Author Archives: kaajal Oza Vaidya

વહી પૂરાના… તેરા બહાના…

દુનિયાના લગભગ દરેક માણસ પાસે એક બહાનું હોય છે, ક્યારેક એક કરતાં વધારે પણ હોય છે!જે લોકો જવાબદારી નથી લેવા માગતા એ બધાએ બહાનાબાજીની આવડતને વધુ ને વધુ અપગ્રેડ કરતાંજવું પડે છે. સફળતા-નિષ્ફળતા, સત્ય-અસત્યના દરેકના પોતાના ધોરણો હોય છે. પોતાની જિંદગી કેવીરીતે જીવવી એ વિશે પસંદગી કરવાનો અધિકાર દરેકને મળે છે, પરંતુ આપણે શું પસંદ […]

સ્વતંત્રતા માગતાં પહેલાં, સ્વતંત્રતા સમજવી પડે

सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में हैदेखना है ज़ोर कितना बाज़ु-ए-कातिल में हैयूँ खड़ा मक़तल में क़ातिल कह रहा है बार-बार,क्या तमन्ना-ए-शहादत भी किसी के दिल में है આ શબ્દો રામપ્રસાદ ‘બિસ્મિલ’ના છે. ભારતની સ્વતંત્રતાના ઈતિહાસમાંજેનું નામ આદરપૂર્વક લેવું પડે એવા લોકોમાં રામપ્રસાદ ‘બિસ્મિલ’ મહત્વનું સ્થાનધરાવે છે. મૈનપુરી ષડયંત્ર અને કાકોરીની ટ્રેનની લૂંટમાં પંડિત […]

પ્રકરણ – 9 | આઈનામાં જનમટીપ

‘તમે અહીંયા કોને મળવા આવ્યા છો?’ લાઈફ કેર હોસ્પિટલની બહાર એકઠા થયેલા મીડિયાના અનેક લોકોથીબચવા માટે સનગ્લાસિસ અને હેટ પહેરીને ઉતરેલી શફક રિઝવીને ઓળખી લેતાં કોઈને વાર લાગી નહીં. મીડિયાટોળે વળી ગયું. ટેલિવિઝનના કેમેરા એની તરફ મંડાયા અને માઈક્સ કોઈ હથિયારની જેમ એનાં ઉપર ઝીંકાવા લાગ્યા.શફક ગભરાઈ ગઈ. તેમ છતાં, નાર્વેકરે એને આપેલી સૂચના મુજબ […]

ભાગઃ 1 | લગ્ન માટેની શરતઃ સ્ત્રી શિક્ષણની શરૂઆત

નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ આજે મેં પહેલીવાર એલ્બર્ટ એડવર્ટ હોસ્પિટલના મહિલા વોર્ડમાં પગ મૂક્યો. કોલ્હાપુરનીઆ હોસ્પિટલમાં હું પહેલી મહિલા ડૉક્ટર છું. કોલ્હાપુરમાં જ શું કામ, આખા ભારતમાં હજી સુધીકોઈ મહિલા ડૉક્ટર બની નથી. આજે અહીં પગ મૂકતા મને ગૌરવની લાગણી થાય છે, પણ સાથેસાથે એટલું સમજાય છે કે આપણા દેશમાં […]

સાઉન્ડ ઓફ મ્યુઝિકઃ સાડા છ દાયકાની લોકપ્રિયતા

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની એક સાંજ… ગ્રાન્ડ થિયેટર જે જિયો વર્લ્ડ સેન્ટરમાંઆવેલું છે ત્યાં, માતા-પિતા, બાળકો, વડીલોથી આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું છે. ‘સાઉન્ડ ઓફમ્યુઝિક’નો લાઈવ મ્યુઝિકલ શો જોવા માટે આ બધા એકઠા થયા છે. ઓડિયન્સમાં સંજીવ કપૂર,ટીવીના કેટલાક જાણીતા સ્ટાર્સ અને કરીના કપૂર એના બંને બાળકો સાથે ઓડિટોરિયમમાં પ્રવેશવાનીરાહ જોઈ રહ્યાં છે.અત્યાર સુધી આપણે […]

