Author Archives: kaajal Oza Vaidya

વિદ્યાઃ મુક્તિ અપાવે એ કે પછી મગજ બગાડે એ?

અમદાવાદની એક ‘મોટી અને મોંઘી’ કહેવાતી શાળામાં ભણતા એક નાનકડા વિદ્યાર્થીને ઘરેપૂજા હોવાથી કપાળમાં તિલક કરીને શાળાએ મોકલવામાં આવ્યો. શાળામાં એને એ તિલક લૂછીનાખવાની ફરજ પાડવામાં આવી એટલું જ નહીં, પરંતુ શાળામાંથી નોંધ આવી, ‘હવે પછી આવું તિલકકરીને કે ધર્મના પ્રતીક સાથે બાળકને શાળામાં મોકલવો નહીં. આ અમારી શાળાના નિયમોની વિરુધ્ધ છે.’ ક્યારેકનવાઈ લાગે એ […]

સ્પર્શ શરીરનો નહીં, આત્માનો-મનનો…

‘આજે ત્રણ મહિના પછી કોઈકે મને સ્પર્શ કર્યો છે. મને લાગે છે કે મારા શરીર પર જાળાં બાજીગયા છે. હું કોઈ અવાવરુ મકાન જેવી, ખંડિત અને એકાકી થઈ ગઈ છું.’ નાગેશ કુકનુરની ફિલ્મ ‘ડોર’નાએક દ્રશ્યમાં ઉત્તરા બાવકર અને આયેશા ટાંકિયા વચ્ચે આ સંવાદ થાય છે ત્યારે પ્રેક્ષકના રુંવાડા ઊભાંથઈ જાય છે. વિધવા તરીકે ખૂણો પાળતી […]

વર્લ્ડ બ્રોડકાસ્ટિંગ ડેઃ પહેલી વખત સાંભળ્યા રેડિયો તરંગો

23મી જુલાઈ, આજનો દિવસ બાલ ગંગાધર તિલક (સ્વાતંત્ર્ય સેનાની), ચંદ્રશેખર આઝાદ(સ્વાતંત્ર્ય સેનાની), એલ. સુબ્રમણ્યમ (વાયોલિન વાદક), તારાશંકર બંદ્યોપાધ્યાય (બંગાળી લેખક),વિક્રમ ચંદ્રા (લેખક), મોહન અગાશે (મરાઠી અભિનેતા), હિમેશ રેશમિયા (સંગીતકાર-ગાયક કલાકારઅને અભિનેતા), સૂર્યા (તામિલ સિનેમા સ્ટાર) અને એમની સાથે બીજા પચ્ચીસેક લોકોનોજન્મદિવસ છે. ભારતમાં વસતા કરોડો લોકોનો જન્મદિવસ 23મી જુલાઈએ હશે! આપણે જેટલાનામ લખ્યાં એમાંના સૌ […]

પ્રકરણ – 15 | આઈનામાં જનમટીપ

શ્યામાના લાંબાચોડા ભાષણ પછી મંગલસિંઘનું મગજ હચમચી ગયું હતું. એણે અત્યાર સુધી અપમાનિતકરેલી અનેક છોકરીઓ, પિતાના ધંધામાં અટવાયેલી, પીડાયેલી અનેક સ્ત્રીઓનાં ચહેરા એની નજર સામે આવતાહતા. શ્યામાનો ચહેરો નજર સામે આવશે એ દરેક વખતે આ ભયાનક સ્મૃતિની પીડા એનો પીછો નહીં છોડે એમંગલસિંઘ સમજી ચૂક્યો હતો. એણે થોડે દૂર ઊભેલી નર્સને બોલાવી. નર્સ નજીક આવી. […]

ભાગઃ 3 | આત્મહત્યા પણ ખૂન હોઈ શકે?

