Author Archives: kaajal Oza Vaidya

શિક્ષક જ્યારે શૈતાન બને ત્યારે…

ભારતીય શિક્ષણનો ઈતિહાસ વેદકાળથી ચાલ્યો આવે છે. નૈમિષારણ્યમાંપોતાના શિષ્યોને જ્ઞાન આપતા શૌનક અને અન્ય ઋષિઓની શ્રુતિ અને સ્મૃતિનીપરંપરાઓથી શરૂ કરીને આજની ઈન્ટરનેશનલ સ્કૂલ સુધી આ શિક્ષણની સંહિતાલંબાય છે. ચાણક્ય પણ શિક્ષક હતા, ડૉ. રાધાકૃષ્ણનન, ડૉ. અબ્દુલ કલામ,મોરારિબાપુ, શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ દવે અને આનંદીબેન પટેલ જેવા લોકોનીકારકિર્દીની શરૂઆત શિક્ષણથી થઈ. અર્થ એ થયો કે એક શિક્ષક […]

સ્વ+તંત્ર/ઈન+ડિપેન્ડન્ટઃ આંધળાના નગરમાં આયનો?

શર્મન જોશી અભિનિત, જનહીતમાં જારી એક જાહેરાતમાં એ સામેથી ડ્રાઈવિંગ ડિફોલ્ટનું ચલણ ભરવા જાય છે.કોન્સ્ટેબલ પૂછે છે, ‘કોઈએ જોયું નથી-તો ય ચલણ ભરવું છે?’ ત્યારે એક પિતા-એક નાગરિક જવાબ આપે છે, ‘મારા દીકરાએજોયું છે. એ જે જોશે એ જ શીખશે?!’ આ જાહેરાત ઘણું કહી જાય છે. આપણે આપણા પછીની પેઢીને કયું બંધારણ અને કયાગણતંત્રનો વારસો […]

ભાગઃ 4 | ગાંધીનું આગમનઃ મારા વિરોધની શરૂઆત

નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ 1857માં મંગલ પાંડેએ પહેલીવાર અંગ્રેજ સત્તાનો વિરોધ કર્યો. એ પછી ભારતમાંપહેલીવાર સ્વતંત્રતા માટે બળવો થયો. અનેક લોકોના મૃત્યુ થયા અને ક્રૂર શાસકોએ આખા ગામોસળગાવી દીધા. લોકો પર અત્યાચાર કર્યા, બળવો દબાવી દેવામાં આવ્યો, એ પછી પેશ્વાનાનાસાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, કુંવરસિંઘ, બહાદુર શાહ ઝફર, […]

ગ્રે ડિવોર્સ, ગ્રે અફેર અને ગ્રે એરિયા ઓફ લાઈફ

લગ્નના 15-20 વર્ષ થઈ જાય, સંતાનો પણ ટીનએજમાં આવી જાય કેએનાથી પણ મોટા હોય ત્યારે ડિવોર્સ લેવાની એક નવી રીત (ફેશન નહીં કહું)આજકાલ જોવા મળે છે. ઘણા બધા લોકોને એમની જિંદગીના એક પડાવ પરપહોંચીને લાગે છે કે, જીવનસાથીની પસંદગીમાં ભૂલ થઈ ગઈ-અથવા સાથે રહેતાંરહેતાં સમજાય કે, બંને જણાં જુદી જુદી દિશામાં નીકળી ગયા છે. ખાસ […]

ભ્રૂણ હત્યાઃ માત્ર પતિ જવાબદાર નથી હોતો!

‘જિસસે ડર લગતા હૈ ઉસે દુનિયા ભૂત માનતી હૈ, ઔર જિસે સમજ નહીં પાતી ઉસેપાગલ…’ ઓટીટી ઉપર એક સીરિઝ ‘જિંદગી નામા’ના એક એપિસોડમાં સાયકિયાટ્રિસ્ટ એની પેશન્ટનેકહે છે. દીકરાના જન્મ માટે દુરાગ્રહી સાસુ કઈ રીતે એક એની પુત્રવધૂને આત્મહત્યા કરવા માટે મજબૂર કરેછે-એની પાંચ વર્ષની દીકરી આ ઘટનાની સાક્ષી બને છે. એને શરીર સંબંધથી એવો ભય […]

