છેલ્લા થોડા સમયથી, ખાસ કરીને કોરોના પછી લગભગ દરેક માણસ ફિલોસોફર બની ગયો છે… દરેકે પોતાના જીવનને નવેસરથી જોવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં ભૂલ હતી કે ખોટું હતું એ બદલીને દરેકે પોતાની જિંદગીમાં કંઈક ફેરફાર કર્યો છે. દોડતો માણસ શાંત થયો છે અને આળસુ, રોજની જિંદગી જીવનારા માણસને તકલીફ અથવા સમસ્યાના સમયમાં જરૂર પડશે માટે […]
Category Archives: Madhurima
વિતેલા વર્ષમાં કોરોનાએ કોઈ ઉત્સવ આનંદથી ઉજવવા દીધો નહીં. ગણેશ ચતુર્થી હોય કે ઉત્તરાયણ, સરકારી નિયંત્રણો અને કરફ્યુએ સહુની મજા બગાડી. હવે જ્યારે થિયેટર્સ ખુલ્યા છે ત્યારે પણ પંદરથી વીસ ટકા હાજરી જોવા મળે છે. આ સ્થિતિમાં એરકન્ડિશન, સ્ટાફ અને મેઈન્ટેનન્સનો ખર્ચો કાઢવો થિયેટરના માલિકો માટે અઘરો છે. કોરોનાની રસી બજારમાં હોવા છતાં હજી એ […]
‘બદમાશ દિલ મેરી સુને, ન જીદ પે અડા… બદમાશ દિલ તો ઠગ હૈ બડા…’ સ્વાનંદ કિરકિરે રચિત ‘સિંઘમ’ ફિલ્મનું આ ગીત બહુ લોકપ્રિય થયું હતું. કોઈપણ ગીત કે ફિલ્મ જ્યારે લોકપ્રિય થાય છે ત્યારે એના અનેક કારણ હોય છે. એમાંનું એક કારણ એ છે કે એ ફિલ્મની વાર્તા, પાત્રો કે ગીતના શબ્દો સાથે ક્યાંક દરેક […]
જિંદગીની કોઈ એક સવારે, કે સાંજે… કે અડધી રાત્રે અથવા ખરા બપોરે આપણને કોઈ પૂછે કે “તમે જે છો, તે ન રહેવું હોય તો તમે શું બનો ?” લગભગ દરેક વ્યક્તિનો જવાબ આ સવાલ વિશે જુદો જ હોય ! કોઈને જે છે તે નથી રહેવું, તો કોઈને જે છે તે જ રહેવું છે… કોઈકને કોઈ […]
દશેરાના દિવસે હરિવંશરાય બચ્ચનના નામનો ચોક પોલેન્ડના ‘વ્રોક્લો’ શહેરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યાં વસતા ભારતીય પરિવારોએ સિટી કાઉન્સિલને વિનંતી કરીને બચ્ચન સાહેબ માટે આ ચોકનું નામકરણ કરાવ્યું. બચ્ચન સાહેબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પોલેન્ડમાં એક ચોકને મારા પિતાનું નામ આપવામાં આવ્યું. આનાથી મોટા આશીર્વાદ દશેરાના દિવસે મને શું મળી શકે ! મારા પરિવાર માટે આ […]
ગઈકાલે એક શાકભાજીવાળાની દુકાન પાસે થોડા લોકો ટોળે વળ્યા હતા. ત્રણ-ચાર યુવાન છોકરાઓ પોલીસ સાથે દલીલ કરી રહ્યા હતા. માસ્ક વગર બહાર નીકળેલા એ છોકરાઓ દંડ ભરવાની ના પાડતા હતા. પોલીસ એમને દંડ ભર્યા વગર જવા દેવા તૈયાર નહોતી. ટોળે વળેલા લોકોમાં થોડા છોકરાઓના પક્ષે હતા તો થોડા પોલીસના પક્ષે… એ છોકરાઓમાંથી એક યુવાને કહ્યું, […]
“હું આવું માનું છું…” અથવા “મને આવું લાગે છે…” જેવા વાક્યોનો પ્રયોગ આજકાલ ઓછો થવા લાગ્યો છે. મોટાભાગના લોકો “આમ જ હોય” અથવા “આ જ રીતે જોઈ, વિચારી કે જીવી શકાય” એવા આગ્રહ સાથે જીવતા થયા છે. આપણી પાસે આપણા પ્રિકન્સિવ્ડ વિચારો છે, જે આપણને ઉછેર સાથે, અનુભવો સાથે મળ્યા છે. આ વિચારો અથવા આપણી […]
બહારથી લોખંડી, હિંમતવાળી અને મજબૂત દેખાતી સ્ત્રીની ભીતરમાં ક્યાંક અત્ત ઋજુ, યં સંવેદનશીલ અને કોઇનો આધાર શોધતી અત્યંત પ્રેમાળ સ્ત્રી પણ વસતી હોય છે! પાપુએ ફિરોઝને કહું, ‘તમે અહીંયા આવીને કેમ નથી રહેતા?’ ફિરોઝે તોછડાઇ પૂર્વક જવાબ આપેલો, ‘મને મ્યુઝિયમ માં રહેવાની ફાવટ નથી.’ પાપુ એ દિવસે જમતાં જમતાં ડાઇનિંગ ટેબલ છોડીને ચાલી ગયેલા ફિરોઝે […]
સાવકી મા એક બાળકને વિશાળ હવેલીના ભોંયરામાં બંધ કરી દે અને એ બાળકની સાથે સમય વિતાવતી એની આયા જે વારંવાર પુરુષોથી શોષીત અને અપમાનિત થઈ છે. એ આયા આ નાનકડા છોકરાને ધીમે ધીમે શીખવે છે કે, “પુરુષ ભયાનક પ્રાણી છે. મોટો થાય ત્યારે તું પુરુષ નહીં બનતો, મારી દોસ્ત બનજે. એક સરસ મજાની સ્ત્રી બનજે…” […]
‘મને બાળકો નથી જોઈતાં. મારે મારી કારકિર્દીનો વિચાર કરવો છે.’ એક ઘરમાં પુત્રવધૂએ ધડાકો કર્યો. લગ્નને થોડો સમય થયો ત્યાં સુધી તો સાસુ-સસરા ધીરજથી પ્રતિક્ષા કરતાં હતાં. એ એમ વિચારતાં હતાં કે હરવા-ફરવાની ઉમર છે, તો કદાચ થોડા વખત પછી બાળકનું પ્લાનિંગ કરશે, પરંતુ જ્યારે લગ્નને સાત વર્ષ પૂરાં થયાં ત્યારે માતા-પિતાએ મોકળા મને ચર્ચા […]