Category Archives: janmabhoomi phulchhab

દીવ અને દમણઃ ‘દારૂ’; સિવાય પણ અહીં ઘણું છે

આ વર્ષે દિવાળીએ અનેક ઉદ્યોગોને એક બુસ્ટર ડોઝ આપ્યો. નાના વેપારીઓની સાથે સાથેટુરિઝમ ઉદ્યોગને ગુજરાતમાં સાચા અર્થમાં ફરી એકવાર ઊભા થવાની તક મળી. છેલ્લા થોડા વર્ષથીગુજરાત ટુરિઝમની દૃષ્ટિએ ખૂબ મોટી રેવન્યૂ જનરેટ કરી શકે છે. એની પાછળ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પહેલને દાદ દેવી પડે. આ જ કચ્છ, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કે આ જ દીવ […]

હોર્મોનનું પ્રમાણ એ સફળતાનું પ્રમાણપત્ર બની શકે ?

એક ફિલ્મ, ‘રશ્મિ રોકેટ’ આપણી સામે ફરી એકવાર ફિમેલ એથ્લિટની સમસ્યાઓને લઈનેઆવી છે. સ્વચ્છ પારિવારિક ફિલ્મ ઓટીટી પર હવે ઓછી જ જોવા મળે છે. એવા સમયમાં આફિલ્મ પાસે એક એવી કથા છે જે પહેલાં અનેકવાર કહેવાઈ ચૂકી છે. ‘ચક દે ઈન્ડિયા’ હોય કે ‘મેરીકોમ’… વાત એ જ છે. સ્પોર્ટ્સમાં સ્ત્રીઓને ઓછું મહત્વ આપવામાં આવે છે […]

જવાહરલાલથી સોનિયા… તવારીખના પાનાં

જવાહરલાલ મોતીલાલ નેહરુના જન્મદિને ભારતના ઈતિહાસમાંથી બે મહત્વના અંશ ! બેજાણીતા-સન્માનનીય લેખકમાં એક અશ્વિની ભટ્ટનો અનુવાદ અને ચંદ્રકાંત બક્ષીના લેખમાંથીકેટલાક મુદ્દા. નવી દિલ્હી, 6ઠ્ઠી સપ્ટેમ્બર, 1947. લૂઈ માઉન્ટબેટનના અભ્યાસ ખંડમાં 6ઠ્ઠી સપ્ટેમ્બર, 1947ની સવારે મળેલી બેઠકવાઈસરોયના જીવનમાં પા સદી સુધી ખૂબ જ ગુપ્ત વાત રહી હતી. જો તે વખતે એ બેઠકની વાતબહાર આવી હોત તો […]

સરદાર વલ્લભભાઈ પટેલઃ સ્મૃતિ કથાઓ

આઝાદી હવે કોઈ પણ સ્વરૂપે મળવાની જ હતી એ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું હતું.બ્રિટિશ વાઈસરૉય વેવેલ જેને ‘મેડ હાઉસ’ કહેતા હતા એવા આ દેશને નાહક સંભાળવાની પળોજણકરવામાં 10, ડાઉનિંગ સ્ટ્રીટ કે બર્મિંગહામ પેલેસમાં કોઈને રસ નહોતો. બ્રિટિશરોની વિદાય હવેનિશ્ચિત છે એટલું સમજનારા તમામ હિંદીઓને હવે એ વાત પણ લગભગ સમજાઈ ગઈ હતી કે દેશવિભાજન તરફ […]

બાબરથી ઝફરઃ મુગલ ઈતિહાસ ચમકાવીને ફરી બજારમાં !

बुलबुल को बागबां से न सैयाद से गिला,किस्मत में कैद लिखी थी फसल-ए-बहार में।दिन ज़िन्दगी खत्म हुए शाम हो गई,फैला के पांव सोएंगे कुंज-ए-मज़ार में।कितना है बदनसीब ‘ज़फर’ दफ्न के लिए,दो गज़ ज़मीन भी न मिली कू-ए-यार में॥ મુગલ સલ્તનતના છેલ્લા બાદશાહ કહી શકાય એવા બહાદુર શાહ ઝફર 1837થી 1857…દરમિયાન બાદશાહ રહ્યા. એક સારા શાયર […]

બચપન કી મોહબ્બતઃ બેવકૂફી કે બોલ્ડનેસ ?

1996માં એક સાથે સ્કૂલમાં ભણતા બે જણાં, એક છોકરો અને એક છોકરી, જે ખાસ મિત્રોછે એ કેટલાંક કારણોસર છૂટાં પડી જાય છે, 22 વર્ષ પછી બંને જણાં ફરી મળે છે. ટીનએજથી બંનેજણાં એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ છોકરો પોતાના મનની વાત કહી શકતો નથી. 22 વર્ષ પછીજ્યારે બંને મળે છે ત્યારે અંતે છોકરીએ જ એની […]

એક ડોસી-ડોસાને હજુ વહાલ કરે છે, કમાલ કરે છે !

50મા ફિલ્મફેર એવોર્ડમાં શાહરૂખ ખાન અને રેખા ‘પરદેસિયા યે સચ હે પિયા…’ પર નૃત્યકરે છે. ગીત પૂરું થતાં રેખાજી સ્ટેજ પર શાહરૂખ ખાનને કહે છે, ‘પચ્ચીસ સાલ પહેલે ઈસી ગાનેપર નાચને કા જો મજા થા, વો આજ નહીં હૈ… ક્યોંકી ‘જો’ થા ‘વો’ નહીં હૈ !’ લગભગ દરેકચેનલના કેમેરા એ વખતે અમિતાભ બચ્ચન તરફ ફરે […]

મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા…

1946ની સાલમાં મુંબઈની લોકલ ટ્રેનમાં બે સ્ટ્રગલર સાથે પ્રવાસ કરતા હતા. એકનું નામહતું, વસંતકુમાર શિવશંકર પદુકોણ, અને બીજાનું નામ ધરમદેવ આનંદ… બંને જણાં અભિનેતાબનવા મુંબઈ આવ્યા હતા. એક કલકત્તાથી ને બીજો લાહોરથી ! એમાંનો એક, ધરમદેવ રૂપાળો અનેનમણો હતો. ફુગ્ગો પાડીને વાળ ઓળતો, એનું સ્મિત મોહક હતું. એને અભિનેતા બનવાની તકપહેલાં મળી. પ્રભાત ટોકીઝની ફિલ્મ […]

હાય ! ક્યા ચીજ હૈ જવાની ભી !

‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈને અમર કરી દીધી.  ‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી. દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી, હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’  એમનું મૂળ નામ રઘુપતિ સહાય, 1896માં જન્મેલા આ કવિ […]

જાતિય સતામણીઃ હવે માત્ર સ્ત્રીની નહીં…

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી, એ પરાણે પોર્ન ફિલ્મો કરાવતા હોવાની ફરિયાદ એક-બે અભિનેત્રીઓએ પણ કરી. શિલ્પાએ જાહેરમાં અજાણ્યા હોવાનો દાવો કર્યો અને બે-ત્રણ મહિના પછી પોતાનું નોર્મલ જીવન શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો.   થોડા વખત પહેલાં હેશટેગ મી ટુની એક મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. જુદા જુદા ક્ષેત્રની સ્ત્રીઓએ […]