Category Archives: Madhurima

કુદરતની ‘કર્મયોગી શિબિર’

વિતેલા દિવસો, એક મહિનો અને છ દિવસ… 22મીના જનતા કરફ્યુથી શરૂ કરીને આજ સુધી આપણે બધા કોઈ ન સમજાય તેવા આતંકી ઓળા નીચે જીવી રહ્યા છીએ. લોકડાઉન કે સામાન્ય થઈ રહેલું, થવા તરફડતું જનજીવન આપણને હજી સુધી ભયમુક્ત કરી શક્યું નથી. આમ તો જીવન અટક્યું નથી, એ કેટલી નવાઈની વાત છે. કેટલીયે વસ્તુઓ વગર આપણને […]

લોકડાઉનના લેસન્સ !

લોકડાઉન પછી આપણે બધા થોડા બદલાયા છીએ. “સુધર્યા” છીએ નહીં કહું ! સાચું પૂછો તો આવા એકાદ પદાર્થ પાઠની આપણને જરૂર હતી. કુદરત જ નહીં આપણે આપણી આસપાસના કેટલાય લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને જીવતા શીખી ગયા હતા. આપણી આસપાસની દુનિયા જાણે કે આપણી જ સગવડ માટે ઊભી કરવામાં આવી છે એવા કોઈ ભ્રામક ખ્યાલ […]

આપણું મગજ, આપણા શરીરનો હિસ્સો છે…

ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક શોર્ટ ફિલ્મ છે, ‘કોપી’. માણસ પોતાના જેવાનો જ બીજો રોબોટ તૈયાર કરી શકે છે અથવા કરી શકાયો છે એવા બાયોસાયન્સની આ ફિક્શન છે. વિક્રાંત મેસી અને સુરવિન ચાવલા, પતિ-પત્ની છે. બંને પોતાના જેવા જ રોબો તૈયાર કરાવે છે, પરંતુ એ રોબો પાસે પોતાના ઈમોશન્સ છે. પોતાના અફેર પત્નીથી છૂપાવવા માટે તૈયાર […]

તમે સસલું છો કે કાચબો?

આપણે ઘણા વર્ષોથી સસલા અને કાચબાની વાર્તા સાંભળતા આવીએ છીએ. ઘણી વાર એ કથામાં આપણને સમજાવવામાં આવ્યું છે કે ધીમી અને મક્કમ ગતિએ આગળ વધનાર માણસ ક્યાંક પહોંચે છે. દોડતા, આગળ જવા નીકળી ગયેલા લોકો આળસ કે અહંકારમાં ક્યાંક અટકી જાય છે, પરંતુ પોતાનામાં વિશ્વાસ રાખીને, પૂરી શ્રધ્ધા અને વિશ્વાસથી આગળ વધતા લોકો અંતે પોતાના […]

કૈસા યે ઈશ્ક હૈ ?

“હું તને લવ કરું છું…” સ્કૂલમાં ભણતો છોકરો એક સ્કૂલમાં ભણતી છોકરીને આ કહે છે. છોકરીની ઉંમર ૧૪ વર્ષની છે અને છોકરાની ૧૫. છોકરી શરમાઈને ભાગી નથી જતી, ત્યાં જ ઊભી રહે છે. આગળ વધીને ૧૫ વર્ષના છોકરાને કીસ કરે છે ! આ કોઈ ફિલ્મનો કે ટેલીવિઝન સિરિયલનો સિન નથી. આપણા દેશની બી ટાઉન સ્કૂલમાં […]

નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે…

ઉત્તર ગુજરાતમાં વિસનગર પાસે ભાલક ગામની નાથ બાઈ જન્મે મુસલમાન પણ મહંત શ્રી જગમાલજીના સમયમાં એમણે પોતાની ભક્તિથી હિન્દુ-મુસલમાનના ભેદને ધોઈને સ્વયંને ઈશ્વરમાં ઓતપ્રોત કરી નાખી. સ્ત્રી થઈને સમાધિ લીધી. આજે પણ લોકો એમને સતી નાથ બાઈ તરીકે યાદ કરે છે. (લલ્લુભાઈ રબારીના પુસ્તક આપણા સંતોનું દર્શન) માં આ વાત વાંચી ત્યારે ભીતર કશુંક જબરજસ્ત […]

મમ્મીના કંટાળાનો રંગ… ઘૂંટાઈને ઘેરો થયો છે

“હું તમારા બધાથી કંટાળી ગઈ છું. બધું આમનું આમ મૂકીને જતાં રહેવાનું મન થાય છે.” આ વાક્ય લગભગ દરેક ટીનએજર સંતાનથી શરૂ કરીને આજે પાંત્રીસના થઈ ગયેલા દીકરા કે દીકરીએ સાંભળ્યું જ હશે. મમ્મી, મા, અમ્મા, મોમ… સતત જિંદગીના જુદા જુદા રંગોમાંથી પસાર થાય છે. દીકરી તરીકે ખુશીના, આનંદના ગુલાબી રંગમાંથી, પછી લગ્નનો લાલ રંગ, […]

પ્રકૃતિ મૃદુઃ પરિસ્થિતિમાં વજ્ર…

મહિલા જેલના થોડા દ્રશ્યો… સત્યાવીસ વરસની એક છોકરી એના દોઢ વર્ષના બાળક સાથે જેલમાં રહે છે. એ બાળકનું બીજું કોઈ નથી, એટલે એને મા સાથે રહેવાની પરવાનગી મળી છે. બાળક ખૂબ નાનું હતું ત્યારે આ છોકરી, સુનયનાએ એના પતિની હત્યા કરી. એને જેલ થઈ. સુનયના બાર ડાન્સર હતી. બાર બંધ થયા પછી એનો પતિ એને […]

એ મારું કામ નથી…

એક ઉબર ટેક્ષી આવીને ઊભી રહે છે. પ્રૌઢ ઉંમરના એક મહિલા એમાં પોતાની બેગ ગોઠવવાનો પ્રયાસ કરે છે. ટેક્ષીવાળો યુવાન છોકરો આરામથી બેઠો છે. પ્રૌઢ મહિલા એને ઉતરીને બેગ મૂકવામાં મદદ કરવાની વિનંતી કરે છે. ઉબરનો ડ્રાઈવર અત્યંત નફ્ફટાઈથી જવાબ આપે છે, “એ મારું કામ નથી.” એક જાહેર સમારંભમાં યુવાન છોકરો બૂફે ટેબલ પર ઊભો […]

શ્વાસ અને વિશ્વાસઃ એક વાર જાય તો…

‘પારકા માણસની શું ફરિયાદ કરું ? મને તારામાં જ વિશ્વાસ નથી… ‘ એક પ્રિયજને બીજી વ્યક્તિને આ વાત કહી. સાંભળનારને એમને થોડી વાર માટે ઝટકો લાગ્યો, પીડા થઈ, આંખમાં પાણી આવી ગયાં પણ પછી એવું સમજાયું કે સામેની વ્યક્તિ જે કહી રહી છે એ એની સચ્ચાઈ છે. આમ જોવા જઈએ તો, કેટલા લોકો આવું સત્ય […]