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ પાવર બહુ ભયાનક ચીજ છે. એકવાર માણસના હાથમાં પાવર, સત્તા કે સંપત્તિ આવી જાયપછી એને કોઈની પરવાહ રહેતી નથી. 45 વર્ષે માઓ-ત્સે-તુંગ 22 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા.એ છોકરી […]

પાંચ તત્વઃ અસંતુલિત અને અશાંત

ઉત્તરાખંડના લગાતાર વરસાદની તારાજી પછી આપણે સૌએ એક વાત સમજી લેવી પડશે.અત્યાર સુધી આપણે બધા, માણસમાત્ર કુદરતનો યથેચ્છ ઉપયોગ અને ઉપભોગ કરતા રહ્યા. વૃક્ષોકાપવા, સ્કાયલાઈન ઊભી કરવી, રસ્તા, બ્રિજ, એરપોર્ટ, વિમાનો, સબમરીન અને વહાણો…પાણીમાં કચરાનો નિકાલ અને હવાનું પ્રદૂષણ, ચારે તરફ રેડિયોના તરંગો, ટેલિવિઝનના, સેટેલાઈટનાઅને ઈન્ટરનેટના કાર્બન ફૂટ પ્રિન્ટ્સ! કુદરતના પાંચેય તત્વો ઉપર આપણાથી થઈ […]

મર્દ કો દર્દ નહીં હોતા?

‘મારી પત્ની નાની નાની વાતમાં રિસાય છે, બોલવાનું બંધ કરી દે, રસોઈ બનાવવાનું બંધ કરી દે,એટલું જ નહીં, રડી રડીને પડોશીઓને અને બાળકોને એવી ઈમ્પ્રેશન આપી છે કે હું બહુ ક્રૂર અનેઅત્યાચારી પતિ છું. આ સાચું નથી, પણ હવે હું એનાથી ડરવા લાગ્યો છું. એ જેમ કહે તેમ કરું છું, જેથીઘરમાં શાંતિ રહે. પણ હવે […]

જીસ પથ પે ચલા, ઉસ પથ પે મુઝે તુ સાથ તો આને દે…

છેલ્લા કેટલાય સમયથી આપણે નાની ઉંમરે હાર્ટ એટેકમાં મૃત્યુ પામતા પુરુષોના સમાચારસાંભળી રહ્યા છીએ. ખાસ કરીને, કોરોના પછી 40 અને 50ની વચ્ચેની ઉંમરના પુરુષોને હાર્ટએટેકનું જોખમ વધી રહ્યું છે. કેટલાક તબીબોની એક માન્યતા એવી છે કે, કોરોનાના વેક્સિન અને એસમયે અપાયેલી દવાઓના કારણે લોહીમાં ક્લોટ થયા હોવા જોઈએ, એ ક્લોટ હૃદય પાસે આવીનેઅટકે ત્યારે હાર્ટ […]

પ્રકરણ – 14 | આઈનામાં જનમટીપ

જુહુ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેઠેલા દિલબાગે પોતાના વકીલને બોલાવી લીધો હતો. કેટલાય લોકોનીનજર સામે વિક્રમજિતે ગોળી ચલાવી હતી એટલે એની બેઈલ અસંભવ હતી, પરંતુ વકીલને વિશ્વાસ હતો કે,દિલબાગની બેઈલ થઈ જશે. વકીલે લોકઅપની બહાર ઊભા રહીને દિલબાગને આશ્વાસન આપ્યું, ‘સર, કાલે કોર્ટઊઘડતા જ તમને બહાર કાઢી લઈશ.’ દિલબાગ માથે હાથ દઈને બેઠો હતો. એના ખભા […]

ભાગઃ 2 | સિનેમા, સંબંધો અને સ્ટેટસઃ ટૂંકાગાળામાં લાંબો પ્રવાસ

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ જિંદગી આપણને દરેક વખતે નવા વળાંકે લાવીને મૂકતી હોય છે. દરેક નવો વળાંક ક્યાંકપહોંચે જ એવાં વચન તો જિંદગી પાસેથી માગી શકાતા નથી, પરંતુ એ વળાંક નહીં વળવાનોઅધિકાર […]