“આજનું સંગીત તે કંઈ સંગીત છે ? કોઈ કવિતા નહીં, કોઈ મીઠાશ નહીં…” આ ડાયલોગ લગભગ એવા દરેક ઘરમાંબોલાય છે કે જ્યાં પચાસ કે એથી ઉપરની ઉંમરના માતા-પિતા અને વીસ-બાવીસ-ચોવીસના સંતાનો વસે છે ! જે લોકોએહિન્દી ફિલ્મોના જૂના ગીતો સાંભળ્યા છે, કિશોરકુમાર, મોહમ્મદ રફી સાહેબ કે મૂકેશજી, લતાજી કે મદનમોહન, સી. રામચંદ્રઅને શંકર-જયકિશનના ગીતોના ચાહક […]
Category Archives: janmabhoomi phulchhab
પાંચ કી પ્યાસ તર્હં દેખ પૂરી ભઈ તીન કી તાપ તર્હં લગે નાહીં ।કહૈં કબીર યગ અગમ કા ખેલ હૈ ગૈબ કા ચાંદના દેખ માહીં ।જનમ-મરન જહાઁ તારી પરત હૈ હોત આનંદ તર્હં ગગન ગાજૈ ।ઉઠત ઝનકાર તર્હં નાદ અનહદ ઘુરૈ તિરલોક-મહલ કે પ્રેમ બાજૈ । આ કબીરજીની પંક્તિઓ છે… ટૂંકમાં ઘણું કહી દેવું એ […]
કૂચબિહારની અતિશય સુંદર રાજકુમારી અને વડોદરાના મહારાજા ગાયકવાડની પૌત્રી વિશે જ્યારે 10નવેમ્બર, 1961ના ‘ટાઈમ’ મેગેઝિનના અંકમાં ‘ધ વ્હિસલ સ્ટોપિંગ મહારાણી’ના ટાઈટલ હેઠળ લેખ છપાયો ત્યારેભારતીય રાજઘરાનામાં નાની મોટી વાતો ફેલાઈ હતી. એ પછી તો એમણે ટાઈમ મેગેઝિન માટે ફોટોશુટ કર્યું અનેવોગ મેગેઝિનનાં વિશ્વની 10 સૌથી સુંદર સ્ત્રીઓના લિસ્ટમાં એમનો સમાવેશ થયો… એમણે જિંદગી પોતાની રીતે,પોતાના […]
એક વૃદ્ધ વ્યક્તિ બગીચાના બાંકડે બેઠા છે. માસ્ક પહેરીને, હાથમોજા પહેરીને એ બગીચામાં ચાલી રહેલાલોકોને જોઈ રહ્યા છે. એમની આંખોમાં પારાવાર શૂન્યતા છે. ભાવવિહીન આંખોએ એ જગત તરફ જોઈ રહ્યા છે,જાણે ! હું એમની પાસે જાઉં છું, ‘બેસું ?’ હું પૂછું છું. એ ભાવવિહીન ચહેરે ડોકું ધુણાવીને મને બેસવાની રજા આપે છે.એ કશું બોલતા નથી. […]
“ઈતિહાસ ભૂલોથી ભરેલો છે. એમાંની કેટલીયે ભૂલો સારો ઈરાદો ધરાવતા તેજસ્વી, બુધ્ધિશાળી અને શક્તિશાળીલોકો દ્વારા કરવામાં આવી છે. એમણે ખોટા નિર્ણયો લીધા. કેટલાક સાદી ભૂલોની કેટેગરીમાં આવે છે. એમણે રુટ એ લેવાનેબદલે રુટ બી લીધો. એમના એ નિર્ણયો જે તે સમયે કદાચ સાચા હતા, પરંતુ સમય જતાં એ નિર્ણયો અત્યંત મૂર્ખાઈ ભરેલાલાગ્યા…” ‘ધ વર્સ્ટ ડિસિઝન્સ… […]
1લી મે, ગુજરાતનો સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાતને છૂટા પડ્યાને છ દાયકા કરતાવધુ સમય થઈ ગયો. નવી પેઢી, જે ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં જન્મી એને આ રાજ્યો વિશે, એમનાછૂટા પડવા વિશે કે એમના ઈતિહાસ વિશે ભાગ્યે જ કોઈ માહિતી છે. નવાઈની વાત એ છે કે, ગુજરાતઅને મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકોમાં પણ આ વિશે કોઈ ખાસ વિગતો મળતી […]
મુનિર નિયાઝીની ખૂબ જાણીતી ગઝલ, દેર કર દેતા હું મેં… જ્યારે જ્યાં પઢવામાં આવે ત્યારે લગભગ દરેક માણસને પોતાના હાથમાંથી સમય સરકી રહેલો દેખાય છે. જે દિશામાં જવા માટે નીકળ્યા હતા, એ દિશા ક્યારે ફંટાઈ-સાથે નીકળેલા બે જણા પોતપોતાના રસ્તે ક્યારે ચડી ગયા અને બંનેની મંઝિલ ક્યારે બદલાઈ ગઈ એનો ખ્યાલ જ નથી રહેતો ! […]
થોડા દિવસ પહેલાં નડિયાદના હાઈવે ઉપર વૃક્ષોથી આચ્છાદિત સરસ મજાનો હાઈવે, આજે કેવો બાંડો અને બોડોથઈ ગયો છે એની તસવીર પ્રકાશિત થઈ હતી. રસ્તા પહોળા કરવા માટે અનેક વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. આનીપહેલાં પણ અમદાવાદમાં રસ્તા મોટા કરવા માટે રેલવે ટ્રેકની નજીક આવેલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. ગ્લોબલવોર્મિંગ માટે આ વૃક્ષોના નિકંદનને જવાબદાર […]
કોરોના કેસના આંકડા બદલાતા જાય છે… ઈતિહાસ જાણે પોતાને દોહરાવતો હોય એમ, 22 માર્ચ, 2020ના દિવસેઆપણી જે સ્થિતિ હતી લગભગ એ જ સ્થિતિમાં આપણે પાછા પહોંચી ગયા છીએ. એ જ ભય અને એ જ અસલામતી વચ્ચેફરી એક વાર ફંગોળાયા છીએ. અખબારો આને માટે સરકારને જવાબદાર ઠેરવે છે. ચૂંટણીઓની રેલીઓ નીકળી શકે, મેચ રમીશકાય-સ્ટેડિયમ ખીચોખીચ ભરી […]
‘યે હાથ નહીં શેર કા પંજા હૈ…’ અજય દેવગન કહે છે. ‘સિંઘમ’ નામની ફિલ્મમાં એક ઈમાનદાર પોલીસ ઓફિસરની છબી ઉભીકરીને છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી કરપ્ટ અને મળતિયા પોલીસ ઓફિસરની છાપને ભૂંસવાનું કામ રોહિત શેટ્ટીએ કર્યું.એ પહેલાં પણ ‘ઝંઝીર’થી શરૂ કરીને અનેક ફિલ્મો આવી જેમાં એક ઈમાનદાર પોલીસ અધિકારીની કથા કહેવાઈ હોય. હિન્દીફિલ્મોમાં પોલીસ અધિકારીઓના […]











