Category Archives: DivyaBhaskar

આપણે શું બનવું છે- ‘સેમ બહાદુર’ કે ‘એનિમલ’?

ગયા અઠવાડિયે રજૂ થયેલી બે ફિલ્મો એકબીજાની એકદમ વિરુધ્ધ અને સામસામેઊભેલા વિષયો સાથે રજૂ થઈ છે. પિતાને પોતાનો આદર્શ માનતો એક દીકરો એના કોમ્પ્લેક્સિસઅને માનસિક વિટંબણાઓને કારણે ‘જંગલી’ બની જાય છે. હત્યાઓ કરે છે અને ‘રાક્ષસ’ની જેમ વર્તેછે તો બીજી તરફ, દેશની રક્ષા માટે પોતાના પરિવાર કે પ્રમોશનની પરવાહ ન કરનાર ફિલ્ડ માર્શલમાણેકશૉની જીવનકથા આપણી […]

‘કૂલ’, ‘અપમાર્કેટ’ અને ‘ટ્રેન્ડ’ની બહાર પણ એક જગત છે!

એરપોર્ટ ઉપર ઘસઘસાટ ઊંઘતી મને જગાડીને એક ભાઈએ કહ્યું, ‘મારે તમારી સાથે વાત કરવી છે.’12થી 22ના છોકરાંઓના વર્તન અને વ્યવહાર વિશે થોડી ચર્ચા કરવી છે. આમ તો કદાચ, સ્થળ-કાળબંને યોગ્ય નહોતા, તેમ છતાં મેં એમની વાત સાંભળી. એમનું કહેવું હતું કે, શરાબ, સિગરેટ નહીં પીતા,સમયસર ઘરે પહોંચતા કે માતા-પિતાનું કહ્યું માનતા સંતાનોને એમના મિત્રો ‘વેદિયા’, […]

પ્રકરણ – 35 | આઈનામાં જનમટીપ

‘સંકેત નાર્વેકર, જુહુ પોલીસ સ્ટેશન.’‘પંચમ કુમાર, આર્થર રોડ જેલ.’ આટલું સાંભળતાં જ ગાડીનો સેલ બંધ કરીને નાર્વેકર સતેજ થઈગયો, ‘દિલબાગસિંઘ યાદવ સે બાત કરવાયે.’ પંચમે જે સૂરમાં કહ્યું એમાં ક્યાંય વિનંતી નહોતી.‘તમે કોણ છો?’ નાર્વેકરે પૂછ્યું તો ખરું, પણ પંચમ કુમારને મહારાષ્ટ્રની પોલીસ ન ઓળખતી હોયએવું શક્ય જ નહોતું.‘વાત કરાવો સાહેબ.’ પંચમ કુમારે કહ્યું, ‘એના […]

વિધ્વંસથી નિર્માણ સુધીઃ ધર્મની ધજા ફરફરે છે

આજથી 31 વર્ષ પહેલાં આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ધર્મના નામે અનેક લોકોનુંલોહી રેડાયું. સમજણ વગરના લોકોએ અન્યો અન્ય યુધ્ધ કર્યા, નિર્દોષ લોકોને ફક્ત કોઈ એક ધર્મનાહોવાને કારણે મોતના મોઢામાં ધકેલી દેવાયાં… એ કાળો દિવસ, એ અંધકાર અને એ તમસની યાદપણ ધ્રૂજાવી મૂકે એવી છે. આજે જ્યારે પાછા ફરીને જોઈએ ત્યારે સમજાય કે, બાબરી મસ્જિદનો […]

એક નગર એસા બસ જાયે જિસ મેં નફરત કહીં ન હો; આપસ મેં ધોખા કરને કી, જુલ્મ કી તાકત કહીં ન હો

1980માં ‘બિટલ્સ’ નામના એક રોક બેન્ડના અતિ લોકપ્રિય બેન્ડ મેમ્બર જોન લેનનનું મર્ડરકરવામાં આવ્યું. મર્ડર કરનાર એનો ફેન હતો, જેનું નામ હતું માર્ક ડેવિડ ચેપમેન. એ લેનનને એટલો બધોચાહતો હતો કે, લગભગ પોતાની જાતને લેનન જ માનવા લાગ્યો હતો. સાથે સાથે એ લેનનની વૈભવીજિંદગી અને બેફામ સ્ટેટમેન્ટ્સથી ઈર્ષા પણ અનુભવતો હતો. અંતે, 8મી ડિસેમ્બર, 1980ના […]

પ્રકરણ – 34 | આઈનામાં જનમટીપ

ચંદુએ ટિફિન ખોલ્યું. દિલબાગની ફેવરિટ નલ્લી અને ગરમ પાઉંની સુગંધ લોક-અપની નાનકડીકોટડીમાં ફેલાઈ ગઈ. દિલબાગે બંને હથેળી એકમેક સાથે ઘસીને ખાવાની તૈયારી કરી. મોહંમદ અલી રોડ પરમળતી નલ્લી, નિહારી, પાયા અને ગરમ પાઉં દિલબાગનું ફેવરિટ ભોજન હતું. એની સાથે મળતી આદુ-મરચાની કતરણ, કાંદાની ચીરીઓ જોઈને એના મોઢામાં પાણી છૂટ્યું, ‘ચંદુ! તું જોરદાર માણસ છે. આટલાદિવસથી […]

માતા-પિતા છે, ત્યાં સુધી નડે ને પછી ક્યાંય નહીં જડે!

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા.આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ.રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.યૌવને વિધવા, પેટે બાળકો કંઈ, સાસરેસાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી.વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,પુત્રોના ભાવિની સામું […]

સ્ત્રી, પીડા, પ્રશ્ન અને પરિસ્થિતિ…

ખલીલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી પૂછે છેઃ ‘અમને પીડા અંગે જણાવો.’ અલમુસ્તુફા કહે છે કે, ‘તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એકપ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે.કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.’ જિબ્રાન લખે છે, […]

પ્રકરણ – 33 | આઈનામાં જનમટીપ

દિવાલને અઢેલીને બેઠેલા મંગલના મગજમાં જાતભાતના વિચારો ચાલતા હતા. એને તો કલ્પના પણનહોતી કે, વિક્રમજીત આર્થર રોડ સુધી પહોંચી ગયો છે. પંચમ પોતાની જગ્યાએથી ઊભો થયો અને મંગલનીબાજુમાં ગોઠવાયો. એણે એકદમ ધીમા અવાજે મંગલને કહ્યું, ‘જીતાભાઈ પણ આવી ચૂક્યા છે.’ મંગલે ચોંકીનેએની સામે જોયું, ‘એમનો કેસ પણ થોડા દિવસમાં ચાલશે. ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે. […]

પ્રેમ એટલે પ્રેમઃ હોલિવૂડ અને બોલિવૂડનો સેમ!

‘ધ રોમેન્ટિક્સ’ નામની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ યશ ચોપરાના જીવન અને એમની ફિલ્મોઉપર બનાવવામાં આવી છે. આદિત્ય ચોપરા, જે સામાન્ય રીતે ક્યારેય જાહેરમાં આવતા નથી એમનાઈન્ટરવ્યૂ સહિત બોલિવૂડની હસ્તીઓ જેવા કે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન,આમિર ખાન, રિતીક રોશન, સલિમ ખાન, સૂરજ બરજાત્યા, અનિલ કપૂર, રણબીર કપૂર, જ્હોનઅબ્રાહમ, જુહી ચાવલા, કાજોલ, કેટરિના કૈફ, રિશી કપૂર, […]