“હું આવી નહોતી !” એક કોર્પોરેટમાં કામ કરતી અત્યંત સફળ કહી શકાય એવી સ્ત્રી આંખમાં આંસુ સાથે કહી રહી હતી, “હું એટલી સિમ્પલ, સરળ વ્યક્તિ હતી. માતા-પિતાએ કહ્યું ત્યાં લગ્ન કર્યાં, જિંદગીની કોઈપણ બાબતમાં દલીલ કર્યા વગર બધું સ્વીકારી લીધું. છેતરાતી રહી… હવે, ચાલીસ વર્ષની ઉંમરે એકદમ સ્માર્ટ, કાબેલ, થોડી ચાલાક કહી શકાય એવી થઈ […]
Category Archives: Ek Bija Ne Gamta Rahiye
એક પોપટ હતો. કેટલાક વર્ષો સુધી પાંજરામાં રહ્યો, સોનાનું પાંજરું. ખાવાનું મજાનું. માલિક રોજ લાડ લડાવે, વહાલ કરે… માણસની ભાષા શીખવે. તેમ છતાં, પોપટ રોજ બહાર નીકળવા, ઉડવા અને સ્વતંત્ર જીવન જીવવા માટે ઝંખતો. એક દિવસ માલિક મૃત્યુ પામ્યો. એના દીકરાએ પાંજરું ખોલી નાખ્યું. પોપટને લાગ્યું એ મુક્ત થઈ ગયો છે. એણે બહાર નીકળીને પાંખો […]
“ભઈ ! આપણને તો ફાવી ગયું છે. ઘેર રહેવાનું, વાંચવાનું, ટીવી જોવાનું, ચાલવા જવાનું અને લિમિટેડ અવર કામ કરવાનું…” એક ભાઈ બીજા ભાઈ સાથે વાત કરી રહ્યા હતા. છેલ્લા સવા બે મહિનામાં ઘણા લોકોને આ પરિસ્થિતિ ગમવા માંડી છે. આંખ ખુલે ને સીધા દોડવા જ માંડતા કેટલાય માણસોએ આટલો બધો સમય ઘેર રહીને, ઘર-પરિવાર અને […]
ગુજરાત કોરોના વાઈરસના ભયમાંથી આળસ મરડીને બેઠું થઈ રહ્યું છે. વિશ્વમાં આવેલી અનેક મહામારીઓ વિશે આપણે છેલ્લા થોડા દિવસમાં કોઈ લેસન રીવીઝન કરતા હોઈએ એમ જાણ્યું. વ્હોટ્સએપ યુનિવર્સિટીથી શરૂ કરીને કોરોના અને કોવિદ-19ના સત્યો, માન્યતાઓ વિશે સરકાર, હોસ્પિટલ્સ, ડોક્ટર્સ પોતપોતાની રીતે લોકોને જાગૃત કરતા રહ્યા. પોઝિટિવિટીના મેસેજ ફેલાતા રહ્યા. માણસોએ પોતાની રીતે આ ખરાબ સમયમાં […]
“આ દુનિયામાં બે વ્યક્તિ વચ્ચે જે કંઈ થયું એને એ બંને જણા ભૂલી જાય તો સાથે રહી શકે, કે પછી, એકબીજાને માફ કરે તો બે જણા સાથે રહી શકે ?” ડેવિડ – એક પતિ, પોતાની પત્ની, ડાયનાને કહે છે. આ ડાયલોગ 1993માં રીલીઝ થયેલી એક ફિલ્મ ‘ઈનડીસન્ટ પ્રપોઝલ’નો છે. એડ્રીયાન લીન નામના દિગ્દર્શકે લગભગ સત્યાવીસ […]
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તોદહાડો હતો એ કશી કૈં રજાનો. રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’ અને ‘સ્વૈરવિહારી’ના તખલ્લુસ હેઠળ એમણે વાર્તાઓ, કવિતાઓ અને હળવી શૈલીના નિબંધો લખ્યા છે. ગુજરાતી ભાષામાં એમનું પ્રદાન સન્માનનિય છે. અહીં મૂકેલી કવિતા, સ્વાભાવિક રીતે જ સ્વાતંત્ર્ય પહેલાંની કવિતા છે, કારણ કે એમાં એવો સંદર્ભ મળે છે. આ કવિતા અહીં મૂકવાનો સંદર્ભ […]
છેલ્લા થોડા દિવસમાં જેટલા ભગવાનને યાદ કર્યા છે, એટલા કદાચ આખા વર્ષમાં કોઈએ નહીં કર્યા હોય ! જો નોંધ્યું હોય તો સમજાય કે લગભગ દરેક આરતી કે ચાલિસા જે વેદો પછીથી રચાયા છે તેમાં દેવી-દેવતાને રાજી કરીને એની પાસેથી મનવાંચ્છિત ફળ મેળવવા માટે આ સ્તુતિ કરવાનું કહેવાયું છે. મૂળ યજુર્વેદના કે સામવેદના મંત્રો જેણે વાંચ્યા […]
વિતેલા દિવસો, એક મહિનો અને છ દિવસ… 22મીના જનતા કરફ્યુથી શરૂ કરીને આજ સુધી આપણે બધા કોઈ ન સમજાય તેવા આતંકી ઓળા નીચે જીવી રહ્યા છીએ. લોકડાઉન કે સામાન્ય થઈ રહેલું, થવા તરફડતું જનજીવન આપણને હજી સુધી ભયમુક્ત કરી શક્યું નથી. આમ તો જીવન અટક્યું નથી, એ કેટલી નવાઈની વાત છે. કેટલીયે વસ્તુઓ વગર આપણને […]
લોકડાઉન પછી આપણે બધા થોડા બદલાયા છીએ. “સુધર્યા” છીએ નહીં કહું ! સાચું પૂછો તો આવા એકાદ પદાર્થ પાઠની આપણને જરૂર હતી. કુદરત જ નહીં આપણે આપણી આસપાસના કેટલાય લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને જીવતા શીખી ગયા હતા. આપણી આસપાસની દુનિયા જાણે કે આપણી જ સગવડ માટે ઊભી કરવામાં આવી છે એવા કોઈ ભ્રામક ખ્યાલ […]
ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક શોર્ટ ફિલ્મ છે, ‘કોપી’. માણસ પોતાના જેવાનો જ બીજો રોબોટ તૈયાર કરી શકે છે અથવા કરી શકાયો છે એવા બાયોસાયન્સની આ ફિક્શન છે. વિક્રાંત મેસી અને સુરવિન ચાવલા, પતિ-પત્ની છે. બંને પોતાના જેવા જ રોબો તૈયાર કરાવે છે, પરંતુ એ રોબો પાસે પોતાના ઈમોશન્સ છે. પોતાના અફેર પત્નીથી છૂપાવવા માટે તૈયાર […]