત હતી. લોકડાઉનની મર્યાદા વધારવામાં આવી, વધુ સખત કરવામાં આવી, માસ્ક કમ્પલસરી થયા અને સાથે પ્રધાનમંત્રીએ આ દેશના ગરીબ અને રોજ […]
લોકડાઉન સાથે જોડાયેલા અનેક સવાલોમાંનો એક સવાલ એ છે કે આ બધા દિવસો દરમિયાન જે લોકો પરાણે ઘરે રહ્યા છે એનું શું થશે ? જેની પાસે ઓલમોસ્ટ સરખી રીતે જીવવા માટેની સગવડ અને વ્યવસ્થા છે એવા લોકો, પોતાની ઓફિસ ધરાવતા, પ્રાઈવેટ ધંધો કે સારી કંપની સાથે કામ કરતા, વ્હાઈટ કોલર જોબ કરતા લોકોને કદાચ બહુ […]
લોકડાઉન, ક્વોરન્ટાઈન, હોમ બાઉન્ડ…ની સાથે સાથે ધીમે ધીમે પણ વધતો મૃત્યુદર. સપડાતા લોકો, ચારે તરફથી આવતા અણગમતા સમાચારોની સાથે સાથે જરૂરી-બિનજરૂરી, સાચા-ખોટા સૂચનો. આપણે છેલ્લા એક પખવાડિયાથી શહેરને આપણી બારીના ચોરસ આકારમાં જોયું છે. આકાશનો એવડો જ ટૂકડો આપણે જોતા રહ્યા જેટલો આપણને આપણી બાલ્કનીમાંથી, બારીઓમાંથી કે ટેરેસમાંથી દેખાયો ! મજાની વાત એ છે કે […]
કોરોના વાઈરસ (કોવિદ-19) આખી દુનિયાને ધ્રુજાવી રહ્યો છે. આ લખાય છે ત્યારે અમેરિકાએ એની રસી શોધી કાઢી છે અને ભારતમાં એક દર્દીને સાજો કરીને ઘેર મોકલી આપવામાં આવ્યો છે એવા સમાચાર આપણા સુધી આવી ગયા છે… 12 રાજ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપટમાં છે. સ્કૂલ, કોલેજ, થિયેટર, મોલ અને ક્લબ્સ બંધ કરી દેવાઈ છે. સેન્સેક્સ પડી […]