યહ કહાની હૈ દીયે કી ઔર તૂફાન કી…

1976માં આવેલી એક ફિલ્મ, ‘ધ ઓમેન’. હોલિવૂડની હોરર ફિલ્મોમાં એક મહત્વની અનેસફળ થયેલી ફિલ્મ, જેમાં ડેમિયન (ડેમોન-રાક્ષસ અથવા શૈતાન)નો જન્મ છઠ્ઠી જૂને સવારે છ વાગ્યેથયો હતો. એના માથા ઉપર 666નું નિશાન હતું. આ કથાની સિક્વલમાં પછી અનેક ફિલ્મો બની, જેમાંશૈતાનના પુત્ર તરીકે જન્મેલો આ, ડેમિયન કઈ રીતે શૈતાનનું સામ્રાજ્ય ફેલાવે છે અને ક્રિશ્ચાનિટીઅથવા ધર્મનો નાશ […]

સંતુલિત પર્યાવરણઃ બહારનું અને ભીતરનું

દરેક ઉનાળામાં આપણે બધા ફરિયાદ કરીએ છીએ, ‘આ વર્ષે બહુ ગરમી છે!’ અનેક વૈજ્ઞાનિકો,પર્યાવરણશાસ્ત્રીઓ કહે છે કે, ગરમી વર્ષોવર્ષ વધતી જાય છે. હિમાલય પીગળી રહ્યો છે. ઋતુઓનુંચક્ર હવે પહેલાં જેવું નિયમિત કે વ્યવસ્થિત નથી રહ્યું. ઉનાળામાં વરસાદ પડે છે, પાક બગડે છે, અલનીનો, તોફાન-કમોસમી વરસાદ, પૂર, દુષ્કાળ અને ધરતીકંપ વિશ્વના કોઈને કોઈ ભાગમાં સતતચાલ્યા કરે […]

પ્રકરણ – 8 | આઈનામાં જનમટીપ

‘લાઈફ કેર’ હોસ્પિટલની બહાર આખા મુંબઈનું અને નેશનલ મીડિયા ટોળે વળ્યું હતું. ડૉ. શ્યામાની ‘હ્યુમન સ્ટોરી’નું કવરેજકરવા માટે સૌ પડાપડી કરતાં હતાં. શ્યામાનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ સૌને જોઈતો હતો. જે માણસ સામે બળાત્કારની ફરિયાદ કરી એનો જ જીવ બચાવ્યો! એક ડૉક્ટરે પોતાની ફરજ પૂરી કરી, હવે એને ન્યાય મળશે કે નહીં? જેનો એક્સિડન્ટ થયો છે એ […]

ફિર આપ કે નસીબ મેં યે બાત હો ન હો…

હિન્દી સિનેમાના સુવર્ણકાળમાં જે દિગ્દર્શકોએ યાદગાર ફિલ્મો આપી એમાંના એક રાજખોસલા. એમનો જન્મ લુધિયાણામાં થયો. શાસ્ત્રીય સંગીતમાં ટ્રેઈન, ઓલ ઈન્ડિયા રેડિયો પરસંગીત વિભાગ સંભાળતા રાજ ખોસલાએ જીવનમાં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે, એ ફિલ્મોબનાવશે… ફિલ્મોમાં એમનો રસ જરૂર હતો. એ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમની મુલાકાત દેવઆનંદ અને ગુરૂદત્ત સાહેબ સાથે થઈ. મિત્રતામાં એક દિવસ […]

કમલા દાસઃ પ્રામાણિકતા માત્ર પુરુષનો ઈજારો નથી

વર્જિનિયા વૂલ્ફે પોતાના લેખ પ્રોફેશન્સ ફૉર વીમેનમાં લખ્યું છે કે, ‘દુનિયાની કોઈ પણ સ્ત્રીલેખક બનવા માગે ત્યારે એણે પોતાની અંદર રહેલી એન્જલ ઈન ધ હાઉસનો ભોગ આપવો પડે છે.એણે પોતાના દૈહિક અનુભવો અંગે જે સચ્ચાઈ ઉચ્ચારવાની હોય છે એ કહેતી વખતે એનામાં રહેલીઅત્યંત સહાનુભૂતિપૂર્ણ, અત્યંત સ્વરૂપવાન અને તદ્દન નિઃસ્વાર્થ એવી ગૃહલક્ષ્મીને ક્યારેક આગવીઈચ્છા કે આગવા […]