ભાગઃ 3 | ભારતમાં આગમનઃ થિયોસોફિકલ સોસાયટી સાથે અનુસંધાન

નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ જગતના કોઈ સત્તાધીશોથી એમનો વિરોધ સહન થતો નથી, આ તો અંગ્રેજ સરકાર હતી!ભારત, દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ અને ઈજિપ્ત, કેન્યા, નાઈજિરિયા, (આજે જે કેનેડા તરીકેઓળખાય છે) બ્રિટિશ નોર્થ અમેરિકા, કેરેબિયનનો કેટલોક ભાગ અને વેસ્ટઈન્ડિઝના દેશો ઉપર રાજકરતા આ અંગ્રેજોનો સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું, […]

જ્ઞાન હોવાથી નહીં, એના ઉપયોગથી મહાન બને છે

મૃત્યુ પામી રહેલા રાવણ પાસે જઈને લક્ષ્મણ રાજનીતિનું જ્ઞાન માગે છે.રામનો આદેશ છે કે, રાવણ પાસે રહેલું તમામ જ્ઞાન લક્ષ્મણે સંપાદિત કર્યું, લક્ષ્મણજઈને રાવણને આદેશ કરે છે, ‘મને રાજનીતિ વિશે જ્ઞાન આપો.’ રાવણ હસે છે અનેકહે છે, ‘તારા ભાઈને જઈને કહે, કે તેં મને આદેશ કર્યો, મારાથી ઊંચા આસને બેસીનેજ્ઞાન મેળવવાની માગણી કરી.’ રામ એ […]

યુવા દિવસઃ ગુજરાત અને વિવેકાનંદ

12 જાન્યુઆરીને ભારતમાં ‘નેશનલ યુથ ડે-યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે કારણકે, 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે… ભારતના યુવાનોને જગાડવાનુંકામ સ્વામી વિવેકાનંદે કર્યું. એમણે પોતાના એક ભાષણમાં કહ્યું હતું, ‘ભારતને નવીન વિદ્યુતપ્રવાહની જરૂર છે.’ આ વિદ્યુત પ્રવાહ એટલે નવું લોહી, નવા વિચારો અને એની સાથેજોડાયેલી નવી પેઢી! 1893માં શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં 11મી સપ્ટેમ્બરે, […]

ભાગઃ 2 | અંગ્રેજ સરકારનો વિરોધઃ ઈંગ્લેન્ડ છોડવાનો આદેશ

નામઃ ડૉ. એની બેસેન્ટસમયઃ 20 સપ્ટેમ્બર, 1933સ્થળઃ વારાણસીઉંમરઃ 86 વર્ષ 1872માં એક સ્ત્રીનાં લગ્ન તૂટે એ રૂઢિચુસ્ત અંગ્રેજ સમાજ માટે આઘાતજનક ઘટના હતી.શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ કરી રહેલા અંગ્રેજો માનસિક રીતે પછાત, રૂઢિચુસ્ત, સત્તાલોલુપઅને સ્વાર્થી હતા. એમણે એ સમયના મજૂરો અને સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા. ક્રિશ્ચિયાનિટીનામારા વિચારોથી મારા પતિ ખૂબ નારાજ થયા, એમણે મને […]

‘સોરી!’ કહેવાથી બધું પતી જાય?

છેલ્લા થોડા સમયથી જો આપણે નોંધ્યું હોય તો સમજાય કે, આપણીઆસપાસના જગતમાં અહંકાર માની ન શકાય એ હદે વધી રહ્યો છે. જીવનમાં કશું નમેળવ્યું હોય-કંઈ અચિવ ન કર્યું હોય એવા લોકો પણ પોતાના ‘ઈગો’ને પંપાળ્યા કરેછે. સાવ સામાન્ય, ઓફિસ બોયથી શરૂ કરીને કુરિયર આપવા આવેલી વ્યક્તિસુધીની કોઈપણ વ્યક્તિને જો કદાચ, કંઈક ટોકવા, કે કહેવાની પરિસ્થિતિ […]