Author Archives: kaajal Oza Vaidya

અબ તેરે બિન… જી લેંગે હમ!

કેટલીક પ્રેમકથાઓ એની ટ્રેજેડીને કારણે વર્ષો સુધી યાદ રહેતી હોય છે. દિલીપકુમાર-મધુબાલા, મીનાકુમારી-કમાલ અમરોહી, દેવઆનંદ-સુરૈયા, રેખા-અમિતાભની જેમ સુલક્ષણા પંડિતઅને સંજીવ કુમારની પ્રેમકથા પણ કદાચ, આવી જ કોઈ ટ્રેજેડી છે. સંજીવ કુમારનો જન્મદિવસ 9જુલાઈ, 1938 અને સુલક્ષણા પંડિતનો જન્મદિવસ 12 જુલાઈ, 1954. સુલક્ષણા પંડિતના પિતા પ્રતાપ નારાયણ પંડિત સંગીતના જ્ઞાતા. એનો મોટોભાઈ મંધિર અનેબે નાના ભાઈઓ […]

મોમ, યુ હેવ રેઈઝ્ડ એ પરફેક્ટ મેન.

એક પુત્રવધૂએ એની સાસુને એના જન્મદિવસે એક કાર્ડ આપ્યું, જેમાં એણે લખ્યું હતું, ‘તમે સાસુતરીકે કદાચ બહુ સારા નથી. મને તમારી સામે ઘણા વાંધા છે, પરંતુ આજે તમને એક વાત માટે કોમ્પ્લિમેન્ટ આપુંછું… તમે તમારા દીકરાનો ઉછેર બહુ સરસ રીતે કર્યો છે. એક શાલિન, સમજદાર, સંવેદનશીલ અને સ્નેહાળ પુરુષનોઉછેર સરળ નથી. તમે એક પરફેક્ટ પુરુષ […]

કકળાટ કરે તે જીતે મનવા, શાંત રહે તે હારે?

અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે, શાંત રહેવું, ક્ષમા કરવી અને સ્નેહ કરવો એ જ જીવનનુંસત્ય છે. કેટલાક વડીલો વારંવાર કહે છે, ‘ફાવશે, ચાલશે, ગમશે ને ભાવશે’ – આ ચાર શબ્દો શીખીજાઓ તો સુખી થઈ શકાય. લગ્ન કરીને સાસરે જતી દીકરીને પણ આજથી બે-ત્રણ દાયકા પહેલાંએવી જ સલાહ આપવામાં આવતી, ‘સહન કરજે, શાંત રહેજે અને […]

પ્રકરણ – 13 | આઈનામાં જનમટીપ

દિલબાગને પાછળ ધકેલીને વિક્રમજિત આગળ આવી ગયો. પોતાની આગળ ઊભેલી શફકના ગળામાં હાથલપેટીને અલ્તાફના માણસે પોતાની રિવોલ્વર ખેંચી કાઢી. કોઈ કશું સમજે તે પહેલાં અલ્તાફના માણસે ગોળી છોડી,જે દિલબાગના ખભાને ઘસાઈને પસાર થઈ ગઈ, પણ વિક્રમજિતે છોડેલી ગોળી સીધી શફકના પેટમાં વાગી. એનાથીચીસ પડાઈ ગઈ. કોઈ કશું સમજે તે પહેલાં વિક્રમજિતે બીજી ગોળી છોડી, જે […]

ભાગઃ 1 | ચીનના સૌથી શક્તિશાળી પુરુષની પત્ની-છતાં અસહાય અને એકલી

નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગસ્થળઃ બેઈજિંગસમયઃ 1992ઉંમરઃ 77 વર્ષ બેઈજિંગના હરિયાળા પહાડોની વચ્ચે એક મોટા સફેદ પત્થરની કબર છે. એ કબર ઉપર મારુંસૌથી પહેલું નામ લખ્યું છે. ‘લી હ્યુન્હે – 1914 થી 1991’. મારા અનેક નામ છે, […]

સ્વાદ, સ્વાસ્થ્ય અને સંબંધો ત્રણેયનો આધાર ભોજન પર છે?

