Category Archives: My Space

માત્ર સ્ત્રી જ ફરિયાદ કરે, કરી શકે… એવું નથી

ગયા અઠવાડિયાના અખબારોમાં વિધર્મી યુવક દ્વારા એક યુવતીને ભોળવીને એની સાથે સંબંધો બાંધવાના સમાચાર પ્રકાશિત થયા. સવાલ કોઈ એક ધર્મના વ્યક્તિ કે વિધર્મીનો નથી, સવાલ છે આપણાં સૌની માનસિકતાનો. ખાસ કરીને સ્ત્રીનો… એ સ્ત્રીએ બળાત્કારની ફરિયાદ કરી છે ! નવાઈની વાત એ છે કે એ સ્ત્રી પેલા યુવક સાથે અનેક હોટેલમાં અને બહારગામ પણ ગઈ […]

સંઘર્ષ હોય કે સફળતા, એ સ્ટાર જ રહ્યા!

“મને સંઘર્ષની કોઈ નવાઈ જ નથી. મારા પિતા મીઠાભાઈ કનોડિયા મિલમાં કામ કરતા. અમે દોઢ વર્ષની ઉંમરે મા ગુમાવી. આજે મારી માનો કોઈ ફોટો મારી પાસે નથી. ‘મા’ના નામે યાદ કરું તો મને મહેશભાઈ જ યાદ આવે છે.” 19મી ઓગસ્ટે, સાંજે, એમની બર્થડેના આગલા દિવસે નરેશ કનોડિયા સાથેના ઈન્સ્ટાગ્રામ ચેટમાં આ કહેતાં કહેતાં એમનું ગળું […]

આજની સ્ત્રીના અદ્રશ્ય આયુધ…

આજે દશેરા ! ફાફડા-જલેબીની હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, દુકાને ઊભા રહીને ફાફડા-જલેબી ખાવાની એક આખી પરંપરા જાણે આજે અધૂરી રહી ગઈ ! રાવણ પણ બાળવામાં નહીં આવે, કેટલાંય વર્ષોથી દિલ્હીમાં ભજવાતી ‘રામલીલા’ પણ આ વર્ષે ભજવાઈ નથી. જાણે કે એક નવા યુગનો પ્રારંભ થયો છે. જેમાં પરંપરાગત રીતે પૂતળાં બાળવાને બદલે ભીતર રહેલા રાવણને […]

કીડીને કણ, હાથીને મણ… માણસને પણ!

તમે નસીબદાર હો અને ઈશ્વરે તમને તમારી જરૂરિયાતથી વધારે ભોજન આપ્યું હોય તો બીજાને અપમાન ન લાગે એ રીતે એની સાથે ભોજન વહેંચવું, એ માનવધર્મ છે . થોડા દિવસથી એક પાકિસ્ જાહેરખબર સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થઈ છે. ‘દસ્તક’ નામની ફૂડ પ્રોડક્ટની આ જાહેરખબરમાં ખાવાનું, ફૂડ જે રીતે વેડફાય છે એની વાત બહુ સંવેદનશીલ […]

સ્ત્રી સન્માન ભીખ કે ભેટ નથી જ

આપણે સન્માનની અપેક્ષા પુરુષો પાસે રાખીએ છીએ, એ આપણી સૌથી મોટી ભૂલ છે. સૌથી પહેલું તો સ્ત્રીએ સ્ત્રીનું સન્માન કરવાનું છે. સ્ત્રીએ જ સ્ત્રીની પડખે ઊભા રહેવાનુંછે मदद चाहती है ये हौवा की बेटी यशोदा की हमजिंस, राधा की बेटी पयम्बर की उम्मत, ज़ुलयखां की बेटी जिन्हें नाज़ है हिन्द पर वो कहाँ है સાહિર […]

આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય…

આ પેઢી પાસે  એકલા ઝઝૂમવાની, સમસ્યાઓને જાતે હેન્ડલ કરી લેવાની, ભૂલોને પોતાની રીતે મેનેજ કરવાની અજબ તાકાત છે સ્વિમિંગ પુલના કિનારે ઊભેલું એક નાનકડું બાળક બાકીનાં છોકરાંઓને તરતાં જોઈ રહ્યું હતું… એની મમ્મી એને સમજાવી રહી હતી, ‘ડરવાની કોઈ જરૂર નથી, આ તો શેલો છે…’ મમ્મી બંને હાથ ચલાવીને બતાવી રહી હતી, જો આમ હાથ […]

તમને તમારા લીગલ પેપર્સ વિશે કેટલી જાણ છે ?

કોરોનાના સમયમાં આપણે અનેક નિકટના સ્વજનોને ગુમાવ્યા. કેટલાંક વડીલો તો કેટલાક સાવ યુવાન, સાજા-સારાં લોકો અઠવાડિયામાં, પંદર દિવસમાં આ જગત છોડી ગયા. 22મી માર્ચ સુધી કોઈને કલ્પના પણ નહોતી કે બે મહિના પછી મે કે જૂનમાં વિદેશ પ્રવાસનો પ્લાન કરનાર વ્યક્તિ લાંબા પ્રવાસે ઉપડી જશે ! જ્યારે કોઈ સ્વજન આ જગત છોડે છે ત્યારે દુઃખ […]

જરા સામને તો આઓ છલિયે…

શું તમે કદી વિચાર્યું છે કે આપણે જેટલી એપ ડાઉનલોડ કરીએ છીએ એ દરેક એપ સાથે આપણે એક વધુ અસલામતીને આમંત્રણ આપી જ દઈએ છીએ ઇઝરાયેલી ઇન્સ્ટિટ્યૂશન દ્વારા ઇન્સ્ટોલ કરાયેલી આ સિસ્ટમમાં કોઈના પર મોબાઇલમાં એક ફોન આવે, એ ફોન આપણે રિસીવ કરીએ કે નહીં, સામેની વ્યક્તિ આપણા મોબાઇલમાં દાખલ થઈ શકે. ફોટો વિડિયો નોટ્સથી […]

કુછ કરના હૈ તો ડટકર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ…

“આ નવી પેઢીના છોકરાં…” આવું આપણે લગભગ દરેક પેઢીએ સાંભળતા આવ્યા છીએ. જે લોકો ચાલીસના થઈ જાય છે એ બધા લોકોને 14થી 24ની ઉંમરની પેઢી વિદ્રોહી અને અણસમજુ લાગે છે. લગભગ દરેક પેઢી પાસે પોતાની સ્મૃતિ, સંગીત અને સમજ હોય છે… વિતી રહેલી કે વિતી ગયેલી પેઢીને આવી રહેલી કે આવનારી પેઢી સામે કેટલીક ફરિયાદો […]

ડ્રગ્સઃ તમારા સંતાનના ડ્રોઅરમાં પણ હોઈ શકે

અંતે રીયા ચક્રવર્તીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવી છે. પહેલાં એનો ભાઈ શૌવિક અને હવે રીયા… સુશાંતસીંગ રાજપૂતને ડ્રગ્સ આપવા, એને માટે ડ્રગ્સ ખરીદવા અને એ ડ્રગ્સ માટેના પૈસાનું મેનેજમેન્ટ રીયા ચક્રવર્તી કરતી હતી એવા પુરાવા સાથે નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ રીયાની સંડોવણીના પુરાવા રજૂ કર્યા છે. નાનકડા શહેર પટનાનો એક છોકરો એક્ટર, સ્ટાર બનવાના […]