આજના સંજોગોમાં સૌથી વધુ જોવાતા ટીવી શો કે કાર્યક્રમ કયા છે? યુટ્યુબ ઉપર સૌથી વધુસર્ચ થતી કે સબસ્ક્રાઈબ થતી ચેનલ્સ કઈ છે? આપણને જાણીને કદાચ નવાઈ લાગે, પરંતુ આ પાકશાસ્ત્રકે રસોઈ શો, રેસિપી બતાવતા લોકોની ચેનલ્સ છે. ગૃહિણી જે ગઈકાલ સુધી ફક્ત ઘરમાં રસોઈ જ કરતીહતી, એવી કેટલીયે સ્ત્રીઓ હવે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરીને […]

પતિને કારણે છોડવું છે, સાસુ માટે રહેવું છે… આ કેવું?

એક વાચકનો પત્ર આવ્યો છે, ‘મને મારા પતિ સાથે સહેજ પણ ફાવતું નથી. એમનો સ્વભાવ તોછડોઅને વિચિત્ર છે, પરંતુ મારા સાસુ એટલા બધા સારા છે કે મને છૂટાછેડા માગતા શરમ આવે છે. હું પતિ સાથેરહી શકું એમ નથી અને સાસુને છોડી શકું એમ નથી… સમજાતું નથી શું કરું!’ જામનગરની પાસેના એકગામથી આવેલા આ પત્રમાં સામાન્યથી […]

પ્રકરણ – 12 | આઈનામાં જનમટીપ

સવારના સાડા અગિયાર-બારનો સમય હતો. વિક્રમજિત નાહીને હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યો હતો.હોટેલના રૂમની મોટી ફ્રેન્ચ વિન્ડોઝ પર લગાડેલી ફિલ્મમાંથી ચળાઈને સવારનો તડકો કારપેટ ઉપર જુદા જુદાઆકારો રચી રહ્યો હતો.વિક્રમજિતના ફોનની રિંગ વાગી. દિલબાગે એની સામે જોયું ને પછી ફોન ઉપાડી લીધો, ‘હંમમ્…’ એણેવિક્રમજિતની સ્ટાઈલમાં જ કહ્યું. સામેવાળાને કદાચ સમજાયું નહીં, કે આ જિતો નહીં […]

ભાગઃ 4 | ડૉક્ટર થઈ, પણ સ્વયંને જ ન બચાવી શકી!

નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશીસ્થળઃ કોલ્હાપુરસમયઃ 1886ઉંમરઃ 21 વર્ષ ક્યારેક વિચારું તો મને સમજાય છે કે, મારી આસપાસની બધી સ્ત્રીઓની જિંદગી અત્યંતપીડાદાયક હતી. રસોડા અને સુવાવડના ખાટલા વચ્ચે એમની જિંદગી પૂરી થઈ જતી જ્યારે હુંસ્ટીમરમાં બેસીને અમેરિકા જઈ રહી હતી! મારી જિંદગીના આ મહત્વના બદલાવ માટે હુંગોપાળરાવ સિવાય કોનો આભાર માનું? પરંતુ, હું એમના પર […]

રક્તરંજિત જમીન અને ક્રૂર શાસકોઃ મુઘલ ઈતિહાસ શર્મનાક છે

‘બેટા નહીં હૈ વો, બાગી હૈ… ઉસે પકડના ઔર ખત્મ કરના અબ મુઘલિયા સલ્તનત કે લિયેજરૂરી હો ગયા હૈ’ બાદશાહ અકબર પોતાના દીકરા સલીમ વિશે આ વાત કહે છે. શેખ સલીમચિશ્તી પાસે ઉઘાડા પગે રેતીમાં ચાલતા જઈને માંગ્યો હતો એ પુત્ર જ્યારે એક કનીઝ-એની પ્રિયતમામાટે પિતાની વિરુધ્ધ થઈ ગયો ત્યારે ભારતીય સિનેમાને ‘મુઘલ-એ-આઝમ’ જેવી ફિલ્મ […]